252 રનના લક્ષ્યાંક સામે પંજાબની ટીમ 180 રનમાં ઓલ આઉટ: શાનદાર ઓલ રાઉન્ડ પ્રદર્શન કરનાર પાર્થ ભૂતને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો

રણજી ટ્રોફીના ક્વાર્ટર ફાઇનલ મેચમાં ઘરઆંગણે પંજાબને કારમો પરાજય આપી ગત વર્ષની ચેમ્પિયન સૌરાષ્ટ્રની ટીમે સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.હવે સેમિફાઇનલમાં સૌરાષ્ટ્રનો મુકાબલો કર્ણાટક સામે થશે.પાર્થ ભૂતે શાનદાર ઓલરાઉન્ડ દેખાવ કરતા તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીમાં પણ સૌરાષ્ટ્રની ટીમે એક ટીમ વર્ક તરીકે શાનદાર ક્રિકેટ રમી રણજી ટ્રોફીના સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે રમાય રહેલા રણજી ટ્રોફીના ક્વાર્ટર ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રના સુકાની અર્પિત વસાવડાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાર્થ ભૂતની શાનદાર સદીની મદદથી સૌરાષ્ટ્ર પ્રથમ દાવમાં 303 રનનો હુમલો ખડક્યો હતો.જેના જવાબમાં પંજાબની ટીમે પોતાના બંને અપનારોની આક્રમક સદીની મદદથી પ્રથમ દાવમાં 431 રન બનાવ્યા હતા.

સૌરાષ્ટ્ર પર 128 રનની લીડ ચડાવી હતી બીજા દાવમાં સૌરાષ્ટ્રની ટીમે પંજાબના બોલરોને બરાબરની ટક્કર આપી હતી. કેપ્ટન અર્પિત વસાવડા,ચિરાગ જાની, પ્રેરક માકડ અને પાર્થ ભૂત ની અડધી સદીની મદદથી સૌરાષ્ટ્ર બીજા દાવમાં  379 રનનો જુમલો ખડકી પંજાબની ટીમને જીત માટે 252 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.ગઈકાલે ચોથા દિવસની રમતના અંતે પંજાબી બે વિકેટના ભોગે 52 રન બનાવી લીધા હતાઆજે છેલ્લા દિવસે મેચ રોમાંચક બની હતી સૌરાષ્ટ્રને જીત માટે આઠ વિકેટની જરૂરિયાત હતી તો સામે પંજાબને 200 રન બનાવવાની આવશ્યકતા હતી.

અત્યાર સુધી રણજી ટ્રોફીમાં અજેય રહેનારી પંજાબની ટીમ ક્વાર્ટર ફાઇનલમાં સૌરાષ્ટ્રને પરાજય આપી સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવી લેશે તેવું લાગી રહ્યું હતું.પરંતુ સૌરાષ્ટ્રના બોલરો સામે પંજાબના બેટ્સમેનો રીતસર ઘૂંટણીયે પડી ગયા હતા. ઘર આંગણે પંજાબને 71 રને હરાવી સૌરાષ્ટ્રએ સતત બીજી વખત રણજી ટ્રોફીના સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. સેમિફાઇનલમાં સૌરાષ્ટ્રનો જંગ કર્ણાટક સામે સામે થશે.રણજી ટ્રોફીના સેમી ફાઇનલમાં સૌરાષ્ટ્ર કર્ણાટક મધ્ય પ્રદેશ અને બેંગાળની ટીમને પ્રવેશ થયો છે.પ્રથમ દાવમાં સદી,બીજા દાવમાં અડધી સદી જ્યારે મેચ દરમિયાન આઠ વિકેટો ઝડપના પાર્થ ભૂતને મેંન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.