અલીબાબા કરતા મોટો આઈપીઓ હોવાની શકયતા: નરેન્દ્ર મોદીનું ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીનું સ્વપ્ન સામે સાઉદી અરામકો કંપનીની નેટવર્થ ૨ ટ્રિલીયન ડોલરની!
વિશ્ર્વ આખામાં અને ભારતને તેલ પુરુ પાડતી સાઉદીની સાઉદી અરામકો કંપની આઈપીઓ બજારમાં મુકવા જઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, ચાઈનાની અલીબાબા કંપની કરતા પણ આરએમકોનો આઈપીઓ સૌથી મોટો રહેશે. હાલ આરએમકો કંપની તેનો ૨ ટકો હિસ્સો પબ્લીકમાં વહેંચી આશરે ૧.૫૦ લાખ કરોડથી ૨.૪૦ લાખ કરોડ સુધી ઉઘરાવશે. સવિશેષ વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીનું સ્વપ્ન જોયું હતું તેની સરખામણીમાં સાઉદી અરામકો કંપનીની નેટવર્થ ૨ ટ્રિલીયન ડોલરની છે ત્યારે વિશ્ર્વ સમુદાયને તેલ પુરું પાડતી અરામકોનો આઈપીઓ સૌથી મોટો હોવાનું સામે આવ્યું છે. દેશે ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમી સુધી પહોંચવા માટે ઉર્જા ક્ષેત્રને વિકસિત કરવું અતિ આવશ્યક બન્યું છે. સાઉદી અરામકો કંપની આગામી ૧૦ નવેમ્બરનાં રોજ તેનો આઈપીઓ બજારમાં મુકશે તેમ અધિકૃત સુત્રોએ જણાવ્યું હતું.
કંપનીએ રવિવારે પ્રારંભિક જાહેર ભરણું રજૂ કરવાની જાહેરાત કરી હતી. કંપનીને સ્થાનિક બજાર નિયમકાર પાસેથી આ માટે મંજૂરી મળી ગઈ છે. કંપનીએ કહ્યું છે કે આઈપીઓના કદ અને ઓફર પ્રાઈઝ અંગે ૯મી નવેમ્બરના રોજ માહિતી આપવામાં આવશે. ન્યુઝ એજન્સી રોઈટર્સે આપેલી માહિતી પ્રમાણે અરામકો ૧.૫ ટ્રીલિયન ડોલર (૧૦૬ લાખ કરોડ રૂપિયા) થી ૨ ટ્રીલિયન ડોલર (૧૪૧ લાખ કરોડ રૂપિયા) વેલ્યુએશન પર ૧-૨ ટકા શેર ઈસ્યુ કરી શકે છે. ૨ ટ્રીલિયન ડોલરના વેલ્યુએશન પર ૨ ટકા શેર વેચવામાં આવે તો અરામકોનો આઈપીઓ૪૦ અબજ ડોલર (૨.૮૩ લાખ કરોડ રૂપિયા) નો હોઈ શકે છે. તે વિશ્વની સૌથી મોટી પબ્લિક ઓફર હશે. અગાઉથી આ રેકોર્ડ ચીનની કંપની અલીબાબાના નામથી છે. અલીબાબાએ વર્ષ ૨૦૧૪માં આઈપીઓ મારફતે આશરે ૨૫ અબજ ડોલરનું ભંડોળ એકત્રિત કર્યું હતું. અરામકો સાઉદી અરબની સરકારી કંપની છે. ત્યાના ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાન કંપનીના વેલ્યુએશન ૨ ટ્રીલિયન ડોલર હોવાનો અંદાજ છે, જોકે રોઈટર્સના અહેવાલ પ્રમાણે બેન્કર્સના અંદાજ પ્રમાણે આ વેલ્યુએશન ૧.૫ ટ્રીલિયન ડોલર હોઈ શકે છે. જો અરામકો આ વેલ્યુએશનથી ૨ ટકા શેર વેચાણ કરે છે તો પણ આઈપીઓ ૩૦ અબજ ડોલરનું મૂલ્ય ધરાવતો હશે.
દુનિયાની સૌથી વધુ કમાણી કરનાર કંપની સાઉદી અરામકો રવિવારે આઈપીઓ જાહેર કરી શકે છે. આ કંપની દુનિયામાં સૌથી વધુ તેલનું ઉત્પાદન પણ કરે છે. એવી આશા છે કે આ દુનિયાની સૌથી મોટી આઈપીઓ લિસ્ટિંગ પણ હશે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યાનુસાર, આઈપીઓ જાહેર થવા પર કંપનીની માર્કેટ વેલ્યૂ ૧.૫ ટ્રિલિયન ડોલર આસપાસ રહેશે. ક્રાઉન પ્રિન્સ વારંવાર કોશિશ કરી રહ્યાં છે કે કંપનીની વેલ્યૂ ૨ ટ્રિલિયન ડોલરને સ્પર્શ કરશે. જાણકારી અનુસાર તમને જણાવી દઈએ કે હાલ વેલ્યૂના હિસાબે એપલ અને માઈક્રોસોફ્ટ દુનિયાની સૌથી મોટી કંપનીઓમાંથી એક છે. જેની માર્કેટ વેલ્યૂ આશરે ૧ ટ્રિલિયન ડોલર વચ્ચે છે. સાઉદી અરામકો ૧-૨ ટકા શેર જ લિસ્ટ કરવા ઈચ્ચે છે. જેથી કંપની ૩૦-૪૦ અબજ ડોલર વચ્ચે ફંડ મેળવી શકે. જો કંપની ૨૫ અબજ ડોલરથી વધારે ફંડ મેળવવામાં સફળ થાય તો આ એક રેકોર્ડ હશે. વર્તમાનમાં આ રેકોર્ડ ચાઈનીઝ ઈ-કોમર્સ કંપની અલીબાબાના નામે છે. ૨૦૧૪માં આઈપીઓ જાહેર કરીને કંપનીએ ૨૫ અબજ ડોલરનું ફંડ એકઠું કર્યું હતું. સાઉદી અરામકો ભારતમાં ખૂબ જ મોટા સ્તર પર રોકાણ કરવાની તૈયારીમાં છે. તે રિફાઈનરી અને પેટ્રોકેમિકલ પ્લાન્ટ માટે આશરે ૨૫ અબજ ડોલરનું રોકાણ કરવાની છે. તે સરકારી પેટ્રોલિયમ કંપનીઓની મદદથી દુનિયાની સૌથી મોટી તેલ રિફાઈનરી સ્થાપિત કરવા જઈ રહી છે. આ રિફાઈનરી મહારાષ્ટ્રમાં આશરે ૧.૮ લાખ કરોડ રુપિયાના ખર્ચે સ્થાપિત કરવામાં આવશે.
અહેવાલો પ્રમાણે અરામકો આઈપીઓના બીજા તબક્કામાં કોઈ અન્ય દેશના શેરબજારમાં લિસ્ટીંગ માટે વધુ ૩ ટકા શેર ઈસ્યુ કરશે. આગામી વર્ષની શરૂઆતમાં આ ઈસ્યુની શક્યતા છે. અરામકોએ વર્ષ ૨૦૧૬માં પ્રથમ વખત આઈપીઓની યોજના અંગે જાણકારી આપી હતી, જોકે વેલ્યુએશન વધારવાના પ્રયત્ન અને અન્ય કારણોથી તેમા વિલંબ થતો રહ્યો. અરામકો નફાની કમાણીની દ્રષ્ટિએ પણ વિશ્વમાં સૌથી મોટી કંપની પૈકીની એક કંપની છે. કંપનીએ ગત વર્ષ ૧૧૧ અબજ ડોલરનો જંગી નફો નોંધાવ્યો હતો. તે એપલના વાર્ષિક નફાની તુલનામાં ૫૦ ટકા વધારે છે. ૩૦મી સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં એપલે કુલ ૫૫.૨૫ અબજ ડોલરનો નફો કર્યો હતો. એપલનું નાણાકીય વર્ષ સપ્ટેમ્બરમાં પૂર્ણ થાય છે.
એપલ વિશ્વની સૌથી મોટી નફો રળનારી લિસ્ટેડ કંપની છે. અરામકોએ આ વર્ષના પ્રથમ ૯ મહિના (જાન્યુઆરી-સપ્ટેમ્બર)માં જ ૬૮ અબજ ડોલરનો નફો કર્યો હતો. અરામકોનું વર્તમાન વેલ્યુએશન (૧.૫ ટ્રીલિયન ડોલર) એપલ અને માઈક્રોસોફ્ટ કરતા ૧.૫ ગણુ છે. આ બન્ને કંપનીઓનું માર્કેટ કેપ ૧-૧ ટ્રીલિયન ડોલર છે. વિશ્વના કુલ ક્રુડ ઉત્પાદન પૈકી અરામકો ૧૦ ટકા ઉત્પાદન કરે છે. વર્ષ ૨૦૧૬ના વાર્ષિક અહેવાલ પ્રમાણે કંપની પાસે ૨૬૦.૮૦ અબજ બેરલ ઓઈલ ભંડાર હતો. અમેરિકી ઓઈલ કંપની એક્સોન મિબોલ પાસે ફક્ત ૨૦ અબજ બેરલ ઓઈલ ભંડાર છે. વર્ષ ૨૦૧૮ માં તેનો નફો ૨૦.૮૪ અબજ ડોલર રહ્યો હતો. સાઉદી અરબ તેના અર્થતંત્રની ઓઈલ પરની નિર્ભરતાને ઓછી કરવા માગે છે, આ માટે ઓઈલ કંપનીઓમાં તેમના હિસ્સાનું વેચાણ કરી અન્ય ક્ષેત્રોમાં મૂડી રોકાણ કરવાની યોજના ધરાવે છે.