ઉચ્ચ બૌઘ્ધિકોના સંમેલનમાં પ્રિન્સીપાલો, પ્રાઘ્યાપક, અગ્રણીઓ સિન્ડીકેટ સભ્યો, શાળા-કોલેજના સંચાલકો વગેરે ઉપસ્થિત રહ્યા
રાજયના વરિષ્ઠ પૂર્વ કુલપતિ ઉપકુલપતિઓની ઉ૫સ્થિતિમાં સૌરાષ્ટ્રભરના શિક્ષણવિદો ભરચકક હાજરીમાં આયોજીત ઉચ્ચ બોઘ્ધિકોના સંમેલનમાં નાગરીકતા સંશોધન કાનુનને શિક્ષણવિદ્દોએ જબ્બર સમર્થન આપ્યું છે.
નાગરીકતા સંશોધન કાનુન ૨૦૧૯ સંદર્ભે તલસ્પર્શી અને વિશદ છણાવટ બાદ આ કાનુનને દેશનાં હિતમાં ગણાવી જબ્બર સમર્થન આપવા સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો હતો.
સૌરાષ્ટ્ર અને ટીચર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. કમલેશ જોશીપુરા, આયુર્વેદીક યુનિવર્સિટીના ડો. સંજીવ ઓઝા, ડો. મહેન્દ્ર પાડલીયા (સૌરાષ્ટ્ર અને ગોવિંદગુરુ યુનિ.) ડો. જતીન સોની (સ્પોર્ટસ યુનિ.):, ડો. શશીરંજન યાદવ (કચ્છ અને ટીચર યુનિ.) ડો. સી.બી. જાડેજા (કચ્છ), ડો. કાંતિભાઇ ગૌર (કચ્છ) ડો. કલ્પક ત્રિવેદી (પૂર્વ ઉપકુલપતિ-સૌરાષ્ટ્ર યુનિ.) ડો. નિલાંબરીબેન દવે (પૂર્વ કાર્યકારી કુલપતિ) તેમજ આર.કે. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ઉ૫સ્થિત રહેલ. આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વરિષ્ઠ સીડીકેટ સભ્ય ડો. નેહલ શુકલ, મહુલભાઇ રુપાણી, રાષ્ટ્રીય શૈક્ષીક સંઘના પ્રમુખ ડો. કમલભાઇ મહેતા, મહામંત્રી ભરત રામાનુજ, પ્રો. રવિસિંહ ઝાલા, ડો. ગીરીશ ભીમાણી, વિમલભાઇ પરમાર (સીડીકેટ સભ્ય- પ્રિન્સીપાલ) જામનગર, ડો. અનિરુઘ્ધસિંહ પઢીયાર (સુ.નગર) પ્રિન્સીપાલ અગ્રણી રાજેશ કાલરીયા, ડો. વિશાલ જોશી (જુનાગઢ) ડો. ચંદ્રવાડીયા (અમરેલી) નરસિંહ મહેતા યુનિ. ના ચંદ્રેશ હેરમા સહીત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી અગ્રણી પ્રિન્સીપાલો, પ્રાઘ્યાપક અગ્રણીઓ, સીડીકેટ સભ્યો, કોલેજ સંચાલકો, શાળા સંચાલકો, અગ્રણી શિક્ષણવિદો ઉ૫સ્થિત રહેલ. બંધારણના અભ્યાસુ અને પૂર્વ વરિષ્ટ કુલપતિ ડો. કમલેશ જોષીપુરાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે સમગ્ર પશ્ર્ચિમ ભારતમાં પ્રથમ એવું આ શૈક્ષણીક સંમેલન નાગરીકતા સંશોધન કાનુને જબરદસ્ત સમર્થન આણે છે અને આજે અહિં દસ થી વધારે પૂર્વ કુલપતિઓ અને ઉપ કુલપતિઓ ઉ૫સ્થિત રહેલ છે. તે ઉપરાંત ૧પ૦ થી વધારે શિક્ષણ સંમેલન આયોજીત કરવામાં આવશે.
પ્રારંભે વરિષ્ઠ સીડીકેટ સભ્ય નેહલ શુકલએ શૈક્ષણિક સંમેલનની ભુમિકા આપતા જણાવ્યું હતું કે આજનું સંમેલન નાગરીકતા કાયદાને રાજયમાં મકકમ રીતે અમલ કરવાની મુખ્યમંત્રી વિજયભાઇ પાણીની જાહેરાતને વધાવીલે છે.
રાષ્ટ્રીય શૈક્ષીક સંઘના મહામંત્રી ભરતભાઇ રામાનુજે રાજયનાં કુલપતિ કક્ષાનાં અગ્રણીઓ અને શિક્ષણ વિદોનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે આજે ઉચ્ચ બૌઘ્ધિકોનું આ સંમેલન મકકમ રીતે નાગરીકતા કાનુનને સમર્થન આપે છે અને હવે પછી દરેક કોલેજોમાં પ્રાઘ્યાપકો દ્વારા વ્યાપક સમર્થન અભિયાન ચલાવવામાં આવશે.
શૈક્ષણિક સમારોહમાં કરાયેલ ઠરાવ મુજબ સૌરાષ્ટ્રનાં શિક્ષણવિદો નાગરીકતા સંશોધન કાયદાને સમર્થન આપે છે., નાગરીકતા સંશોધન કાયદા અંગે સમાજનાં પ્રત્યેક વર્ગમાં સાચી સમજ અને જાગૃતિ આપવા યુવા શકિતનાં માઘ્યમથી વ્યાપક જાગૃતિ આપવામાં આવશે. આજના સંમેલન પછી વિવિધ જીલ્લામાં શૈક્ષણીક આયોજીત કરાશે જેમાં દરેક જીલ્લામાં કુલપતિ ઉપકુલપતિ કક્ષાનાં અગ્રણી જશે.
ગુજરાતમાં નાગરીકતા કાનુનનાં મકકમ અમલીકરણ માટે મુખ્યમંત્રી વિજયભાઇ પાણીએ કરેલી જાહેરાતને આજનું શૈક્ષણીક સંમેલન આવકારે છે. આ પ્રસંગે પ્રિ. નંદાણીયા, પ્રિ. સવસાણી, પ્રિ. કાલાવડીયા, પ્રિ. પ્રફુલ પટેલ, પ્રિ. ગરમોરા, પ્રિ. ગણાત્રા, પ્રિ.ઝાલા, પ્રિ. ચુડાસમા, પ્રિ. ફાલ્ગુની શાસ્ત્રી, પ્રિ.સખીયા, પ્રિ. ડોબરીયા, પ્રિ. નયનાબેન, પ્રિ. કાનાણી, પ્રિ. બાબુને ધકાણ, પ્રિ. વિજયભાઇ ભટાસણા, પ્રો. રાજુભાઇ દવે, પ્રો. નિકેશભાઇ શાહ, પ્રો. ચંદ્રાવાડીયા પ્રો. ભરતભાઇ ખેર, જુનાગઢથી બલરામભાઇ ચાવડા, સુરેન્દ્રનગરથી પ્રિ. વજાણી જેતપુરથી પ્રો. દુબે ઉ૫સ્થિત રહેલ.