ચાલો કંઇક સારૂ વિચારી જીવનને વધુ ‘સરસ’ બનાવીએ
‘અબતક’ની મુલાકાતમાં સત્યેન્દ્ર તિવારીએ પુસ્તકની વિચાર બીજથી વિમોચન સુધીની સફરનો સુખદ અનુભવોની કરી ચર્ચા
આજના ડીઝીટલ ટેકનોલોજીની આ આર્ટીફીશીયલ ઇન્ટેલીજેન્સ અને પલકારામાં કોઇપણ માહીતી દુનિયાભરમાં પહોચે તેવા ઝપડી જમાનામાં ભલા પુસ્તકનું વાચનમાં કોઇને રસ હોય ! તેવા સવાલો તદ્દન નીરર્થક છે આજે પણ પુસ્તકનો પ્રભાવ અકબંધ છે. અને આજના પ્રબુઘ્ધ બનેલા યુવાનોમાં તો લેખન વાંચન અને પુસ્તક પ્રત્યેનો પ્રેમ વઘ્યો છે.
‘અબતક’ ની મુલાકાતે આવેલા હિન્દી પુસ્તક ચલો બહેતર સૌચેના લેખક સત્યેન્દ્રભાઇ તિવારી, વિપુલભાઇ પરમાર, અશોકભાઇ દેસાઇ, રાજેશભાઇ અગ્રવાલ, સતીષભાઇ મહેતા અને પુસ્તક વિમોચન અંગેના કાર્યક્રમની માહીતી આપી હતી.
દિવસોનો આરંભ સુવિચારોથી થાય એવો ટ્રેન્ડ સોશ્યલ મીડીયાના વ્યાપને લીધે હવે વધી ગયો છે. શાયરીઓ, વન લાઇનર્સ અને સુવિચારો મોબાઇલ ફોનમાં રોજ ટપકતા રહે છે પણ એ આદર્શવાદી વધારે હોય છે. જીવનના અનુભવો અને એના પરથી લખાયેલા સુવિચારો હોય તો તે બીજાને માટે પણ પ્રેરણારુપ બની રહે છે. જીવનની ચડતી પડતી રોજબરોજની ઘટમાળ અને પળેપળે થતા અનુભવોમાંથી શીખ મેળવેલા આવા ટકોરા બંધ સુવિચારોનો સંગ્રહ હિન્દી ભાષામાં તૈરયા કરતા રાજકોટના સત્યેન્દ્ર તિવારીએ આવા ટુંકા વિચારો ચલો, બેહર સોચે પુસ્તકમાં ટાંકીને એક સંગ્રહ બનાવ્યો છે.
રાજકોટની સૌરાષ્ટ્ર હાઇસ્કુલના ઓડિટોરિયમમાં ર7મી મે 2023 ના રોજ શનિવારે સાંજે 5.30 થી 7.30 દરમિયાન પુસ્તક વિમોચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
સત્યેન્દ્ર તિવારી કાયદાના ક્ષેત્રમાં વરસથી કાર્યરત છે તેઓ સામાજીક ક્ષેત્રે સલાહકાર તરીકે લોકોની માનસિક, સામાજીક તથા પારિવારિક સમસ્યાઓના ઉકેલ માટે કાઉન્સેલિંગનું કામ પણ કરે છે. તેમણે ગુજરાતની ઘણી નામી કંપનીઓમાં કાયદાકિય અને વ્યસ્થાપનના ક્ષેત્રમાં મહત્વની જવાબદારીઓ નિભાવી છે.
ચલો બેહતર સોચે પુસ્તક વિમોચન કાર્યક્રમના અઘ્યક્ષ તેમજ વિમોચનકર્તા વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા, કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે સીઝન્સ સ્કવેર ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અજય જોશી, મેનેજીંગ ટ્રસ્ટી અલ્કાબેન વોરા, નરેન્દ્ર ઝીબા, જૈન અગ્રણી દિપક મહેતા, મોટીવેશન સ્પિકર ભારતીબેન મહેતા, હિન્દી સમાજના પ્રમુખ તક્ષ ચંદ્રિકા પ્રસાદ મિશ્રા અને વિદ્યાનિકેતન સ્કુલના સ્થાપક વિમલ કપુર હાજર રહેશે.
કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બરના પ્રમુખ નલીન ઝવેરી, ગુજરાતના વિઘાપીઠના પૂર્વ વી.સી. ડો. અનામિકા શાહ, બોલબાલા ટ્રસ્ટના જયેશ ઉપાઘ્યાય અને ટોપ ઇન્ડીયા એલિવેટરના એમ.ડી. વિમલ ધોળકીયા હાજર રહેશે.
કાર્યક્રમનું સંચાલન જાણીતા કવિ અને લેખક દિપક ત્રિવેદી કરશે કાર્યક્રમને સફળ બનાવવા માટે વિપુલ પરમાર, અનિલ ગુપ્તા, અશોક દેસાઇ, હર્ષિદાબેન ત્રિવેદી, રાજેશ અગ્રવાલ તથા સુરેન્દ્ર ગુપ્તા, અભય અંજારીયા, તારેશભાઇ બુચ, સતીષભાઇ મહેતા વગેરે જહેમત ઉઠાવી રહી છે.
પ્રબુઘ્ધો યંગસ્ટરોમાં પુસ્તક પ્રત્યનો પ્રેમ વઘ્યો છે: સત્યેન્દ્ર તિવારી
જીવનના અનુભવોમાંથી અંકુરીત થયેલ વિચારને શબ્દ દેહે આકારી દેશભરના જ્ઞાન મિમાશું માટે હિન્દી ભાષામાં ચલો બહેતર સોચેના સર્જક રાજેન્દ્ર તિવારીનું માનવું છે કે ડીઝીટલ યુગમાં પ્રબુઘ્ધ અને ખાસ તરીકેને યુવા વર્ગમાં પુસ્તકોના વાંચનો લગાવ વઘ્યો છે. લેખકના પુસ્તક લેખનના વિચારથી પુસ્તકના વિમોચન સુધી મને મારા ખુબ જ સારા અનુભવ થયા હોવાનું લેખકે ‘અબતક’ના આંગણે જણાવી આ પુસ્તક સારા વિચારની પ્રેરણા આપનાર હોવાનું કહયું હતું.