વો દીન કહાં કે ‘મિયા’ કે પાંવ મેં જુતી !!
દેવાના ડુંગરમાં દબાઇ ગયેલા પાકિસ્તાનને મમ-મમના ફાંકા જેવી સ્થિતિ, ટેરર ફંડિગ અંગે વિશ્ર્વને વિશ્ર્વાસમાં લેવામાં થાપ ખાઇ ગયેલાં પાકિસ્તાનને એફેટીએફના ગ્રે લીસ્ટમાંથી મુક્તિ ન મળતાં હજી સ્થિતિ કફોળી થશે
વૈશ્ર્વિક આતંકવાદને પનાહ આપી ભારત સાથે પ્રોક્સીવોર લડવામાં બરબાદીના આરે પહોંચી ગયેલા પાકિસ્તાનને હવે પેટ ભરવાના શાશા પડી ગયાં છે. દેવાના ડુંગરમાં દબાઇ ગયેલા પાકિસ્તાનને મમ-મમના ફાંકા જેવી સ્થિતિ, ટેરર ફંડિગ અંગે વિશ્ર્વને વિશ્ર્વાસમાં લેવામાં થાપ ખાઇ ગયેલાં પાકિસ્તાનને એફેટીએફના ગ્રે લીસ્ટમાંથી મુક્તિ ન મળતાં હજી સ્થિતિ કફોળી થશે.
ભીખુ જેવી 5રિસ્થિતિમાં પહોંચી ગયેલા પાકિસ્તાનને ગરીબ સમજીને સાઉદી અરેબિયાએ માંડ-માંડ 4.2 બિલીયન અમેરિકન ડોલર એટલે કે 5,000 કરોડની સહાય આપવાની જાહેરાત કરતાં પાકિસ્તાનના શાસકોના જીવમાં જીવ આવ્યો હતો. બુધવારે વડાપ્રધાને ઇમરાન ખાન સાઉદીના રાજકુમાર મહંમદબિન સલમાનને રિયાધમાં મળ્યાં બાદ પાકિસ્તાનની સહાય મંજૂર થયો હોવાની જાહેરાત કરી હતી.
સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને માનવિય સહાયને ધોરણે 3 બિલીયન અમેરિકન ડોલરની રકમ પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકમાં જમા કરાવવાની જાહેરાતની સાથેસાથે 1.2 બિલીયન અમેરિકન ડોલર પેટ્રોલ બીલ ચુકવ્યું હતું. વડાપ્રધાન ઇમરાન ખાને રાજકુમાર સલમાનને પાકિસ્તાનને મુશ્કેલીના સમયમાં આર્થિક મદદ માટે આભારવશ થઇ જણાવ્યું હતું કે હું ખૂબ જ આભારી છું કે પ્રિન્સ મહંમદબિન સલમાને પાકિસ્તાન સેન્ટ્રલ બેંકના ખાતામાં 3 બિલીયન અમેરિકન ડોલર રકમ જમા કરાવ્યું છે.
આ અગાઉ 2018માં સાઉદીએ પાકિસ્તાનને 3 બિલીયનની સહાય કરી હતી અને વધારાના 3 બિલીયન અમેરિકન ડોલરની ઉર્જા સહાયની જાહેરાત કરી હતી. પાકિસ્તાન અત્યારે અર્થતંત્ર અને દેશનો વહીવટ ચલાવવા સંપૂર્ણપણે અસમર્થ છે. 1.5 બિલીયન અમેરિકન ડોલરની વાર્ષિક ઉર્જા જરૂરીયાતો પણ પૂરી કરવા પાકિસ્તાન અસક્ષમ છે. વડાપ્રધાનના નાણાકીય સચિવ શોકત પરીન અને ઉર્જા મંત્રી મહંમદ અઝારે જણાવ્યું હતું કે પાકિસ્તાન માટે આ સહાય ખૂબ જ ઉપયોગી થઇ પડશે. ભારત સાથે પ્રોક્સીવોર લડી-લડીને પતી ગયેલું પાકિસ્તાન સાઉદીની આ ખેરાતથી થોડા દિવસ વધુ કરજના પ્રાણવાયુનો શ્ર્વાસ લઇ શકશે.