યમેન અને સીરીયામાં કબ્જો કરવાની વેંતરણમાં ઈરાન સાથે યુદ્ધ ફાટી નીકળવાની શકયતા
સાઉદી અરેબીયાની ગાદી મેળવવા માટે તેના ભવિષ્યના કિંગે અન્ય સ્પર્ધકોને રસ્તામાંથી હટાવી દીધા છે. ઘણાને ભ્રષ્ટાચારના આરોપસર જેલમાં પુરી દીધા છે તો કેટલાકના વિદેશ પ્રવાસ ઉપર રોક લગાવી દેવાઈ છે. આ કૌભાંડમાં કેટલાક મંત્રીઓની સંડોવણી પણ ખુલી છે. સત્તાની લાલશામાં હવે સાઉદી અરેબીયા આંતરીક તેમજ બાહ્ય યુદ્ધમાં પણ સપડાય જાય તેવી શકયતા છે.
તાજેતરમાં યમેન પર છોડાયેલી મિસાઈલ મામલે સાઉદી અરેબીયાએ ઈરાનને ચીમકી આપી છે. આ મિસાઈલના કારણે યુદ્ધ ભડકી જાય તેવી સ્થિતિ છે. સુન્ની સામ્રાજય ધરાવતા સાઉદીએ ઈરાનને ગઈકાલે વોર ક્રિમીનલમાં ગણાવ્યું છે. હાલ યમેન અને સીરીયા પર સકંજો કસવા બન્ને દેશો પ્રયાસો કરી રહ્યાં છે. યમેનમાં સાઉદીનું પીઠબળ ધરાવતું સૈન્ય ઉગ્રવાદીઓ સામે લડાઈ લડી રહ્યું છે. બીજી તરફ ઈરાનના સૈનિકો પણ ત્યાં છે.
સાઉદી અરેબીયા અને ઈરાન વચ્ચેની દુશ્મનાવટ પરંપરાગત છે. અગાઉ પણ બન્ને દેશો વચ્ચે અનેક વખત તણખા જરી ચુકયા છે. ત્યારે ગઈકાલે થયેલો ઝઘડો ભયંકર યુદ્ધનું સ્વ‚પ ધારણ કરી લે તેવી શકયતા છે. ઈરાનના રોકેટના કારણે યમેનમાં ૧ હજારથી વધુ બાળકો અને મહિલાઓના મોત થયાનો આક્ષેપ સાઉદી અરેબીયાએ કર્યો છે. હવે આ સીયા સુન્નીના સામ્રાજયવાદનો ઝઘડો મીડલઈસ્ટમાં વધુ ભડકી શકે છે.
તાજેતરમાં સાઉદી અરેબીયામાં સત્તા મેળવવા ભવિષ્યના કિંગે હરિફોને હટાવવા માટે પગલા લીધા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યાં છે. હાલ તો તેમની સામે થયેલી કાર્યવાહીને ભ્રષ્ટાચાર સામેની લડાઈ ગણાવવામાં આવી છે પરંતુ પરિસ્થિતિ તદન અલગ હોવાનું પણ કેટલાકનું કહેવું છે. એક રીતે સાઉદીની સત્તા માટેની જંગમાં ક્રાઉન પ્રિન્સે તમામ વસ્તુઓ દાવ પર લગાવી દીધી હોવાનું ફલીત થયું છે.