તબલીગ જમાતને આતંકવાદના પ્રવેશદ્વાર ગણાવીને મુકેલા પ્રતિબંધને ‘પશ્ર્ચિમ’નું કાવતરૂ ગણાવી જમાતએ નોંધાવ્યો વિરોધ
અબતક, રાજકોટ
સાઉદી અરબ સરકારે તબલીગ જમાત પર પ્રતિબંધ મૂકવાની ગઈકાલે જાહેરાત કરતા સાઉદીના આ નિર્ણયને તબલીગ જમાત એ સ પશ્ચિમ નું કાવતરું ગણાવીને વિરોધ નોંધાવ્યો હતો
તબ્લિગ જમાતના સંગઠનને આંતકવાદ નો પ્રવેશ દ્વાર ગણાવીને જમાત અને સુરા ન નેતાઓ ની પ્રવૃત્તિઓને પ્રતિબંધ લગાવવાનો સાઉદી સરકારે અંતે નિર્ણય લઈ લીધો હતો વૈશ્વિક આતંકવાદ સામે વિશ્વભરમાં ઊભા થયેલા વિરોધ ની અસર ઇસ્લામ ધર્મ સંસ્કૃતિ નું કેન્દ્ર ગણાતા સાઉદી અરબ સુધી પહોંચ્યું હોય તેમ જમાતની આ પ્રવૃત્તિને પ્રતિબંધિત જાહેર કરવાનો સરકારે નિર્ણય કર્યો હતો
જોકે સરકારના આ પગલાંને જમાતના ઉલેમાઓ એ પશ્ચિમ નું કાવતરુ ગણાવી સાઉદી સરકારને ગેરમાર્ગે દોરતી હોવાનું જણાવી તેનો વિરોધ કર્યો હતો દિલ્હીના નિઝામુદ્દીન માં મુખ્ય મથક ધરાવતા તબલીગ જમાત ની સમગ્ર વિશ્વમાં પ્રવૃત્તિ ચાલે છે જોકે તબ્લિગ જમાતના નિઝામુદ્દીન નામર્દ ના પ્રવકતા અમીરુદ્દીન કાશમી તે જણાવ્યું હતું કે તબલીગ જમાત પરનું આ પ્રતિબંધ અયોગ્ય છે જમાદ હંમેશાં ઈસ્લામના પયગંબર હઝરત મહંમદ સાહેબ ના રસ્તે લોકોને લઈ જવાની હિમાયત કરે છે તબ્લિગ જમાતના કોઈ સભ્ય આતંકી પ્રવૃત્તિ કે વ્યક્તિ સાથે જોડાયેલો નથી સુરાના સભ્ય મહંમદ મિયા એ જણાવ્યું હતું કે અમારી જમા સમગ્ર વિશ્વમાં અને સાઉદીમાં પણ પોતાનું કામ ચાલુ રાખશે અમે તો મુસ્લિમોને પેગમ્બર સાહેબ ના રસ્તે દોરી રહ્યા છીએ દારૂલ ઉલૂમ દેવબંદ એ પણ સાઉદી સરકારના આ નિર્ણયને અયોગ્ય ગણાવી તેને પરત લેવાની માગણી કરી છે તેમણે જણાવ્યું હતું કે સાઉદી સરકારનો નિર્ણય આંચકાજનક છે અને તે પરત લેવા જોઈએ સાઉદી અરબમાં પબ્લિક જમા પર મુકાયેલા પ્રતિબંધની અસર અન્ય ઈસ્લામિક રાષ્ટ્રો અને વિશ્વના અનેક દેશો પર પડે તેવું માનવામાં આવી રહ્યું છે.