ઈંધણના ભાવ વધારાની સમસ્યાએ મોદી સરકારને ઘેરી: ઓઈલની કિંમત સરેરાશ ૭૦ ડોલર રહેશે તો નાણાંકીય વર્ષ ૨૦૧૯ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બજેટમાં ૧૦,૫૦૦ કરોડ પીયાની ખાધની કયતા –વીશ્લેષકો
હાલ, આંતરરાષ્ટ્રીય સ્તરે ઈંધણના ભાવમાં સતત વધારો થતા તેની અસર રીટેલ માર્કેટ પર પડી રહી છે. જેના પરિણામે પેટ્રોલ ડીઝલના ભાવ આસમાનને આંબી રહ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં બેફામ વધારાથી લોકો આકરી મુશ્કેલીમાં મુકાયા છે. અને સરકાર પ્રત્યે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. આ બાબતને લઈ મોદી સરકાર પણ મુંઝવણમાં મુકાઈ છે. એક તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તો બીજી તરફ પેટ્રોલ ડીઝલના ભાવ નિયંત્રણ બહાર જતા મોદી સરકાર લોકોના આક્રોશનું કારણ બની છે. ઈંધણના ભાવ મોદી સરકાર માટે એક સમસ્યા બની છે. તોબીજી બાજુ સાઉદી અરેબીયાએ ક્રુડના ભાવ ૮૦ ડોલર રાખવાનો લક્ષ્યાંક સેવ્યો છે. જે મોદી સરકારની સમસ્યાને વધુ ઘેરી બનાવશે અને બજેટને ખોરવી નાખશે.
આ મુદે નોમુરા ફાઈનાન્સિયલ એડવાઈઝરી એન્ડ સિકયોરીટીને ઈન્ડિયા પ્રા.લી.ના વિશ્ર્લેષકો અનિલ શર્મા અને રવિ અડુકીયાએ જણાવ્યું કે, પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવા અને લોકોને રાહત આપવા કેન્દ્ર સરકારે એકસાઈઝ ડયુટી ઘટાડવા પર વિચારવું જોઈએ અને રાજય સરકારોએ વેલ્યુ એડેડ ટેકસ વેટ ઘટાડવો જોઈએ.
રીટેલ ગેસોલીન અને ડિઝલની કિંમતમાં અડધા કરતા વધુ હિસ્સો ધરાવતા સ્થાનિક ટેકસમાં કાપ મૂકવો જોઈએ. આનાથી સરકારની આર્થિક સ્થિતિને પણ વેગ મળશે જયારે કેરોસીન અને રાંધણગેસ પર સબસીડીનો બોઝ વધશે.
ક્રુડના ભાવ ૮૦ ડોલર રાખવાનો સાઉદી અરેબીયાનો ગોલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બજેટને કેવી રીતે ખોરવી નાખશે તે માટેનું મહત્વનું કારણ જોઈએ તો, કોટક ઈન્સ્ટિટયુશનલ ઈકિવટીના જણાવ્યા મુજબ, જો ઓઈલની કિંમત સરેરાશ ૭૦ ડોલરને ધ્યાને રાખી ગણતરી કરીએ તો, નાણાંકીય વર્ષ ૨૦૧૯મા ઈંધણની કુલ સબસીડી રૂ ૩૫૫૦૦ કરોડ થઈ જશે એટલેકે મોદી સરકારના બજેટ કરતા આ રકમ ૧૦,૫૦૦ કરોડ પીયા વધી જશે. જયારે મુડીઝે ઈન્વેસ્ટર્સ સર્વીસે ધારણા વ્યકત કરી છે કે, ૬૦ થી ૮૦ ડોલરને ધ્યાને રાખી ગણતરી કરી એતો ઈંધણની સબસીડીનો બોઝ ૩૪૦૦૦ થી ૫૩૦૦૦ કરોડ થઈ શકે છે જે નાણાંકીય વર્ષ ૨૦૧૫થી અત્યાર સુધીનો સૌથી મોટો બોઝો ગણી શકાય આમ, પેટ્રોલ ડીઝલના ભાવને લઈ સાઉદીનો લક્ષ્યાંક મોદી સરકારના બજેટને વેરવિખેર કરે તેવી દહેશત છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com