સમગ્ર વિશ્વમાં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી આ મહામારી અને કોરોના કટોકટી દરમિયાન વિશ્વના તમામ ધાર્મિક સ્થળોએ ધાર્મિક પ્રવૃત્તિઓ પૂજા-અર્ચના બંદગી બંધ રહેવા પામી છે ત્યારે મુસ્લિમોના પવિત્ર હજસ્થળ મક્કામાં પણ કોરોના ને લઈને ગયા વર્ષે હજ મર્યાદિત સંખ્યામાં સીમિતનું આયોજન રહ્યું હતું પરંતુ આ વર્ષે સાવચેતી અને સલામતી ના નિયમો અનુસરીને મક્કામાં હજના મોટા પ્રમાણમાં આયોજન માટે સાઉદી અરેબિયા સજ્જ બન્યું છે
સરકારી સૂત્રોએ રવિવારે આ અંગેની પ્રાથમિક જાહેરાત કરતા જણાવ્યું હતું કે આ વર્ષે સજના આયોજન માટેની તૈયારીઓ અને આંતરમાળખાકીય સુવિધાઓ અને સ્થિતિ મુજબની વ્યવસ્થા માટેની શું તૈયારી છે તે માટે ટૂંક સમયમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે.
ગયા વર્ષે કોરોના કટોકટીને લઈને સાઉદી અરબી હજ માટે મર્યાદિત સંખ્યામાં લોકોને પરવાનગી આપી હતી દર વર્ષે સમગ્ર વિશ્વમાંથી લાખો લોકો હજ પઢવા મક્કા જાય છે હવે મહાબલિ ની સ્થિતિ સામાન્ય થતાં સાઉદી અરેબિયા સરકારે આ વખતે હ જ માટેની તૈયારી શરૂ કરી દીધી છે.