દીપ જયોતિ નમોસ્તુતે
ચૈત્ર માસમાં દિવાળી જેવો માહોલ: નગરના ખુણે ખુણે દીવા ઝળહળ્યા: વડાપ્રધાનનો સંદેશ બન્યો અસરકારક: સામુહિક દીપ પ્રાગટય કરીને પ્રજાજનોએ પ્રતિકાત્મક સ્વરૂપે એકતાનું પ્રદર્શન કર્યુ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના સામેની સામુહિક લડતના પ્રતિક સ્વરુપે લોકોએ ઘર આંગણે દિવા પ્રગટાવ્યા હતા તો કેટલાક વિસ્તારોમાં ફટાકડા ફૂટયા હતા. આકાશમાં આતશબાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા. લોકોએ મોદીના સંદેશને ઉમળકાભેર વધાવી કોરોનાની લડતમાં સરકારને સમર્થન આપ્યું હતું.
પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઇ બારડ
અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ અને પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઇ બારડે પોતાના નિવાસ સ્થાને પરિવાર સાથે મીણબતી પ્રગટાવી વડાપ્રધાનને સમર્થન આપ્યું હતું અને જાહેરજનતાને સંદેશો આપ્યો હતો કે ટુંક સમયમાં આપણે અંધકારમાંથી પ્રકાશ તરફ જવાના છીએ, કોઇપણ નાગરીક એકલો નથી આજનું દીપ પ્રાગટયુ કોરોનાની જંગમાં આપણી એકતાનું પ્રતિક બન્યું છે.
જુનાગઢ
સોરઠવાસીઓએ મોદીજીના સૂચનને અક્ષરે અક્ષર અનુસરી ગત રાત્રીના લોકોએ નવ મિનીટ માટે ઘરની લાઈટ ઓફ કરી, ઘરના આંગણે, ટોડલે, અગાસી ઉપર, દીપ પ્રગટાવી, દીપ રંગોળી બનાવી તો કોઈએ ઘરમાં મીણબત્તી, પ્રગટાવી અને બાળકો તથા યુવાનોએ મોબાઈલની ફ્લેશ લાઈટ કે ટોર્ચ ચાલુ કરી, દિવાળી જેવું વાતાવરણ ખડું કરી દીધું હતું.
બીજી બાજુ ધર્મ નગરી જૂનાગઢમાં અક્ષર સ્વામી નારાયણ મંદિર, જૂના સ્વામી નારાયણ મંદિર, સહિત તમામ મંદિરોની સાથે ભવનાથ શ્રે ત્રમાં શેરાનાથનાપુ, ઇન્દ્રભારતી બાપુ, તનસુખગીરી બાપુ સહિતના સંતો, મહંતોએ પણ પોતાના આશ્રમો, મંદિરોમાં દીપ પ્રગટાવ્યા હતા.
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરના લીંબડી ગામે ચોરપાસેરી કડિયા મંદીર પાસે દૂધનો વ્યવસાય કરતા જયેશભાઇ પ્રજાપતિએ ઘરના આંગણે ૧૦૮ દિવા પ્રજવલીત કરી કોરોનાની લડતમાં વડાપ્રધાનને પોતાનું સમર્થન આપ્યું હતું.
રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા
રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ તેમના પરિવાર સાથે નવ દિવા પ્રગટાવી ભગવાનને પ્રાર્થના કરી હતી કે વિશ્ર્વ વ્યાપી મહામારીમાંથી ઉગરવા લોક કલ્યાણ કરો. આવી પ્રાર્થના કરી કોરોનાની લડતમાં સહભાગી હોવાનું સમર્થન આપ્યું હતું.
ઉના
વડાપ્રધાનની અપીલને ઉના શહેર વાસીઓએ લોકોએ બરોબર નવ વાગ્યે પોતાના ઘરની લાઇટો બંધ કરી અને દીવા અને ટોર્ચ પ્રજલિત કરી વધાવ્યું હતું. સાથે અમુક જગ્યાએ ફટાકડા ફોડી દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. અને એક અદભુત માહોલ સર્જાયો હતો આ તકે રાજ ગરબા ગ્રુપનાં લોકોએ પોતાના ઘરે દિવાળી જેમ દીપ પ્રગટાવી કોરોનાની જંગમાં સમર્થન આપ્યું હતુઁ.
બિલખા
બિલખામાં મોદીજીના આહવાને સમર્થન આપવા શેરી ગલીઓમાં લોકોએ દીવા પ્રગટાવ્યા હતા ઉપરાંત નાના બાળકોએ પણ મીણબત્તી પ્રગટાવી પોતાનું સમર્થન આપ્યું હતું.
માધવપુર ઘેડ
કોરોના વાઇરસના અંધકારને દૂર કરવા પોરબંદરના માધવપુરવાસીઓએ દિવડા પ્રગટાવી પ્રકાશની શકિતનો સામુહિક પરિચય આપ્યો હતો. યુવાનોએ મોબાઇલની ફલેશ લાઇટસ ચાલુ કરીને ભારત માત કી જય અને વંદેમાતરમ ના નારા લવાવ્યા હતા. તો કેટલાક વિસ્તારોમાં દીપ પ્રાગટયની સાથે ફટાકડા ફોડવામાં આવ્યા હતા. આમ સમગ્ર માધવપુર ઘેડ ગ્રામ્ય વિસ્તાર અને વાડી વિસ્તારોમાં લોકોએ બહોળે પ્રતિસાદ આપી કોરોનાની લડતમાં એકતાનો પરિચય કરાવ્યો હતો.
રાજુલા
રાજુલા બ્રહ્મસમાજ ના અગ્રણી અને વરિષ્ઠ પત્રકાર શિવુભાઇ રાજગોર પરિવાર સાથે દીપ પ્રગટાવીને કોરોનાન સામેની લડત ને સમર્થન આપ્યું હતું.
રાજુલા મુસ્લીમ સમાજના અગ્રણી રસુલ કુરેશી ઉપરાંત તેના પરિવાર સાથે મીણબત્તી પ્રગટાવીને સમર્થન આપ્યું હતું.
ભાટીયા
ભાટીયા સહીત સમગ્ર જામ કલ્યાણપુર તાલુકામાં પીએમના આહવાન પર દિપક, મીણબત્તી, ટોર્ચ, મોબાઇલ ફલેશ લાઇટ સહિત પ્રજાવલિત કરી કપરી પરિસ્થિતિમાં પ્રસંગ બનાવી દેશની એકતા અખંડતાનું ફરી વખત આર્દશ ઉદાહરણ આપ્યું છે.
ધુનડા
કોરોના વાઇરસ સામેની જંગમાં સહકાર આપવા અને વડાપ્રધાનની અપીલને સમર્થન આપતા ધુનડા (જામજોધપુર) ના સદગુરુ જેન્તીરામ બાપાએ દિપ જલાવી ભારતમાતા કી જવના શંખનાદ સાથે સમગ્ર વિશ્ર્વમાંથી કોરોના વાઇરસ નાબૂદ થાય તેવી પ્રાર્થના કરી હતી.
જામજોધપુર
કોરોના મહામારીની જંગમાં વડાપ્રધાનને સહકાર આપવા જામજોધપુરના વેપારી જયસુખભાઇ વડાલીયા, કોર્પોરેટર તારાબેન વડાલીયા, પ્રફુલભાઇ ભાલીડીયા, કોર્પોરેટર હેપ્પીબેન દ્વારા દીપ પ્રાગટય કરીને સમર્થન આપવામાં આવ્યું હતું. પરિવારના સભ્યો સામે ઘરના આંગણે દીપ જયોજ જલાવી ભારત માતાજી જયના નારાઓ લગાવ્યા હતા.
હળવદ
હળવદમાં રાત્રે ૯ કલાકે ૯ મિનીટ સુધી દીપ પ્રગટાવી દેશની મહાશકિતના પ્રકાશ પુંજને પ્રજવલિત કરતો ભારત દેશનો નકશો બનાવી નકશા પ્રમાણે દીપ પ્રજવલિત કરી અનેરું ઉદાહરણ પુરુ પાડયું હતું. તેમ જ હળવદની શેરીએ ગલીયે, સોસાયટીમાં લોકોએ પોતાના ઘરની બાલ્કનીમાં દીપ પ્રજવલિત કર્યા હતા.
કેશોદ
કેશોદમાં વડાપ્રધાનની અપીલને માન આપી લોકો ઘરોની લાઇટ બંધ કરી આંગણે તેમજ અગાસી ધાબા પર દીપ પ્રાગટય કર્યુ હતું.
કોરોના ભગાડવવા માટે વડાપ્રધાનની સુચનાનું પાલક કરી દિપાવલી પર્વ જેવો માહોલ લોકોએ બનાવ્યો હતો.
રાજકોટ
રાજકોટની સિવિલ હોસ્પિટલના તાત્કાલીક સારવાર વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ દિપ પ્રગાગટય કરીને કોરોનાની જંગલમાં લડવા સહકાર આપ્યો હતો.
ધોરાજી
ધોરાજીના નગરજનોએ નવ વાગ્યે નવ મીનીટે સુધી ઘરની લાઇટ બંધ કરી દીવા, ટોર્ચ, મીણબત્તી અને મોબાઇલની ફલેશ લાઇટથી મોદીજીના સંદેશાને સમર્થન આપ્યું હતું. સમગ્ર ધોરાજી પંથક દીવાના પ્રકાશમાં ઝળહળી રહ્યું હતું.