કાઠીયાવાડે કસુંબી રંગ ઘુંટ્યો
સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકો પૈકી 41 બેઠકો પર ભાજપ, 8 બેઠકો પર કોંગ્રેસ અને 3 બેઠક પર આપ આગળ
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે આજે સવારથી 37 સ્થળોએ શાંતિપૂર્ણ માહોલમાં મત ગણતરી ચાલી રહી છે. પ્રારંભીક ટ્રેન્ડમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપનો વિજય વાવટો લહેરાય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકો પૈકી 41 બેઠકો પર ભાજપના ઉમેદવારો , 8 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો, 3 બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો જયારે ર બેઠક પર અન્ય પાર્ટી કે અપક્ષ ઉમેદવારો પોતાના હરિફોથી આગળ ચાલી રહ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપની બેઠકોમાં સતત વધારો થઇ રહ્યો છે. ભાજપના કાર્યકરોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે. બીજી તરફ કોંગ્રેસના કાર્યકરોમાં નિરાશા જોવા મળી રહી છે.
2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસરો જોવા મળી હતી. ભાજપને ભારે નુકશાની વેઠવી પડી હતી. સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકો માંથી ભાજપને માત્ર ર3 બેઠકો મળી હતી. જયારે કોંગ્રેસ 30 બેઠકો પર વિજેતા બની હતી. અન્ય પાર્ટીને એક બેઠક મળી હતી. આ વખતે ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપને અસર કરે તેવો કોઇ મુદ્દો કે પરિબળ ન હોવાના કારણે વધુ એકવાર સૌરાષ્ટ્રની જનતાએ ભાજપના વિકાસ વાદને મેન્ડેટ આપ્યો હોય તેવું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છની પ4 બેઠકો પર 452 ઉમેદવારો વચ્ચે જંગ હતો મોટાભાગની બેઠકો પર ત્રિપાંખીયો જંગ જોવા મળતો હતો.
સવારે આઠ કલાકે સા પ્રથમ બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી હતી. પ્રારંભિક ટ્રેન્ડથી જ ભાજપનો વિજય વાવટો લહેરાય તેવા સંકેતો મળી રહ્યા છે. ગુજરાતમાં સરકાર બનાવવા માટે 92 બેઠકો જીતવી જરુરી છે. ભાજપ હાલ જે રીતે આગળ ચાલી રહ્યું છે તે જોતા એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે ભાજપને ગુજરાતમાં આ વખતે રેકોર્ડ બ્રેક બેઠકો મળશે.
રાજકોટ જિલ્લાની આઠ બેઠકો પૈકી બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. રાજકોટની 68 પૂર્વ બેઠક કાંટીકે તકકર માનવામાં આવી રહી હતી પરંતુ તેમાં હાલનો સ્ટ્રેન જોતા ઉદય કાનગડ નીષ્કીય માનવામાં આવી રહી છે.