૧૭૧૦ અબજ ડોલરનો આઈપીઓ ખુલ્યો, પ્રિન્સની ઈચ્છા ૨ હજાર ડોલરના આઈપીઓની હતી પરંતુ રોકાણકારો અને બજાર નિષ્ણાંતોએ શંકા વ્યકત કરતા આઈપીઓની રકમ ઘટાડી
૧૭૧૦ અબજ ડોલરનો આઇપીઓ ખુલ્લું મુકયો હતો. જે કદાચ વિશ્વનો સૌથી મોટો આઇપીઓ હોઇ શકે છે. જો કે પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની પ્રારંભિક ઇચ્છા તો બે અબજ ડોલરના આઇપીઓની હતી.
આરામકોએ કહ્યું હતું કે તેઓ કંપનીના ૧.૫ ટકા શેર ૨૪-૧૫.૬ અબજમાં વેચશે. જો કે સાઉદી એરેબિયાએ શરૂઆતમાં પાચ ટકા શેર વેચવાની ઇચ્છા જાહેર કરી હતી.’ કંપનીના આઉટસ્ટીન્ડીંગ શેરના ૧.૫ ટકા બેઝ ઓફર હશે’એમ શાહી પરિવારની માલિકીની કંપનીએ કહ્યું હતું. કંપનીએ રોકાણકારો પાસેથી શેર દીઠ ૮-૮.૫૦ ડોલરનીરેન્જમાં બિડ્સ માગ્યા હતા.
લાંબી પ્રતિક્ષા પછી તેલ આધારિત અર્થતંત્રને વિવિધ ક્ષેત્રમાં સક્રિય કરાવવાની પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની મહત્ત્વકાંશી યોજના વિશ્વના સૌથી મોટા લિસ્ટીંગની હરિફ બની હતી. ચાઇનીઝ રિટેલ જંગી કંપની અલીબાબાએ ૨૦૧૪માં ૨૫ અબજ ડોલરના આઇપીઓ બજારમાં મૂક્યા હતા.બે શેરબજારમાં એનું લિસ્ટીંગ થાય તેવું આરામકો શરૂઆતમાં ઇચ્છતી હતી.
પહેલા કિંગ્ડમના તાદાવુલના બે ટકા અને ત્યાર પછી વિદેશી શેર બજારમાં વધુ ત્રણ ટકા લિસ્ટીંગની તેની યોજના હતા.પરંતુ કંપનીએ કહ્યું હતું કે હાલમાં આંતરરાષ્ટ્રીય શેર બજારમાં મૂકવાની તેમની કોઇ જ યોજના નથી. એટલે કે લાંબી ચર્ચા થયા પછીના લક્ષ્યાંકને પહેલી જ વાર પડતું મૂકાયું હતું.
પહેલી વાર ૨૦૧૬માં વિચાર કરાયા પછી આઇપીઓમાં વિલંબ થયો હતો. પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની ઇચ્છા બે ટ્રિલિયન એટલે કે ૨૦૦૦ અબજ ડોલરના મૂલ્યની હતી, પરંતુ રોકાણકારો અને બજાર નિષ્ણાંતોએ શંકા વ્યક્ત કરી હતી.પહેલી છાપ એવી પડે છે કે શેરના ભાવ સમજી શકાય એવો સમાધાન છે અને તે ભાવે જ વેચાશે’એમ નોમુરા એસેટ્સ મેનેજમેન્ટના નિષ્ણાંત તારીક ફદલ્લાહે કહ્યું હતું.સાઉદી એરેબિયા આઇપીઓની સફળતા માટે તમામ અવરોધોને પરત ખેંચે છે. આ યોજના ડી ફેકટો રાજા પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની અર્થતંત્રને માત્ર તેલ સુધી જ મર્યાદિત નહીં રાખી વિવિધ ક્ષેત્રો પર આઘારિત કરવાની હતી.તેમની યોજના મેગા પ્રોજેક્ટ અને તેલ સિવાયના ઉદ્યોગોમાં રોકાણ કરી અર્થતંત્રમાં વિવિધતા લાવવાની છે.