ગુજરાત સરકારના ‘વાંચે ગુજરાત’ અભિયાન અંતર્ગત તા.૯ થી ૧૩ ફેબ્રુઆરી દરમિયાન ભવ્ય શબ્દ મહોત્સવના સંસ્કરણનો સૌથી મોટા પુસ્તક મેળાનો રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ પુસ્તકોના જ્ઞાનને જીવનમાં સાર્થક કરવારૂપ સમગ્ર શબ્દાવલી, સર્જન વર્કશોપ, તરવરાટ સાહિત્ય સંધ્યા અને કિડ્સ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ સાહિત્યકારો ભાગ લઈ રહ્યાં છે.
આજરોજ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી સૌરાષ્ટ્રના સૌથી વિશાળ પુસ્તક મેળાનો પ્રારંભ કરશે. આજરોજ શબ્દ સંવાદ કાર્યક્રમ અંતર્ગત કૌશીક મહેતા અને સુભાષ ભટ્ટ, સાહિત્ય વાંચન અને વિચાર અંગે શબ્દાવલી પ્રસ્તુતી કરશે. ત્યારે સાંજે ૭ થી ૯ વાગ્યા દરમિયાન તરવરાટ સાહિત્ય સંધ્યામાં કાજલ ઓઝા વૈદ્ય, સાંઈરામ દવે, અંકિત ત્રિવેદી રહેશે. કિડ્સ ફેસ્ટીવલ અંતર્ગત વિવિધ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજરોજ ધો.૧ થી ૫ના બાળકો માટેના અને ૬ થી ૧૦ના બાળકો માટે વન મિનિટ ગેમ્સનું મોજીલુ આયોજન કરવામાં આવ્યું હતું જેને બાળકોએ દિલ ખોલીને માણ્યુ હતું. આયોજનમાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો અને વાલીયો સમગ્ર આયોજન દરમિયાન બાળકો સાથેની માસુમ પળો માણી હતી.
ચાર દિવસ ચાલનારા બુક ફેરમાં વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. જેમાં ગુજરાતભરના સાહિત્યના માસ્ટરો તેમજ શબ્દ સંવાદમાં જાણીતી હસ્તીઓ જ્ઞાનના સુર લહેરાવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજીત સૌરાષ્ટ્ર બુક ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે કિડસ ઝોનમાં વન મીનીટ ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમજ આ કાર્યક્રમમાં યમી બિસ્કીટ, ગોટ ધ નંબર, ચોકલેટ એન્ડ ગ્લાસ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નવલકથા, દેશ-વિદેશની, મેજીક બુક, સાહિત્ય બુક તેમજ બાળવાર્તાઓની બુક ઉપલબ્ધ હતી. તેમજ આ બુક ફેરમાં દરેક શહેરોમાંથી લોકોએ ભાગ લીધો હતો.
યમ્મી બિસ્કીટ ખરેખર ટેસ્ટી: મિષ્ટી
મારું નામ મિષ્ટી છે. હું કેન્દ્રીય વિદ્યાલયમાં ૩જા ધોરણમાં અભ્યાસ કરુ છું. મેં બુક ફેરના વન મિનિટ ગેમમાં ભાગ લીધો છે. જેમાં મેં યમી બિસ્કીટમાં ભાગ લીધો હતો અને મને અહીં ખુબ જ મજા આવે છે. તેમજ હું હજુ બધી જ રમતોમાં ભાગ લેવાની છું.
અમદાવાદથી ક્રિએટીવ પ્રોડકટસ લાવ્યા: હર્ષિદા
મારું નામ હર્ષિદા પટેલ છે. હું અમદાવાદથી અહીં બુક ફેરમાં ભાગ લેવા આવી છું. અમારી પાસે બધી જ પ્રોડકટ છે એ ક્રિએટીવ પ્રોડકટ છે જે બાળકોને ભણવામાં ઉપયોગી બને છે. અમારી સ્ટોલમાં પેપર સ્લેટ, મેજીક કીટ, ડ્રોઈગીંગ શીખવા માટેના સાધન, ડ્રો પેન જેનાથી બાળકો સરળતાથી શીખી શકે. મેજીક કિટમાં પણ દરેક પ્રકારના મેજીક ટ્રીક છે જેનાથી બાળકો અત્યારથી અંધશ્રદ્ધા છે. જેનાથી દુર રહે કારણકે મેજીક એ મગજ સાથે સંકળાયેલું છે.
અમારા બુક સ્ટોલમાં લિટરેચર, ફિકશન, નોન ફિકશન બુકો ઉપલબ્ધ: ધનંજય પાંડે
મારું નામ ધનંજય પાંડે છે. હું મુંબઈથી અહીં બુક ફેરમાં ભાગ લેવા આવ્યો છે. મારા સ્ટોરનું નામ પ્રતિબુક સેન્ટર છે. અમારી પાસે બધા જ પ્રકારની બુક છે. બાળકો લિટરેચર, ફિકસન નોન ફિકસન, કલાસિકસ, વર્ડ બુક, ચાઈલ્ડ ક્રાફટ, હેરી પોટર સહિતની બધી જ બુક અમારા સ્ટોરમાં ઉપલબ્ધ છે.
ઘણીબધી રમતો અને વાર્તાઓ માણવાનો છું: આર્યન
મારું નામ આર્યન છે. હું સદગુરુ સ્કુલમાં ધો.૩માં અભ્યાસ કરુ છું. મેં બુક ફેરના વન મીનીટ ગેમમાં ભાગ લીધો છે. જેમાં મેં યમી બિસ્કીટ ગેમમાં ભાગ લીધો હતો અને મને ખુબ જ મજા આવી હું હજુ પણ બધી જ રમતમાં ભાગ લેવાનો છું. આ બુક ફેર દરેક પ્રકારની પુસ્તકો બાળવાર્તાઓ, શોર્ટ સ્ટોરીઓ વગેરે ઉપલબ્ધ છે.