૧૨૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા હોસ્પિટલનો પ્રથમ ફેઇઝ કાર્યરત થશે: ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લેતા તબીબી અધિક્ષક મનિષ મહેતા અને આરોગ્ય સમિતિના જયંત ઠાકર
સૌરાષ્ટ્ર યુનિર્વસિટી રોડ પર સૌરાષ્ટ્ર કેન્સર કેર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટયુટના પ્રથમ ફેઇઝનું કામ પૂર્ણ થતા નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઇ પટેલના હસ્તે લોકાપર્ણ કરવામાં આવનાર છે. કેન્સર હોસ્પિટલ અંગે ‘અબતક’ મિડીયા હાઉસની મુલાકાતે આવેલા તબીબી અધિક્ષક મનિષ મહેતા અને આરોગ્ય સમિતિના જયંત ઠાકર સૌરાષ્ટ્ર માટે સારી સુવિધા ઉભી થઇ રહ્યાનું જણાવ્યું હતું.સમગ્ર સૌરાષ્ટ્રના કેન્સરના દર્દીઓને વિના મુલ્યે સારવાર માટે અમદાવાદ જવુ પડતું હોવાથી રાજકોટ ખાતે ૧૨૦ કરોડના ખર્ચે યુનિર્વસિટી રોડ પર કેન્સરના દર્દીઓને સારવાર મળી રહે તે માટે સૌરાષ્ટ્ર કેન્સર કેર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટયુટ બનાવવામાં ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. કેન્સર હોસ્પિટલના પ્રથમ ફેઇઝ ના ખર્ચે બાંધકામ પૂર્ણ થતા નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઇ પટેલના હસ્તે સાંજે ચાર વાગે લોકાપર્ણ કરવામાં આવનાર છે.સૌરાષ્ટ્રમાં કેન્સરના દર્દીઓ ઘણી મોટી સંખ્યામાં તેઓને સારવાર માટે સારી સુવિધા ઉભી કરવામાં આવ્યાનું તબીબી અધિક્ષક મનિષભાઇ મહેતાએ જણાવી કેન્સર હોસ્પિટલ બાદ સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટને એઇમ્સ મળે તેવા ઉજવળ સંજોગો હોવાનું કહ્યું હતું. બે વર્ષ પહેલાં એઇમ્સની ટીમ રાજકોટની મુલાકાતે આવી ત્યારે તેઓ ટીમના સભ્ય હતા અને તાજેતરમાં જ એમ્સની ટીમ રાજકોટ આવી ત્યારે રાજકોટને એઇમ્સ ફાળવવામાં આવે તેવી પુરી શકયતા હોવાનું જણાવ્યું હતું. એઇમ્સ રાજકોટને ફાળવવામાં આવે તો સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓને સારવાર ખર્ચમાં મોટી રાહત થાય તેમ હોવાનું તબીબી અધિક્ષક મનિષ મહેતાએ કહ્યું હતું.કેન્સર હોસ્પિટલના પ્રથમ ફેઇઝમાં ૨૦ બેડની સગવડ ઉભી કરવામાં આવી છે. તમામ પ્રકારના કેન્સરના દર્દીઓને નિદાન અને કેમોથેરાપીની સારવાર આપવામાં આવશે બીજા ફેઇઝમાં રેડીયોથેરાપીની સગવડતા ઉભી કરવામાં આવશે અને ત્રીજા ફેઇઝ બિલ્ડીંગ સંપૂર્ણ તૈયાર થયા બાદ કાર્યરત કરવામાં આવશે ત્રીજા ફેઇઝમાં કેન્સરના દર્દીઓને ઓપરેશન કરવાની સગવળતા દર્દીઓને મળી રહેશે તેમ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક મનિષ મહેતાની યાદીમાં જણાવ્યું છે.