ફાઇનલમાં મઘ્યપ્રદેશને 89 રને પરાજય આપ્યો: એસસીએના પ્રમુખ જયદેવ શાહે શુભકામના પાઠવી
BCCIની મેન્સ અન્ડર-25 સ્ટેટ એ ટ્રોફી 2022-23 ના ફાઇનલમાં સૌરાષ્ટ્રની ટીમ મઘ્યપ્રદેશને 89 રને પરાજય આપી ચેમ્પિયન બની છે.એસસીએના પ્રેસિડેન્ટ જયદેવ શાહે વિજેતા ટીમને શુભકામના પાઠવી હતી. ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાયેલી મઘ્યપ્રદેશ સામેની ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રના સુકાની જય ગોહિલે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. નિર્ધારિત પ0 ઓવરમાં સૌરાષ્ટ્રની ટીમે આઠ વિકેટના ભોગે 294 રન બનાવ્યા હતા. સુકાની જય ગોહિલે 83 બોલમાં 81 રન બનાવ્યા હતા.
જયારે હેતવીક કોટકે 74 રન અને સમર ગજજરે 6ર રન બનાવ્યા હતા. મઘ્યપ્રદેશ વતી રિષભ ચૌહાણે 34 રન આપી પાંચ વિકેટો ખેડવી હતી. 294 રનના વિજય લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલી મઘ્ય પ્રદેશની ટીમ માત્ર 43.1 ઓવરમાં 205 રને ઓલ આઉટ થઇ જતાં સૌરાષ્ટ્રનો 89 રને શાનદાર વિજય થયો હતો.રિષભ ચૌહાણ: બોલીંગમાં કમાલ દેખાડા બાદ બેટીંગમાં પણ શ્રેષ્ઠ દેખાવ કરતાં 66 રન ફટકાર્યા હતા. આ ઉ5રાંત રાહુલ ચંદ્રોલે 58 રન ફટકાર્યા હતા. સૌરાષ્ટ્ર વતી આદિત્યસિંહ જાડેજાએ 29 રનમાં ત્રણ વિકેટ, યુવરાજસિંહ ડોડીયા બે વિકેટ અને પાર્શ્ર્ચરાજ રાણા, સમર ગજજર અને પ્રણવ કારિયાએ એક એક વિકેટ લીધી હતી. મેન્સ અન્ડર-રપ સ્ટેટએ વન-ડે ટ્રોફીમાં વિજેતા બનનારી સૌરાષ્ટ્રની ટીમને એસસીએના પ્રેસીડેન્સ જયદેવ શાહે અભિનંદન પાઠવ્યા હતા. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. આ ટુર્નામેન્ટમાં 10 નોક આઉટ મેચ સહિત કુલ 38 મેચનું યજમાન બન્યું હતું.
જય ગોહિલની કેપ્ટન ઇનિંગે રંગ રાખ્યો હેત્વીક કોટક અને સમર ગજ્જરે પણ આક્રમક અડધી સદી ફટકારી
બીસીસીઆઇ આયોજીત અન્ડર-25 સ્ટેટ-એ ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમ ચેમ્પિયન બની છે. જેમાં સુકાની જય ગોહિલની મહત્વપૂર્ણ ભૂમિકા રહેવા પામી છે. ફાઇનલમાં મધ્યપ્રદેશને 89 રને કારમો પરાજય આપી સૌરાષ્ટ્રે ચેમ્પિયનશીપ હાંસલ કરી છે. સુકાની જય ગોહિલે માત્ર 83 બોલમાં આક્રમક 81 રનની ઇનીંગ રમી હતી. આ ઉપરાંત હેત્વીક કોટકે પણ 74 રન અને સમર ગજ્જરે 62 રનની ઇનિંગ રમીને ટીમની જીતમાં સિંહફાળો આપ્યો હતો. લીગ રાઉન્ડથી લઇ ફાઇનલ સુધી સૌરાષ્ટ્રની ટીમ એક ચેમ્પિયનની માફક રમી હતી. આટલું જ નહિં કોઇ એકલ-દોકલ ખેલાડી નહિં પરંતુ સમગ્ર ટીમનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું. છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રની અલગ-અલગ સ્પર્ધાઓમાં ખૂબ જ સારું પર્ફોમન્સ આપી રહી છે.