સાઉદી અરબમાં હવે મહિલાઓ પણ રસ્તાઓ પર ગાડી ચલાવી શકશે. લોકલ મીડિયાના જણાવ્યા પ્રમાણે સાઉદી અરબ કિંગ સલમાને આ વિશે ઐતિહાસીક નિર્ણય જાહેર કર્યો છે. તેમાં મહિલાઓને ડ્રાઈવિંગ લાઈસન્સ આપવાની મંજૂરી આપવામાં આવી છે.
પ્રતિબંધ લગાવનાર એકલો દેશ હતો સાઉદી
– સાઉદી અરબના સરકારી અલ-અરબિયા ન્યૂઝ ચેનલના રિપોર્ટ પ્રમાણે કિંગ સલમાન હિન અબ્દુલ અઝીઝ અલ સૌદે આ ઐતિહાસિકન નિર્ણય જાહેર કર્યો છે. તે સિવાય ફોરેન મિનિસ્ટ્રીના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર પણ આ વિશે જાહેરાત કરવામાં આવી છે. ટ્વિટમાં લખ્યું છે કે, સાઉદી અરબ હવે મહિલાઓને ગાડી ચલાવવાની મંજૂરી આપે છે.
પ્રતિબંધ લગાવનાર એખ માત્ર દેશ સાઉદી હતો
– અત્યાર સુધી સાઉદી અરબ દુનિયાનો એક માત્ર એવો દેશ હતો જ્યાં મહિલાઓને ડ્રાઈવિંગનો અધિકાર આપવામાં આવ્યો નહતો. હવે કિંગ સલમાનના આ નિર્ણયના સમગ્ર દુનિયામાં વખાણ થઈ રહ્યા છે.
કિમટી આપશે નિર્ણય પર સૂચન
– જોકે આ નિર્ણય લાગુ કરવામાં થોડો સમય લાગશે કારણકે કિંગે તેમના આદેશમાં આ નિર્ણયને લાગુ કરવા માટે કમિટી બનાવવાનો પણ આદેશ આપ્યો છે.
– આ કમિટી એક મહિનામાં તેમના સૂચનો આપશે અને ત્યારપછી તેને આગામી જૂનમાં લાગુ કરવામાં આવશે.
સરિયા કાયદાનું પણ ધ્યાન રાખવામાં આવશે
– કિંગના આદેશથી તે લોકોને પણ જીત મળી છે જે વર્ષોથી આ અધિકાર મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. આમ, તો કિંગે મહિલાઓને લાઈસન્સ આપવાની મંજૂરી આપી દીધી છે પરંતુ તેમાં પણ સરિયા કાયદાને ધ્યાનમાં રાખવાની વાત કરવામાં આવી છે.