ગામોગામ શાળા કોલેજો અને સંસ્થાઓ દ્વારા ધ્વજવંદન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા: દેશભકિતના ગીતોથી ગગન ગુંજયું
દેશભરમાં આજે ૬૯માં પ્રજાસતાક દિનની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી. ગામો ગામ શાળા કોલેજો તેમજ સંસ્થાઓ દ્વારા ધ્વજવંદન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ ઠેર ઠેર દેશભકિતના ગીતોથી આભ ગુંજયું હતુ.
શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. સૌરાષ્ટ્રભરમાં દેશ ભકિતનો જબરો માહોલ સર્જાયો હતો.
રાજુલા
ભારતીય જનતા પાર્ટી રાજુલા શહેર દ્વારા આજ રોજ જિલ્લા ભાજપ મહામંત્રી રવુંભાઈ ખુમાણની ઊપસ્થિતિમાં શહેર ભાજપ દ્વારા ‘તીરંગા યાત્રા’ જાહેરના મુખ્ય માર્ગો પર કાઢવામાં આવી હતી જેમાં શહેર ભાજપ પ્રમુખ મયૂરભાઈ દવે, મહામંત્રી બાબુભાઈ વાનિયા, મહેશ ગીરી, વગેરે બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
સોમનાથ
૨૬ જાન્યુઆરી પ્રજાસતાક પર્વની ઉજવણીનાંભાગ‚પે કઠલાલ સ્થિત ધવ વ્યાસ તથા ગ્રુપ દ્વારા સોમનાથ મહાદેવના સાનિધ્યે રાષ્ટ્રપ્રેમ અને આધ્યાત્મના સમન્વય સમી રંગોળી તૈયાર કરવામાં આવેલી જેને જોઈ સોમનાથ આવતા યાત્રીકો ધન્ય બન્યા હતા આ ગ્રુપ ગત વર્ષે પણ સોમનાથ ખાતે વિશાળ રંગોળી ૨૬ જાન્યુ.અંતર્ગત કરેલ જેમને બહોળો યાત્રીઓનો પ્રતિસાદ મળેલ હતો જે ગ્રુપનો સોમનાથ ટ્રસ્ટ દ્વારા બિરદાવવામાં આવેલ હતુ.
કોડીનાર
પ્રજાસતાક પર્વની ઉજવણીના ભાગ‚પે કોડીનાર ખાતે ગીર સોમનાથ જિલ્લા કક્ષાનાં પર્વની ઉજવણી આજરોજ કરાઈ હતી. બિલેશ્ર્વર ખાંડ ફેકટરીના ગ્રાઉન્ડમાં કલેકટર અજય પ્રકાશ દ્વારા ધ્વજવંદન કરાયું.
જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વમાં ધ્વજવંદન રાષ્ટ્રગાન વ્યકિત વિશેષઓનું સન્માન સાંસ્કૃતિક કાર્યક્રમ અને વૃક્ષારોપણ કરી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
આ રાષ્ટ્રીય પર્વમાં જિલ્લા પંચાયત પ્રમુખ મણીબેન રાઠોડ જિલ્લા ભરનાં અધિકારીઓ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.
જામજોધપુર
જામજોધપુરની સંત હરિરામ વિદ્યાલય મુકામે પ્રજાસતાક દિનની ઉજવણી કરાઈ હતી. જામજોધપૂરના ધુનેશ્ર્વર મુકામે આવેલ સંત હરિરામ વિદ્યાલય મુકામે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા તેમજ આ કાર્યક્રમમાં સ્કુલના ટ્રસ્ટી તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉપલેટા
ઉપલેટા નગરપાલિકા દ્વારા ૬૯ માં પ્રજાસત્તાકદિનની શહેરના બાવલા ચોકમાં આવેલ વિવિધ લક્ષી વિનય મંદીર હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં નગરપાલિકાના પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડીયાના હસ્તે ઘ્વજવંદન કરી તિરંગોને શાનદાન સલામી અપાઇ હતી. આ તકે હોમગાર્ડ જવાનની પરેડ પણ યોજાઇ હતી. આ તકે નગરપાલિકાના ઉપપ્રમુખ રણુભા જાડેજા, પ્રો. વલ્લભભાઇ નંદાણીયા, મુસ્લીમ અગ્રણી હાજીભાઇ શિવાણી, લાલાભાઇ હડફા સહીત શહેરીજનો વિશાળ સંખ્યામાં હાજર રહેલ હતા.
જેતપુર
જેતપુર શહેર માં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઘ્વાજવંદન કાર્યક્રમ માં રાષ્ટ્ર ઘ્વાજ ને સલામી આપી,શહેર પોલીસ અધિકારી દ્વારા ઘ્વાજવંદન કરવામાં આવેલ હતું
ટંકારા
ટંકારા તાલુકા ભરમા પર્જાકસતાક પ્રર્વ ની ઉજવણી ભારે ઉત્સાહ અને ઉમંગથી રાષ્ટ્ર ભાવના સાથે કરાયી હતી. દરેક ગામડામાં રાષ્ટ્ર પ્રત્યે ની સાચી ભાવના વ્યક્ત કરતા અનેક કાયઁક્રમ યોજાયા હતા. તાલુકા કક્ષાએ ઓટાળા ગામે મામલતદાર એ ધ્વજવંદન કર્યું હતું
ટંકારા શહેર અને તાલુકાના દરેક ગામડામાં ૨૬ મી જાન્યુઆરી અંતઁગત ગણતંત્ર પવઁ ની ભારે ઉલ્લાસભેર અને રાષ્ટ્ર ભાવના વ્યક્ત કરતા અનેક કાયઁક્રમો યોજાયા હતા. અને રાષ્ટ્ર ની આન બાન અને શાન સમા રાષ્ટ્ર ધ્વજ ને સલામી પણ અપાઇ હતી. ગ્રામ્ય પ્રજા મા અને ખાસ કરીને યુવાધન મા રાષ્ટ્ર પ્રેમ ની ભાવના આપોઆપ ઉભરી હોઇ એવા દૄશ્યો જોવા મળ્યા હતા.ટંકારા ના ઓટાળા ગામે મામલતદાર પંડયા દ્વારા ધ્વજવંદન કર્યું હતું અને પિ એસ આઈ ચોધરી દ્વારા રાષ્ટ્ર
ધ્વજ ને સલામી આપી હતી . બાદમા પોલીસ પરેડ નુ નિરીક્ષણ અને રાષ્ટ્રભકિત વ્યક્ત કરતા કાયઁક્રમ અંગકસરત ના અનેક કરતબો યુવાધન તેમજ વિધાથીઁ ઓ દ્વારા રજુ કરવામાં આવ્યા હતા. ઉપરાંત શહેરની તાલુકા પ્રા.શાળા, ક્ધયાશાળા, ગાયત્રીનગર શાળા, લાઇફલિંકસ વિધાલય, સરદાર સ્કૂલ તાલુકા પંચાયત સિવિલ કોર્ટમાં જજશ્રી યાદવ સાહેબે બાર એસોસીએશન ની સાથે ધ્વજવંદન કર્યું હતું . તો, તાલુકાના જબલપુર, હરબટિયાળી, મિતાણા, વિરપર, લજાઇ, સરાયા, નેસડા, લખધીરગઠ , ટોળ, અમરાપર, હડમતીયા, ગજડી, સહિતના દરેક ગામડામાં પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્ર ધ્વજ પ્રસ્થાપિત કરીને ધ્વજ વંદન કરાયુ હતુ. અને દરેક ગામડામાં રાષ્ટ્રીયભાવના ની મશાલ કાયમી પ્રજવલિત રહે તેવા ભાવ સાથે અનેક દેશભકિતના કાયઁક્રમો યોજાયા હતા. અંતમાં મિઠાઇ વહેચી ને એકબીજાને સ્વતંત્રતા ની શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી.