ભારત દેશ ઉદ્યોગ ક્ષેત્રે ખૂબ જ ઝડપી વિકાસ કરી રહ્યું છે. એટલુંજ નહીં વિશ્વના એક દેશો ભારત સાથે વ્યાપાર વૃદ્ધિ ને વધારવા આગળ આવી રહ્યા છે અને ભાગીદારી પણ કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા પાંચ ટ્રીલીયન ડોલર ઇકોનોમીના સ્વપ્નને સાકાર કરવા માટે નિકાસ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમનું પણ આયોજન થતું જોવા મળે છે. દેશની અર્થવ્યવસ્થાને ઝડપભેર આગળ વધારવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છની અર્થવ્યવસ્થાને વિકસિત કરવા માટે સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળ દર વર્ષે આંતરરાષ્ટ્રીય બિઝનેસ સમિટનું આયોજન કરતું હોય છે જેમાં અનેકવિધ દેશોના પ્રતિનિધિ મંડળો રાજકોટની મુલાકાતે તા હોય છે અને અહીંના ઉદ્યોગો સાથે પણ ચર્ચા વિચારણા કરી તેમની સાથે વ્યાપારિક ભાગીદારી કરતા હોય છે.
11મી ફેબ્રુઆરીથી શરૂ થતાં કાર્યક્રમમાં 15 દેશોથી 75થી વધુ ડેલીગેટ્સ રહેશે હાજર !!!
આ વાતને ધ્યાને લઈ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગોને વધુ વિકસિત બનાવવા માટે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા એસવીયુએમ 2023 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજન તારીખ 11 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી સીધી યોજાશે જેમાં 15 દેશના 75 થી વધુ વિદેશી ડેલિકેટ ઉપસ્થિત રહેશે અને રાજકોટની સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગમાં કઈ રીતે સહભાગી બની શકાય તે દિશામાં કાર્ય પણ હાથ ધરશે. આ વર્ષે વેન્ઝ્યુએલા પ્રથમ વખત એસવીયુએમનું ભાગ બનવા જઈ રહ્યું છે જે ઉદ્યોગો માટે એક આકર્ષણનું કેન્દ્ર સાબિત થશે. એટલું જ નહીં 70 થી વધુ સ્ટોલ આ વખતે સમિટમાં જોવા મળશે જેમાં હેલ્થ કેર, સિમેન્ટ, ફાર્મા, એન્જિનિયરિંગ સહિતના ક્ષેત્રનો સમાવેશ થયો છે.
ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સમિટનું જે આયોજન કરવામાં આવ્યું છે તેનાથી સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજકોટના ઉદ્યોગકારો ઘણો ફાયદો પહોંચશે. આ સમિટમાં આફ્રિકન ખંડના વિવિધ દેશો ઉપસ્થિત રહેશે અને તેમના દેશમાં ઉદ્યોગને લગતિ તકોને લોકો સમક્ષ ઉજાગર કરશે. ઝિમ્બાબ્વેમાં એન્જિનિયરિંગની સાથોસાથ અને ઉદ્યોગો માટે ઉત્તમ તક જોવામાં આવી રહી છે. તો તેને કઈ રીતે અનુસરી શકાય તે જાણવું ખૂબ જ જરૂરી છે. બિઝનેસ સમિટનું આયોજન સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ બિઝનેસ સમિટ માં વિવિધ દેશોના એમ્બેસી પણ ખાસ ઉપસ્થિત રહેશે અને સૌરાષ્ટ્ર કચ્છમાં પહેલી તકોને તેમના દેશ સુધી પણ પહોંચાડશે.
વિદેશમાં વ્યાપાર કરવા માટે એસવીયુએમ ‘પ્રવેશ દ્વાર’ સમાન : પરાગ તેજુરા
સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળના પરાગ તેજુરાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજકોટના જે ઉદ્યોગકારો વિદેશમાં વ્યાપાર કરવા માંગતા હોય તેમના માટે એસવીયુએમ પ્રવેશ દ્વાર સમાન છે. દર વર્ષે સંસ્થા ઉદ્યોગકારો માટે આ પ્રકારનું આયોજન કરતું હોય છે એટલું જ નહીં આફ્રિકન દેશો પણ રાજકોટ આવી ઉદ્યોગોમાં રહેલી તકોને ઉજાગર કરી રહ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગો માટે વિદેશમાં વ્યાપાર કરવાની આ એક સુનેરી તક છે કારણ કે આફ્રિકામાં રો મટીરીયલ ની સાતો સાત ટેકનોલોજી ખૂબ જ સસ્તી છે જેનો સીધો જ ફાયદો રાજકોટના ઉદ્યોગકારોને મળી રહેશે. અંતમાં તેઓએ રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને આ સમિટમાં જોડાવા અપીલ પણ કરી હતી.
નિકાસ ક્ષેત્રે સૌરાષ્ટ્ર-કચ્છની સાથે રાજકોટનું મહત્વ અનેરૂ : જે.એમ બિશ્નોઈ
જોઈન્ટ ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડ રાજકોટના જે. એમ બિશનોઈએ અબતક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે ઇવેન્ટ જે રાજકોટના આંગણે યોજાઇ રહી છે તેનાથી માત્ર રાજકોટના જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર કચ્છના ઉદ્યોગકારોને ઘણો ફાયદો મળશે. ત્યારે તેઓએ ઉમેર્યું હતું કે માત્ર કેન્દ્ર સરકાર જ વધુને વધુ નિકાસ તરફ અગ્રેસર થવા માટે ઉદ્યોગકારોને પ્રોતસાહિત કરી રહ્યું છે ત્યારે વિદેશી દેશોના ડેલિકેટ છે રાજકોટના આંગણે આવી રહ્યા છે તેનાથી રાજકોટ અને કહી શકાય કે સૌરાષ્ટ્ર કચ્છના નિકાસમાં અનેરો વધારો પણ થશે. સરકાર નિકાસને વધુને વધુ પ્રાધાન્ય આપી રહ્યું છે અને આત્મ નિર્ભર ભારત બનવા તરફ ઉદ્યોગકારોને પ્રોત્સાહિત પણ કરી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આયોજિત આ ઇવેન્ટ અનેક ઉપયોગકારો માટે એક આસાનું કિરણ સાબિત થશે.