મુંબઈ એરપોર્ટ પરથી જ ઉત્તર પ્રદેશના અબુ ઝાહિદને ઉપાડી લેતી એટીએસની ટીમ
ભરતમાં સાઉદીથી ચાલતા આતંકી નેટવર્કનો ઘટસ્ફોટ થયો છે. ખતરનાક આતંકવાદી સંગઠન આઈએસ (ઈસ્લામિક સ્ટેટ)નો આતંકવાદી ઝડપાયો છે.
મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ખાતેથી ઝડપાયેલા આઈએસનાં શંકાસ્પદ આતંકવાદીનું નામ અબુ ઝાહિદ છે. તે ઉત્તર પ્રદેશના આઝમગઢનો મૂળ રહેવાસી છે અબુ સાઉદી અરેબિયાની રાજધાની રિયાધથી આવતો હતો. ત્યારે મુંબઈ એટીએસની ટીમે તેને હવાઈ મથક પરથી જ ઉપાડી લીધો હતો. આ બારામાં ઉત્તર પ્રદેશની લખનઉ પોલીસને પણ રીપોર્ટિંગ કરવામાં આવ્યું છે.
અબુ રિયાધથી એક એવું સોશ્યલ મીડિઆ ગ્રુપ તૈયાર કરતો હતો જે ભારતમાં રહેલા બેકાર યુવાનોને આઈએસમાં જોડાવા માટે પ્રેરિત કરે. પરંતુ પોલીસના સકંજામાં હવે અબુની આકરી પૂછતાછ થશે.
હવે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે. અમેરિકામાં છે તેવી સ્કેનિંગ સીસ્ટમ હવે આપણે ત્યાં છે.