સાઉદીએ ઇમરાનને અમેરિકા જવા આપેલું ખાનગી જેટ પ્લેન પાછું બોલાવી લીધાની પાકિસ્તાનના સાપ્તાહિક અખબારે પોલ ખોલી
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની તળીયે ગયેલી શાખને વધુ એક મોટો ધકકો પહોચે તેવી એક ઘટના જાહેર થઇ છે. જેમાં પાકિસ્તાનના જ એક સાપ્તાહિક અખબારમાં પ્રસિઘ્ધ થયેલી વિગતોમાં અમેરિકાના પ્રવાસે ગયેલા પાક વડાપ્રધાન ઇમરાનખાનને અધવચ્ચેથી જ લટકાવીને સાઉદીના પાટવી કુંવરે ઇમરાનખાનને આપેલું જેટ વિમાન પાછું મંગાવી લેતા ઇમરાનખાનને ભાડે વિમાન કરીને પર આવવું પડયું હતું. સાઉદીના પાટવીકુંવર મોહમ્મદબીન સલમાન અમેરિકા ગયેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની કેટલીક હરકતોથી નારાજ થઇને પાકિસ્તાનના પ્રતિનિધિઓની કેટલીક અવ્યવસ્થા અને હરકતોને કારણે મોહમ્મદબીન સલમાને ઇમરાન ખાનની અમેરીકાની યાત્રા માટે આપેલું પ્રાઇવેટ જેટ પાછુ મંગાવી લીધું હોવાની વિગતો બહાર આવી છે. સંયુકત રાષ્ટ્રસંધની ૭૪મી સામાન્ય સભામાં ન્યુર્યોની મુલાકાત ગયા મહીને જવા માટે સોહ. બીન સલમાને ઇમરાનખાનને પોતાનું પ્રાઇવેટ જેટ આપ્યું હતું. ઇમરાન પણ ન્યુયોક જતાં પહેલા મોહમ્મદ બીન સલમાનને મળવા માટે ગયા હતા અને ત્યાંથી અમેરિકા ગયા હતા.
અમેરિકાના પ્રવાસે ગયેલા ઇમરાન ખાનને આપેલા પ્રાઇવેટ જેટમાં કોઇ ટેકનીકલ ખામી સર્જાતા ઇમરાનખાન ન્યુયોકથી ઇસ્લામાબાદ આવવા માટે અન્ય વિમાનનો ઉપયોગ કર્યો હતો. સાઉદીના પ્રાઇવેટ જેટ ખોટવાઇ જતા ઇમરાનખાન અને તેમની ટીમ ન્યુયોકથી ભાડુતી કોર્મશીયલ ફલાઇટમાં પાકિસ્તાન આવવાની ફરજ પડી હોવાની વિગતો પાક સત્તાધિકારોએ જાહેર કરી હતી. જો કે, આ સમગ્ર ધટના અંગે પાકિસ્તાનના સપ્તાહિત અખબાર ફ્રાઇડ ટાઇમ્સમાં એવો ધટસ્ફોટ કરવામાં આવ્યો હતો કે સાઉદીના પાટવીએ ઇમરાનખાનની કેટલીક હરકતોથી નારાજ થઇને પોતાનું વિમાન પાછુ બોલાવી લીધું હતુ. ન્યુયોકમાં પાક વડાપ્રધાનની ‘વાયડાઇ ’ કેટલીક અનઅપેક્ષિત હરકતોને કારણે મોહમ્મદ બિન સલમાન નારાજ થયા હતા. તૈયબ અણેજન અને મહાતીર મોહમ્મ્દ નામના ઇમરાનખાનના બે રાજદ્વારી પ્રતિનિધિઓએ કોઇપણ જાતની આગળની પૂર્વ મંજુરી વગર ઇરાનના પ્રતિનિધિઓ સાથે મંત્રણા કરી હતી. આ કારણે કદાચ મો. બીન સલમાન નારાજ થયા હશે અને ઇમરાનખાનને અધવચ્ચે લટકાવીને પોતાનું વિમાન પાછુ બોલાવી લીધું હોવાનું પત્રકાર નિઝામશેઠ્ઠીએ ધ ફ્રાઇડે ટાઇમ્સના તંત્રી લેખમાં ધટસ્ફોટ કર્યો હતો.
રવિવારે જ સરકારી પ્રવકતાએ આ અહેવાલ સંપૂર્ણ પણે ખોટા ઉપજાવી કાઢેલ અને બેબુનિયાદ હોવાનું જણાવ્યું હતું આ અહેવાલમાં એવાો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ઇમરાનખાનની અમેરિકા ની આ યાત્રા સંપૂર્ણપણે ફલોપ અને અનિઇચ્છનીય પરિણામો આપનારી બની રહી હોવાનું લેખાવાય રહ્યું છે.
ઇમરાનખાનની ન્યુયોર્કની આ યાત્રા દરમિયાન પાકિસ્તાનના નેતાઓ તુર્કિ- મલેશીયાના રાજદ્વારી નેતાઓ સાથે મળ્યા હતા. અને બીબીસી જેવી અંગ્રેજી ટેલીવીઝન ચેનલ લોન્ચ કરવા અંગેની ચર્ચા કરી હતી. જે ચેનલમાં મુસ્લિમ જગતની સ્થિતિને ઉજાગર કરી પશ્ર્ચિમમાં ઇસ્લામિફોબિયા સામે લડત કરવાની ચર્ચા થઇ હતી.
અમે એવું સાંભળીયે છીએ કે વિશ્ર્વમાં મુસ્લિમો અને ઇસ્લામ અંગે ભ્રામક પ્રચાર ફેલાવવામાં આવે છે અને મુસ્લીમોને આતંકવાદીઓનું લેબલ લગાડી દેવામાં આવ્યું છે. અમે સત્યને ઉજાગર કરી વિશ્ર્વને ઇસ્લામ અંગે ની હકિકતથી ઉજાગર કરવા અને સત્ય અંગે એ વાત સમજાવવા ઇસ્લામ કયારેય હિંસામાં માનતું નથી. ઇસ્લામ અંગેની ગેરમાન્યતા દુર કરવા માટે પ્રયત્ન કરવા જરુરી હોવાનું મલેશીયાના વડાપ્રધાને ટવીટ કરીને જણાવ્યું હતું કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને ઇરાનની, મડાગાંઠા ઉકેલવા મઘ્યસ્થી બની આખાતમાં તંગદીલી ધટાડવા જણાવ્યું હતું. પોતે ટ્રમ્પ અને ઇરાનના પ્રમુખ હસન રૂહાનીને ન્યુનોની બેઠક પૂર્વ મળ્યા હતા. ત્યાર પછી તે મોહમ્મદ બિન સલામનને મળ્યા હતા તેમણે પણ આજ વાતની ચર્ચા કરી હતી. ધ ફ્રાઇડે ટાઇમ્સમાં સાઉદીના કુંવરે નારાજ થઇને વિમાન પાછું બોલાવી લેવાના અહેવાલોને પાકિસ્તાન સરકારે પાયા વિહોણા અને બે બુનિયાદ ઉપજાવી કાઢેલી હકિકત ગણાવીને તુર્કી અને મલેશીયાના નેતાઓની બેઠકના અહેવાલો ઉભા કરવામાં આવ્યા છે. સરકારના પ્રવકતાએ એવો દાવો કરવામાં આવ્યા છે. કે અત્યારે ઇસ્લામાબાદ અને રિયાધ વચ્ચે ખુબ જ મૈત્રી શત્રુ લોકો આવા ઉપજાવી કાઢેલા સમાચારો ફેલાવીને વિકત આનંદ અને સામાજીક આરાજકતા ફેલાવવાના બાલીશ પ્રયત્નો કરી રહ્યા છે. ઇમરાનખાને અધવચ્ચેથી જ લટકાવી દઇને સાઉદીએ પોતાનું વિમાન પાછુ બોલાવી લીધાની ઘટનામાં ખરેખર વિમાનમાં ટેકનીકલ ફોલ્ટ આવતા પાકિસ્તાનની ટીમ કોર્મશીયલ ફલાઇટમાં સ્વદેશ પરત ફરી હતી.
તાલિબાનોએ બંધક બનાવેલા ત્રણ ભારતીય ઇજનેરોને મુક્ત કરાયા
અફધાનિસ્તાનના તાલીબાનોએ એક વર્ષ પહેલા બંધક બનાવેલા ત્રણ ભારતીયોની મુકિતના અહેવાલો પ્રાપ્ત થયા છે. તાલીબાનોએ એક વર્ષ પહેલા પોતાના ૧૧ સાથીદારોની મુકિતની માંગ સાથે ત્રણ ભારતીય ઇજનેરોને બંધક બનાવ્યા હતા. ભારતના ત્રણ ઇજનેરોની મુકિત માટે ચાલતી લાંબા સમયની વાટાધાટોને રવિવારે સફળતા મળી હોય તેમ અમેરિકા સાશિત અફઘાનિસ્તાનની જેલમાંથી તાલીબાનોના ૧૧ જેટલા બંધક નેતાઓને છોડવામાં આવ્યા બાદ ભારતના બનાવાયેલા સાત ઇજનેરોના ગ્રુપમાંથી ત્રણની મુકિત થઇ હતી. તાલીબાઓનું અગાઉ કયારેય ભારતીય ઇજનેરોના અપહરણની જવાબદારી સ્વીકારી ન હતી. તેમ છતાં રવિવારે આ સફળતા પ્રાપ્ત થઇ હતી મુકત કરવામાં આવેલા તાલીબાનોના સભ્યો શેખ અબ્દુલ રહિમ અને મૌલવી રશિદ કે જે કુરનાર અને નિમરોજના ગર્વનર ગણવામાં આવે છે. અજજુર રહેમાન કે જે અહેસાનું લ્લાહ તરીકે ઓળખાય છે કે જે તાલીબાનના ઉપપ્રમુખ સિરાજુદ્દીન અફઘાનિનો ભાણેજ છે. અફઘાનિસ્તાનમાં કામ માટે ગયેલા ઝારખંડના સાત ઇજનેરોને બંધક બનાવાયા હતા. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પોતાનું વલણ બદલતા તાલીબાનો એ કેટલાક ઉદારવાદી અભિગમના નિર્દેશ આપ્યા હતા. તાલીબાનના પ્રતિનિધિઓએ સોશ્યલ મીડીયા પર પોતાના નેતા અંગે ફોટા સહીત અપલોડ કર્યા હતા જે ત્રણ ભારતીય ઇજનેરોની મુકિત કરવામાં આવી છે તેના નામ હજુ બહાર આવ્યા નથી. વર્ષ ૨૦૧૮માં સાત ભારતીયોનું અપહરણ કરી લેવાયું હતું રવિાવરે ત્રણ ઇજનેરોની મુકિત થયાના અહેવાલો પ્રસારિત થયા હતા. હજુ ચાર ભારતીય ઇજનેરોને કોઇ પત્તો નથી.