ભારત જેવા પવિત્ર દેશમાં જયાં નવ દુર્ગાની પુજા થાય છે. માતાનાં ટુકડા થતા તેની શકિત પીઠની સ્થાપના થાય છે. યત્ર પુજયન્તે નારી તત્ર વસન્તે દેવતા એટલે કે નારીને દેવી રૂપ ગણનાર, પુજા કરનાર, નારીની પુજા કરવાથી દેવોનો વાસ થાય છે. અરે! માતૃભુમીને પણ જમીનનો ટુકડો ફકત ન માની માતાનું સ્વરૂપ આપનારો ભારત દેશમા રોજ છાપૂ ખોલીએ! પ્રથમ દ્રષ્યિ બળાત્કારના સમાચાર ઉપર પડે છે! ૪ વર્ષની સગીર, પરિણીતા બધી જ ઉમરની નારી સલામત નથી.

જયારે સતયુગ ચાલતો હતો ત્યારના ઋષીઓએ લખેલા રામાયણ મહાભારત કે કોઈ પણ ગ્રંથમાં કે કોઈ પણ મોટી લડાઈઓ થઈ, તેમાંવિજેતા સેનાએ મેળવેલા વિજય પછી પણ કયાંય મહિલા ઉપર બળાત્કાર નથી થયો, રામાયણમાં રાવણે સીતાઉપર કે રામે મંદોદરી ઉપર પણવિજેતા હોવા છતા પરાજીત સેનાની સ્ત્રીઓ પ્રત્યે આદરપૂર્ણ વ્યવહાર કરેલ હતા, ન બળાત્કાર ન અત્યાચાર ! જયારે આધુનિક ભારતમાં રોજ બળાત્કારની સામાન્ય ઘટના બની ગઈ છે.

ઈસ્વીશન પહેલા લગભગ ૧૮૫ વર્ષ પહેલા તેણે ઉતર ભારત પંજાબ જીતી લીધુ શાકલમાં તેની રાજધાની હતી હિન્દુ પંજાબ પર પણ તેણે રાજય કર્યું ન બળાત્કાર, ન સ્ત્રીઓ ઉપર અત્યાચારનો ઉલ્લેખ, ડેમોટ્રીયસ પછી યુક્રેટીદસ પણ ભારત ઉપર ચડી આવ્યો ઉતર પૂર્વ ભારતનો કેટલોક ભાગ જીતી લીધો ‘તક્ષ શિલા’ તેની રાજધાની હતી ત્યારે પણ સ્ત્રી પ્રત્યે સન્માન જ ન બળાત્કારનો ઉલ્લેખ ડેમેટ્રીયસનો વંશજ મીનેદંર ઈ.સ. ૧૬૦ થી ૧૨૦ ભારત ઉપર ચડી આવ્યો બૌધ્ધ ધર્મી અશોક સમ્રાટ અશોકનો છેલ્લો કાયર રાજા જે અહિંસાના અંચળા હેઠળ કાયરતા ધરાવતો હતો. બૃહદ્રથ ને હરાવ્યો ! ત્યારે પણ સ્ત્રીઓ ઉપર કોઈ બળાત્કારનો ઉલ્લેખ નથી.

સિકંદર યુવાન બેબીલોનથી આવ્યો ઈ.પૂ. ૩૨૬ થી ૩૨૭ તેણે ઘણી મોટી લડાઈઓ કરી તેણે રાજા પોરસ પૂ‚ સાથે લડાઈ કરીને જીત્યા હાફલા રાજાનો બહાદૂરી ભરેલો જવાબ સાંભળી જીતેલુ રાજય પરત કરી દઈને બેબીલોન પરત ચાલ્યો ગયો. વિજેતા યુનાની સૈનિકો (યવનો)ની સેનાએ મહિલાઓ સાથે બળાત્કાર કર્યા નથી ન ‘ધર્મ પરિવર્તન’ કરાવ્યું હોય. ઉલ્લેખ નથી.

ગ્રીકો પછી ભારત ઉપર ‘શકો’એ આક્રમણ કર્યા. જેના ઉપરથી શક સવંત ચાલુ થઈ. ઈસુના જન્મ પછી ૮૦ વર્ષ સિંધુ નદીના કિનારાની બાજુમાં મીનનગરમાં રાજધાની સ્થાપી સૌરાષ્ટ્ર અવંતીકા નર્મદા તટ બાજુનો ઈલાકો મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર સહિત ખૂબજ મોટા વિસ્તાર પર ઈ.સ. ૧૩૦ થી ૬૦ વર્ષ સુધી રાજય કર્યું. તેના રાજયમાં બળાત્કારનો કોઈ ઉલ્લેખ નથી તેના પછી તિબેટ જે આપણુ જ હતુની યુલશી પૂચી જાતીની લડાયક પ્રજાએ કાબુલ અને કંધાર જે આપણા જ હતા પર કબજો જમાવ્યો જેમાં કનીષ્ક ઈ.સ. ૧૨૭-૧૪૦ નામનો અતિ શકિત શાળી સમ્રાટ થઈ ગયો જેનુયં રાજય કાશ્મીરથી લઈને ઉત્તર સિંધ લાહોર પેશાવર થી લઈને બીહારનું સારનાથ ઉપર રાજય કર્યું.

કુષાણ રાજવીનાં લાંબા સમય સુધીનાં બળાત્કારનો કોઈ ઉલ્લેખ નથી. શક કુશાણો પછી અફઘાનીસ્તાનનાં રસ્તેથી આવેલા લુણોએ ઈ.સ. ૫૨૦માં ચડાઈ કરીને ભારતનો મોટાભાગ જીતી લીધો હતો તેઓ ‘ક્રુર’ જરૂર હતા. પરંતુ બળાત્કારી કે ધર્મ ઝનુનીનું લેવલ તેઓને પણ લાગ્યું નહતુ. આ બધાના સિવાય અનેક લૂટારા આવ્યા ભારતીય ઈતિહાસમાં શક હુણ કુશાણો આવ્યા રાજ કર્યું પણ આંરીના થઈને રહી ગયા તેમના રાજયમાં સ્ત્રી પ્રત્યેનો અત્યાચાર ન હતો. કદાચ કોઈને બળાત્કાર શબ્દ ખબર જ ન હતો. લૂટારા હતા કતલો થતી પરંતુ બળાત્કાર શબ્દ જ ન હતો સ્ત્રીઓ સ્વતંત્ર હતી નગરવધુ હતી પણ બળાત્કાર ન હતા આમ્રપાલી, વસંતસેના જેવા નામો ભારતનાં દેશવાસી માટે અજાણ નથી જ…

હવે મધ્યકાલીન ભરત તરફ વળીયે અને કાળામાંજ શરૂ થઈ છે. મધ્યકાલમાં ભારતમાં ઈસ્લામી આક્રમણો થયા અહીથી જ સતયુગમાં ભારતને બળાત્કારનો નાગ આભડી ગયો. બળાત્કારનું પ્રચલન આ યુગથી ચાલુ થયું સૌથી પહેલો મુસ્લીમ આક્રમણ ખોર મુહમદ બિન કાશીમ હતો તેણે સિંઘ પર આક્રમણ કર્યું. સિંઘનો છેલ્લો હિન્દુ રાજવી દાહીર ને હરાવીને તેની બે દિકરીઓને ‘રખાત’નાં રૂપમાં લઈને ‘ખલીફા’ને ભેટ આપી ત્યારેજ ભારતમાં પ્રથમવાર બળાત્કારના રૂપમાં કુકર્માનો સામનો થયો લડાઈમાં જીત મેળવનાર સ્ત્રીઓને ભેટ આપવા લાયક ‘તોહફા’ માનવા માંડયો.

હારી ગયેલા રાજાની પત્ની કે દીકરીઓને જીતેલી મુસ્લીમ સેના ભેટ માનવા માંડયો અનેતેની સાથે બળાત્કાર કરવા લાગ્યા. અપહરણો થવા માંડયા આમ મધ્યકાલીન યુગમાં ભારતમાં બળાત્કાર, અપહરણ કુકર્મ ભોગ વિલાસનું સાધન સ્ત્રી છે. તેવું થવા લાગ્યું એટલે જ રાજાઓ ઓજલ, પરદા, લાજ વગેરે અમલમાં આવ્યું ‘લાજ’ બચાવવા જૌહર પણ આજ મુસ્લીમ રાજય કાળમાં આવ્યા સતીપ્રથા પણ આજ ટાઈમમાં આવી સ્ત્રી ભોગ્યા છે તે વિચાર, સ્ત્રી પર અધિકારની ભાવના વગેરે દુષણો આજ સમયગાળામાં જોવા મળ્યા.

ઈશુની ૧૦૦મી સદીમાં ‘ગજની’ આવ્યો તેને માટે તો કહેવાય છે કે તેણે ફકત ઈસ્લામ ફેલાવવા જ આક્રમણ કર્યું હતુ બુતભંજકની ઉપમા ધરાવતો ‘બીધરો’ આ બધાએ સોમનાથ ઉપર આક્રમણ કરીને મૂર્તિઓ તો તોડી, પણ હજારો લાખો સ્ત્રીઓ પર બળાત્કાર થયા અને અફઘાનીસ્તાનની બજારોમાં જાનવરોની જેમ સ્ત્રીઓને વેચવામાં આવી પછી આવ્યો ‘ધોરી’ ઈ.સ. ૧૧૯૨માં પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યા પછી ‘ઈસ્લામ પ્રકાશ’ ધર્મ પરિવર્તન દ્વારા ફેલાવવામાં આવ્યું. હજારો હિન્દુઓની કતલ થઈ. તેમની ફોજ અગણીત બળાત્કાર કર્યા. બળાત્કાર દ્વારા ધર્મ પરિવર્તન.

આ વિદેશીઓ એટલેકે ગજની ધોરી કાસિમ સુવુકલગીન, બકિતીયાર, ખીલજી, જીનાખાં, ફીરોજશા, નૈમુરલંગ, આરામશાહ ઈલ્લુતમ કોઈ રાજ કરવા આવ્યા નહતા. ફકત ધર્મઝગુન, ધર્મ પરિવર્તન, બળાત્કાર લૂંટ સિવાય કોઈ કામ નહોતું કોઈ પોતાની પત્નીને સાથે લઈને આવ્યા ન હતા. બાબરથી માંડી બહાદૂર શાહનો ભોગલ કાર્યકાળમાં બુરખો, પરદો, લાજ વગેર અને બળાત્કાર વધ્યા આજે ભારતમાંના મુસ્લીમો મૂળ ધર્મ પરિવર્તન હિન્દુ છે. સ્ત્રી પ્રત્યે સન્માન આપણા બાપદાદાનાં વડવાઓનાં સંસ્કાર છે. આધુનીકતા શિક્ષણ ખાનપાન, પહેરવેશ, રહેણી કહેણી વર્તમાન સમયની દેન છે. મૂળમાં બળાત્કાર એ ભારતની પ્રોડકટ છે જ નહી આપણે ફરી આપણા વડવાઓને માર્ગે ચાલીયે તેજ ઉચીત છે.

આપણા દેશનાં ફરી ટુકડા ન થવા દેવા હોયતો આપણે જાગૃત થવું પડશે.નાત, જાત ધર્મ આધારીત રાજકીય ગતિવિધી ત્યજવી પડશે છાપા વાળા રાજકીય વિશ્લેષકો, રાજકારણીઓ બધાએ સમજવું પડશે! નાતજાત કઈ જાતીનો? કયા ધર્મનો? આ શબ્દ છોડવા જ પડશે આ ભરત છે! ભારત માતા છે ‘રાષ્ટ્ર’ મનમાં ધારણ કરવું પડશે તો જ !! આપણી આ માતા’ ! ને બચાવી શકાશે. જન્મથી માંડી જીવનની સફર કરનારા ‘કોઈપણ સ્ત્રી અને તેનું સન્માનજ’ આપણા પૂરાપૂર્વતાં સંસ્કાર છે જ ઉપાસના પધ્ધતિ કોઈ પણ હોય શકે. સ્ત્રી પ્રત્યે સદભાવ જ નહી ફકત કો‚ સન્માન જ નહી જેના ગર્ભમાં આપણે ઉછયાર્ં છે તે જગત જનની છે. આ ભાવ સ્કુલ, કોલેજ ઘરેઘરમાં ફેલાવો પડશે નહીંતર ! પરિણામની કલ્પના પણ કંપારી છોડાવે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.