સૌરાષ્ટ્રની ટીમ ફાઇનલમાં પહોચતા બીસીસીઆઇએ જયદેવ ઉનડકટને ટીમ ઇન્ડિયામાંથી રિલીઝ કર્યો
રણજી ટ્રોફીના સેમી ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રની ટીમે કર્ણાટકની ટીમને ચાર વિકેટે પરાજય આપી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આગામી 16 થી ર0 ફેબ્રુઆરી દરમિયાન કોલકતાના ઇડન ગાર્ડન ખાતે રણજી ટ્રોફીની ફાઇનલ રમાશે. સૌરાષ્ટ્રની ટીમનો ફાઇનલમાં પ્રવેશ થતા બીસીસીઆઇની સિલેકશન કમિટી દ્વારા સૌરાષ્ટ્રના નિયમીત સુકાની જયદેવ ઉનડકટને ઓસ્ટ્રેલીયા સામેની ભારતની ટેસ્ટ ટીમમાંથી રિલીઝ કરવામાં આવ્યો છે. જયદેવ બંગાળ સામેની ફાઇનલ મેચ રમશે. સૌરાષ્ટ્ર પાંચમી વાર ફાઇનલમાં પહોચ્યું છે. વર્ષ 2019-20 ની સીઝનમાં બંગાળને હરાવી સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી ચેમ્પિયન બન્યું હતું.
રણજી ટ્રોફીના પ્રથમ સેમીફાઇનલ મેચમાં બંગાળની ટીમે ડિફેન્ડીંગ ચેમ્પિયન મઘ્ય પ્રદેશને કારમો પરાજય આપ્યો હતો. જયારે બીજા સેમી ફાઇનલમાં ભારે ઉતાર-ચડાવ અને રોમાંચકતા બાદ સૌરાષ્ટ્રની ટીમનો કર્ણાટક સામે ચાર વિકેટે વિજય થયો હતો. પ્રથમ દાવમાં શાનદાર બેવડી સદી અને બીજા દાવમાં અણનમ 47 રન ફટકારનાર સુકાની અર્પિત વસાવડાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
સૌરાષ્ટ્રની ટીમ લીગ રાઉન્ડમાં એલીટ ગ્રુપ-બીમાં ટોપ પર રહી હતી. કુલ ત્રણ મેચ જીતી હતી. જયારે બે મેચમાં ડ્રોમાં ગઇ હતી. કુલ ત્રણ મેચ જીતી હતી જયારે બે મેચમાં ડ્રોમાં ગઇ હતી. જ.મા0 પ્રથમ દાવમાં લીડ મળી હતી. જયારે બે મેચમાં ટીમનો પરાજય થયો હતો. કવાર્ટર ફાઇનલમાં પંજાબને 71 રને હરાવી સૌરાષ્ટ્ર સેમીફાઇનલમાં પ્રવેશ્યું હતું. જયારે કર્ણાટકની ટીમને સેમીફાઇનલમાં ચાર વિકેટે પરાજય આપી સૌરાષ્ટ્રની ટીમે પાંચમી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે 2019-2020 માં સૌરાષ્ટ્રે બંગાળને હરાવી ચેમ્પિયનશીપ હાંસલ કરી હતી.
બે વર્ષ બાદ ફરી રણજી ટ્રોફીના ફાઇનલમાં સૌરાષ્ટ્ર અને કર્ણાટકની ટીમ આમને સામને ટકરાશે. સૌરાષ્ટ્રની ટીમનો ફાઇનલમાં પ્રવેશ થતાં બીસીસીઆઇ દ્વારા જયદેવ ઉનડકટને ઓસ્ટ્રેલીયા સામેની બીજી ટેસ્ટમાઁથી જયદેવ ઉનડકટને રીલીઝ કર્યા છે. આગામી 16 થી ર0 ફેબ્રુઆરી દરમિયાન કોલકતાના ઇડન ગાર્ડન ખાતે ફાઇનલ રમાશે.
સૌરાષ્ટ્રની ટીમ
- જયદેવ ઉનડકટ
- અર્પિત વસાવડા
- શેલ્ડન જેકશન
- હાર્દિક દેસાઇ
- ચિરાગ જાની
- ધર્મેન્દ્રસિંહ જાડેજા
- ચેતન સાકરિયા
- પ્રેરક માંકડ
- જય ગોહિલ
- વિશ્ર્વરાજસિંહ જાડેજા
- સ્નેહ પટેલ
- પાર્થ ભૂત
- યુવરાજસિંહ ડોડીયા
- સમર્થ વ્યાસ
- કુશંગ પટેલ
- દેવાંગ કરમટા
- નવનીત વોરા