પ્રિન્સ મિતેબે ૧૦૦ કરોડ અમેરિકી ડોલર ચૂકવીને ઓફિશયલ ‘સેટલમેન્ટ’ કર્યું
સિનિયર સાઉદી અરેબિયન પ્રિન્સ મિતેબ બિન અબ્દુલ્લાહ પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે. તેમણે આરોપોમાંથી ‘મુક્તિ’ મેળવવા માટે ૧૦૦ કરોડ અમેરિકી ડોલર ચૂકવવાની ‘ડીલ’ કરી છે.
૬૫ વર્ષના મિતેબ સ્વર્ગીય/ જન્નતનશીન કિંગ અબ્દુલ્લાના પુત્ર છે અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન છે. આ સેટલમેન્ટ એગ્રીમેન્ટ બાદ મિતેબ અબ્દુલ્લાહને મંગળવારે મુકત કરાયા છે.
રોયલ ફેમિલીના અન્ય સભ્યો પર પણ આમ તો કથિત ભ્રષ્ટાચારના આરોપ છે પરંતુ પ્રથમ સાઉદી પ્રિન્સ મિતેબને મુકત કરાયા છે. કથિત ભ્રષ્ટાચારના આરોપમાં ઓફિસીયલી સેટલમેન્ટ સામે પ્રિન્સ અને કિંગ હોલ્ડીંગ ફર્મના ચેરમેન અલવાલીદ બિન તલાલે વિરોધ વ્યકત કર્યો હતો.
સાઉદી પ્રિન્સ મિતેબ તથા રાજવી પરિવારના અન્ય સભ્યો સામે ભ્રષ્ટાચારના આરોપ સબબ તપાસ અને પછી વર્તમાન પરિસ્થિતિની અસર સાઉદી અરેબિયાના સ્ટોક માર્કેટ પર પડી છે. બજાર વિશ્ર્લેષકોએ અગાઉથી રોકાણકારો માટે એલાર્મની ઘંટડી વગાડી હતી.
અત્યારે હાલ તુરંત તો સાઉદી અરેબિયા સહિત સમસ્ત આરબ વિશ્ર્વમાં ચર્ચિત કથિત ભ્રષ્ટાચાર પ્રકરણની ચર્ચા શાંત થઈ ગઈ છે પરંતુ હવે જોવાનું એ રહે છે કે પ્રિન્સ અલવાલિદના વિરોધથી ભવિષ્યમાં આ પ્રકરણ કેવો ક નવો મોડ લે છે.