સૌરાષ્ટ્રના મુખમાર્ગો ઉપર વિશાળ શોભાયાત્રા નિકળી: સવારે મહાઆરતી – પૂજન – યજ્ઞ- બપોરે મહાપ્રસાદ અને સાંજે ભજન કિર્તન સંતવાણી લોકસંગીતના કાર્યક્રમો યોજાયા

રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં ગઇકાલે મર્યાદા પુ‚ષોતમ ભગવાન શ્રી રામ ભગવાનના જન્મના ઠેર ઠેર વધામણા કરાયા હતા. સૌરાષ્ટ્રના મુખ માર્ગો ઉપર વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જુદા જુદા શહેરોના રામ મંદીરોમાં ગઇકાલે સવારથી જ પુજા- અર્ચના, યજ્ઞ, મહાઆરતી સહીતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. બપોરે મહાપ્રસાદ અને સાંજે ભજન કિર્તન તેમજ લોકસંગીત ડાયરાની રમઝટ બોલી હતી. સૌરાષ્ટ્રભરમાં આસ્થાનો ભગવાન રામના જન્મના વધામણા કરાયા હતા.

ઉના

મર્યાદા પુ‚ષોતમ ભગવાન રામજી જન્મ જયંતિ ભવ્ય રીતે ઉજવાઇ હતી ઉનામાં આવેલ પૌરાણીક રામજી મંદીરે રામલ્લાનો જન્મ ઉત્સવ બપોરે મહંતશ્રી કિશનદાસબાપુએ ઉજવ્યો ત્યારબાદ આરતી યોજાઇ હતી. સાંજે  ૪ કલાકે રામજી મંદીરથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ મહંત

કીશનબાપુએ કરાવ્યો હતો. જેમાં રામ ભગવાનના ફલોટસ દેશની આઝાદી માટે શહીદ થયેલ ભગતસિંહ, સુખરામ તથા ચંદ્રશેખર આઝાદના પાત્રો યુવાને ભજવી જેલમાં ફાંસી આપતો ફલોટસ આકર્ષણ રુપ બન્યો હતો.

આ શોભાયાત્રામાં ઉના ચેમ્બર પ્રમુખ પરષોતમભાઇ ઠુંમર, હરકીશનભાઇ શાહ, જીતુભાઇ શેઠ, નગરસેવક વિજયભાઇ જોશી, દોમડીયાભાઇ, મયંકભાઇ જોશી સહીત મોટી સંખ્યામાં રામભકતો કેસરી ધજા સાથે જયશ્રીરામ ગૌરક્ષા સનાતન ધર્મના સુત્રોચારો સાથે શહેરના વિવિધ માર્ગે

ફરી સાંજે ૮ કલાકે રામજીમંદીરે પૂર્ણ થઇ હતી. અને શોભાયાત્રામાં પોલીસે સુંદર બંદોબસ્ત ગોઠવેલ હતો. શોભાયાત્રાનું વિવિધ સંસ્થાઓ દ્વારા ઠંડા પીણા, સરબતથી સ્વાગત કરાયું હતું.

દ્વારકા

શ્રીકૃષ્ણ ભગવાનની કર્મભૂમિ દ્વારકામાં આવેલ દ્વારકાધીશ જગતધીશ જગત મંદીરમાં હિન્દુ ધર્મના તમામ મુખ્ય તહેવારોની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવે છે. ધાર્મિક નગરી હોય શહેરમાં આવેલા અખંડ રામધૂન મંદીર, ત્રણબતી ચોકના રામમંદીર, ભથાણ ચોક શ્રીરામ મંદીર, સિઘ્ધનાથ ચોકમાં શ્રી રામ મંદીર સહીતના રામ મદીરોમાં ઉત્સ્વ નિમિતેથી વિશેષ આરતી સાથે રામજન્મની ઉજવણી કરાઇ હતી. જેમાં સ્થાનીકોએ તેમજ બહારગામના શ્રઘ્ધાળુઓએ વિશેષ લાભ લીધો હતો.

દ્વારકાધીશ જગતમંદીરમાં મર્યાદા પુ‚ષોતમ ભગવાન શ્રીરામનો જન્મોત્સવની વિશેષ ઉજવણી ‚પે ધાર્મિક રસમ શોડષોપચાર વિધીથી મંત્રોચ્ચાર સાથે અભિષેક પૂજન કરી કાળિયા ઠાકોરને શ્રીરામના રાજવી તરીકેના વિશિષ્ટ શૃંગાર મનોરથ યોજી શ્રીરામના જન્મના સમયે બપોરે ૧૨ વાગ્યે વિશેષ ઉત્સવ આરતી યોજેલ જેનો પણ બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.

દામનગર

રામનવમી રયાત્રા અદમ્ય ઉત્સાહ ી એક કી મી કરતા વધુ લંબાઈ ધરાવતી રયાત્રા દામનગર શહેર સંયમભુ બંધ યુવાનો દ્વારા તરકબો ધ્યાનાકર્ષક તલવાર બાજી રામજીમંદિર ી બપોર ના ચાર કલાકે નીકળી શહેર ભર ના મુખ્ય માર્ગો પર ઈ ઠેર ઠેર રયાત્રી ઓ માટે શરબત સ્ટોલ મુસ્લિમ સમાજ દાઉદી વ્હોરા સમાજ ની કાબિલે દાદ સેવા રયાત્રા નુ મુસ્લિમો દ્વારા દર્શન સ્વાગત અનેકો વેશભૂષા ી સજ્જ યુવકો સાફા અને તલવાર ના તરક્બ ી આફ્રીન જય જય શ્રી રામ ના નાદ ી વાતાવરણ ધર્મમય સાધુસંતો ની ઉપસ્િિત તમામ ધર્મ સઁપ્રદાય રામમય વિશ્વ હિન્દૂ પરીષદ અને સમસ્ત દામનગર શહેર આયોજિત ભવ્યાતી ભવ્ય રયાત્રા સ્વયંમ સેવકો ની બેનમૂન સેવા પુરા હર્ષ ઉલ્લાસ ી રામલ્લા ની જન્મ જયતિ ઉજવાય સુશોભીત વાહનો અને ધજા પતાકા ી દામનગર શહેર ને સુશોભન ૫/૪/૨૦૧૭ રયાત્રા રૂટ પર શરબત ઠડા પીણાં ના સ્ટોલ ખૂબ મોટી સંખ્યા માં ભાવિકો ની હાજરી દરેક રાજકીય પક્ષો અને સ્વૈચ્છિક સંસ ઓ ના અગ્રણી વેપારી ઓ ની બહોળી હાજરી રહી હતી.

લાલપુર

લાલપુર ઉત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન રામજન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા સવારે ૮ વાગ્યે, પટેલ સમાજેી બેન્ડવાજા અને વિવિધ ગાડીઓમાં શણગારેલા ફલોટ સો ગામની જુની બજાર, મેઈનબજાર, શાકમાર્કેટ, ચારાંભલા, પારેખબાગ, સહકારપાર્ક સોસાયટી રોડ,  બસ સ્ટેન્ડ રોડ, ઈ અને બપોરે ૧૨ વાગ્યે શ્રીરામચંદ્ર મંદિરે પહોંચી સમૂહ આરતીનો કાર્યક્રમ યોજાયો. આરતી બાદ પ્રસાદી અને શોભાયાત્રા માટે ભારે ઉત્સાહ જોવા મળી હતી તેમજ શોભાયાત્રા દરમ્યાન ભક્તો દ્વારા અલગ અલગ જગ્યાએ મંડપો બાંધી શોભાયાત્રામાં  જોડાયેલા ભક્તો ને પ્રસાદી પ્રહાર કરવામાં આવી રહી હતી.

રાવલ

રાવલમાં વિશ્ર્વ હીન્દુ પરીષઁદ દ્વારા દર વષઁની જેમ આ વષેઁ પણ ભગવાન શ્રીરામના જન્મોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.તેમજ આજરોજ લોહાણા મહાજનની પરંપરા મુજબ સમુહનાતનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતુ.

ચૈત્ર સુદ નોમ  ભગવાન રામચંદ્રનો પ્રાગટય દીવસ ગણવામાં આવતો હોવાી ધામીઁક વાતાવરણમાં ભકતોએ હષઁભેર ઉજવણી કરી હતી રાવલના વિવિધ દેવાલયોમાં ભગવાન શ્રીરામચંદ્ર ના અવતરણના વધામણા યા હતા,પંજરીનૌ પ્રસાદ વહેચ્યો હતો સો રાજમાગોઁ પર રામજીની રામસવારીનું આયોજન કરાયુ હતુ તેમાં મહાપરીષઁદના રમેશભાઇ દેત્રોજા નાગાજી ઓડેદરા યોગેશભાઇ જોષી નીતીનભાઈ કોટેચા દ્વારકેશભાઈ ાનકી કેતનભાઇ બુધ્ધભટ્ટી પ્રવિણસિંહ જાડેજા

દીલીપસીંહ ગોહીલ વગેરે શ્રેષ્ઠીઔ, રામભકતો અને નવ યુવાનો જોડાય અને ધન્યતા અનુભવી હતી.

કેશોદ

કેશોદ સોરઠીયા શ્રી ગૌડ માળવીય બ્રહ્મસમાજની મહિલા પાંખની બહેનો દ્વારા સમાજની વાડી ખાતે રામનવમી પ્રસંગે અને નવરાત્રીના છેલ્લા દિવસે ચૈત્રી નવરાત્રીનાં ઉજવણીના ભાગ‚પે માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવેલ હતુ.

ચૈત્રી નવરાત્રીનો છેલ્લો દિવસ તેમજ રામ નવમીની ભકિતમય વાતાવરણ વચ્ચે ઉજવણી થાય તે માટે ગૌડ જ્ઞાતિના મહિલા મંડળની બહેનો દ્વારા માતાજીના પ્રાચીન બેઠા ગરબાનું આયોજન કરતા બહેનોના આ કાર્યને સમાજના લોકોએ આવકારેલ હતુ.

ધોરાજી

ધોરાજી માં રામનવમી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં રામજી મંદિરે ભક્તો ની ભારે ભીડ જોવાં મળી હતી

ભગવાન રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ગણાય છે, જ્યારે  કૃષ્ણચંદ્રજી પૂર્ણ પુરુષોત્તમ ગણાય છે. રામનો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ યો હતો તેી રામનવમીનું માહાત્મ્ય અનેરું, અનોખું અને અદ્વિતીય છે. રામ નવમી એટલે ભગવાન શ્રીરામના પ્રાદુર્ભાવનો પવિત્ર દિવસ.

આ રામ નવમી વ્રતના પ્રારંભે ભાવિક ભક્તો, ઉપાષકો, આરાધકો અને રામાયણના પ્રખર અભ્યાસીઓ શ્રીરામ નામ જપ, રામ નામની માળા, રામ નામનું લેખન, રામનુંભજન-કીર્તન, રામચરિત માનસ – રામાયણનું વાચન, રામ પંચાયતન (રામ, લક્ષ્મણ, સીતા, ભરતજી, શત્રુઘ્ન અને હનુમાનજી) નું અર્ચન-પૂજન, ધૂપ-દીપ અને નૈવેદ્ય સમર્પણ વ્રત ચૈત્ર સુદ નોમના તોજ ભક્તિભાવી કરે છે ધોરાજી માં પણ રામ મંદિર માં રામનવમી નિમિતે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં વહેલી સવાર ી રામ મંદિરે ભારે ભક્તો ભીડ જોવા મળી હતી બપોરે મહાઆરતી કરી જેમાં ધોરાજી તા આજુબાજુ વિસ્તાર નો લોકો એ દર્શન નો લાભ લીધો હતો રામચંદ્ર મંડળ દ્વારા રામનું ભજન-કીર્તન, રામચરિત માનસ કરવામાં આવ્યું હતું અને સાંજે કેઓ શાહ કોલેજ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું.

જસદણ

જસદણ વિંછીયા પંથકમાં રામનવમી તહેવારની ઉજવણી જીજાનથી ઠેર-ઠેર કરવામાં આવી ત્યારે શહેરના મોક્ષધામમાં બહેનોએ પણ રામધુન બોલાવી એક ખરા અર્થમાં પૂણ્યનું ભાથુ બાંઘ્યું હતું.

માણાવદર

વિશ્ર્વ હિન્દુ પરિષદ આયોજીત માણાવદરમાં શ્રી રામ જન્મોત્સવ નિમિતે ઐતિહાસીક શોભાયાત્રા નીકળી હતી ૨૦ હજારથી વધુ નગરજનો આ શોભા યાત્રામાં જોડાયા હતા માણાવદરનાં જવાહર રોડ ઉપર આવલે રામમંદિરે ભગવાન રામચંદ્રજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

માણાવદરનાં જવાહર રોડ ઉપર આવેલ રામમંદિરેથી બપોરે ૫ વાગ્યે શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો જે શોભાયાત્રા માણાવદરનાં રાજમાર્ગો પર ફરી હતી આ શોભાયાત્રામાં જુદા જુદા ૨૦ ફલોટસ હતા.

આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં પૌરાણીક તથા સામાજીક વિષયો ઉપરની ઝાંખીઓ નિહાળવા મળી હતી.

કુંકાવાવ

કુંકાવાવમાં રામનવમી ભગવાન રામના જન્મદિનની હર્ષોલ્લાસથી ભાવસભર ઉજવણી કરવામાં આવી. કુંકાવાવમાં બે સપ્તાહ પારાયણ પણ ચાલી રહેલ છે. તેમા પણ રામજી મંદિર, ગોકળબાપાની જગ્યા, ખાખીબાપુની જગ્યા, સાકરીયા હનુમાનજી મંદિરના મહંત વામનદાસબાપુ ગોંડલિયાના નિજગૃહે પણ રામનવમી ઉજવવામાં આવી હતી. તો કુંકાવાવમાં અમુક લોકોએ રામજન્મની ખુશીમાં પોતે કલાત્મક રંગોળી પુરી દિવડા પ્રગટાવ્યા હતા. પંજરીનો પ્રસાદ આરોગી ધન્યતા અનુભવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.