જનતાને ત્રાસ અપાતો હોવાનો વીડિઓ વાયરલ કરવાનો મામલો
એક આપતિજનક વીડિયો લીક કરવા બદલ સાઉદી અરેબીયાના પ્રિન્સ જેલનાં સળિયા પાછળ ધકેલાઈ ગયા છે.
સાઉદીના કિંગ સલમાનના ઓર્ડર અનુસાર પ્રિન્સની ધરપકડ કરવામાં આવી છે. આ વીડિઓમાં પ્રિન્સ તથા અન્ય રોયલ ફેમિલીના સહયોગી સભ્યો દેખાય છે. સોશિઅલ મીડીઆ એટલે કે ટિવટર પર આ વીડિયો વાયરલ થઈ ગયો છે. આનાથી સોશિઅલ મીડીઆ પર રોષ ભભૂકી ઉઠ્યો છે. પ્રિન્સ સલમાને ફરમાન જારી કરતા જણાવ્યું હતુ કે કોઈ પણ વ્યકિત સાઉદી અરેબીયાના કાયદાથી પર નથી.
અગાઉ પણ સાઉદી અરેબીયાની રીયાસતમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબીયા અને યુએસઈના અન્ય તમામ આરબદેશોમાં કડક કાયદાની પરંપરા છે. કોઈને પણ બક્ષવામાં આવતા નથી.
સાઉદી અરેબીયામા રાજાશાહી છે. આમ છતં અગર પ્રિન્સ કે ખૂદ રામ કસુરવાન ઠરે તો તેમને કાનૂની કિતાબ મૂજબ સજા ફટકારવામાં આવે છે.અત્યારે તો પ્રિન્સ જેલના સળીયા ગણી રહ્યા છે. કેમકે, તેમણે શારીરીક સતામણીનો આપતિજનક વીડીયો વાયરલ કર્યો છે. જેનાથી સાઉદી રિસાયતની ઈમેજ આબ‚ને ધકકો પહોચ્યો છે.