શિક્ષિણ, પરિવહન, ડ્રાઈવિંગ તેમજ અન્ય કાર્યો માટે મહિલાઓને પરવાનગી અપાઈ
સાઉદી અરેબીયામાં મહિલાઓને અનેક ક્ષેત્રોમાં પ્રવેશવા પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો પરંતુ હવે નવી વિચારધારા સાથે બુરખા પહેરેલી મહિલાઓને પણ ગાડી ચલાવી રોજગારી મેળવવા મંજૂરી અપાઈ છે તો વર્ષ ૨૦૧૮થી મહિલાઓને સ્પોર્ટ સ્ટેડિયમોમાં પ્રવેશવા માટે પણ મંજૂરી અપાઈ રહી છે. જે સામ્રાજયમાં મહિલાઓ માટે ખુબજ કડક નીતિ નિયમો તેમજ કાયદાઓ રાખવામાં આવ્યા હતા. તેમને હવે સ્પોર્ટસથી બાકાત રાખવામાં આવશે નહી. તેઓ જનતામાં સ્ત્રિજાતી હોવાનો શિકાર બનશે નહી.
સાઉદી અરેબીયામાં હજુ પણ રાજાશાહી છે, ત્યાંના રાજા પ્રિન્સ મોહમ્મદ બિન સલમાલના આ પરિવર્તનથી પુરા સામ્રાજયને આશ્ર્ચર્ય જ‚ર થયો છે. જો કે આ તેમના દેશ માટે ઐતિહાસિક નિર્ણય છે. જો કે રિયાધ, જેદાહ અને દમ્માનમાં ત્રણ સ્ટેડિયમ બનાવવાની શ‚આત કરી દેવામાં આવી છે. જનરલ સ્પોર્ટ ઓથોરીટીએ ટવીટ કરીને જણાવ્યું હતું કે, આ સ્ટેડિયમોમાં ૨૦૧૮થી પરિવારો સહિત પ્રવેશ આપવામાં આવશે. જેમાં રેસ્ટોરન્ટ, કાફે અને મોનિટર સ્ક્રીનની સુવિધાઓ પણ આપવામાં આવશે. ગયા મહિને હજારો મહિલાઓને રીહાધના સ્પોર્ટ સ્ટેડિયમમાં ફૂટબોલ મેચ માટે પ્રવેશ અપાવી પ્રથમ વખત સાઉદી અરેબિયાના રાષ્ટ્રીય દિવસની અનોખી ઉજવણી કરી હતી.
દેશના નવા નિયમો પ્રમાણે ઘરના પુ‚ષ વર્ગમાં પિતા, ભાઈ અથવા પતિ મહિલાઓને શિક્ષણ, પરિવહન તેમજ અન્ય ગતિવિધિઓમાં તેમને અનુમતી આપશે. આ દેશમાં પણ વર્ષ ૨૦૩૦ સુધીમાં મહિલા સશક્તિકરણ તેમજ આર્થિક તેમજ સામાજીક માન્યતાઓમાં ફેરફારો કરશે. જુલાઈથી શિક્ષણ મંત્રી છોકરીઓને સ્કુલમાં યોજાતી રાજય સ્પર્ધામાં રમવા માટે પણ મંજૂરી આપી છે. પ્રિન્સ મોહમ્મદ આ પ્રકારના નિર્ણયો લઈને ઈસ્લામી દેશને આધુનિક બનાવવા માગે છે. તેમના દેશની જનતામાં અડધાથી વધુ ૨૫ વર્ષ કરતા ઓછી ઉમ્ર વય ધરાવતા લોકો છે. તેમનો દાવો છે કે તેઓ ૫૦૦ બિલિયન ડોલર વિકાસ માટે વાપરશે.