આર્થિક રીતે કંગાળ પાકિસ્તાનને સાઉદી અરેબીયા પાસેથી મોટી મદદની અપેક્ષા

પાકિસ્તાનની કડકી દુર થાય તેવા સંજોગો ઉભા થવાની આશા જેના પર લગાવાઈ હતી તેવા સાઉદીના કુંવર સલમાન બિન મોહમ્મદની ઈસ્લામાબાદ માટેની તૈયારીઓ પુરી કરવામાં આવી હતી ત્યાં જ સુરક્ષાના કારણોસર સલમાન બિન મોહમ્મદની મુલાકાત છેલ્લી ઘડીએ એક દિવસ મોડી થઈ હતી. સાઉદીના પાટવી કુવર પહેલીવાર પાકિસ્તાનની મુલાકાતે આવવાની તૈયારીઓ જોશપૂર્વક ચાલી રહી હતી. ઈરાન પરના અમેરિકાના પ્રતિબંધથી પાકિસ્તાન સહિત ઈરાનના ગ્રાહકોને સાઉદી અરબ તેલ દેવા ગોઠવણ કરી રહ્યું છે. પાકિસ્તાનને જંગી રકમની ખૈરાત આખાતનાં દેશોમાંથી મળી રહે છે ત્યારે સાઉદીના પાટવીની પાકિસ્તાનની મુલાકાતથી પાકિસ્તાનને મોટો લાભ થવાની આશા ઉભી થઈ હતી. સાંજે એક દિવસ મોડા પાકિસ્તાન આવી પહોંચેલા સાઉદીના સુલતાનનો જેએફ૧૭ જેટ અને એફ૧૬ ફાઈટર જેટ સાથે ઈસલામાબાદ આવી પહોંચતા મોહમ્મદ બિન સલમાનને ૨૧ તોપોની સલામી આપવામાં આવી હતી. રાવલપીંડી એરપોર્ટ પર સલમાન બિન મોહમ્મદને પોર્ટોગલ તોડીને વડાપ્રધાન ઈમરાન ખાને આવકાર્યા હતા ત્યારે કેબિનેટ મંત્રીઓ, સેના અધ્યક્ષ કમરજાદેવ બાજવા ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનના નિવાસ સ્થાને ભવ્ય સત્કાર સમારોહ યોજાયો હતો. સાઉદીના પાટવા શનિવારે આવવાના હતા પરંતુ પુલવામાકાંડથી ઉભી થયેલી તનાવની સ્થિતિથી સુરક્ષાના કારણોસર આ મુલાકાત એક દિવસ મુલતવી રહી હતી. સાઉદી સરકારે શુક્રવારે જ પુલવામાં આતંકવાદી હુમલા અંગે પોતાનું સ્ટેન્ડ જાહેર કરી ભારત તરફ સહાનુભુતિ વ્યકત કરી ભારત તરફ સહાનુભૂતિ વ્યકત કરીને જણાવ્યુ હતું કે, ભારતની આતંકવાદ સામેની લડાઈમાં અમે તેની પડખે છીએ. પુલવામા હુમલામાં જૈસ એ મોહમ્મદની સંડોવણી જગજાહેર થઈ છે ત્યારે સાઉદી અરબનું ભારત તરફી વલણ ખુબ જ મહત્વનું બની રહેશે. પાકિસ્તાનના સાઉદી અરબ ૧૦ થી ૧૫ અમેરિકન બિલિયન ડોલરનું રોકાણ કરશે. પાકિસ્તાન માટે સાઉદી અરબના પાટવીની આ મુલાકાત આર્થિક કપરી સ્થિતિ વચ્ચે દાલરોટીની મોહિતાથ દુર કરવા માટે મહત્વની બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.