આમંત્રીતોને માળા વિતરણ કરી ચકલીબચાવવાનો સંદેશ અપાશે: ગ્રુપ દ્વારા સ્વચ્છતા અભિયાન, વ્યસનમૂકિત જેવા જન જાગૃતિ કાર્યક્રમો હાથ ધરાઈ છે: લગ્નોત્સવને સફળ બનાવવાઆગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
સંવેદના યુવા સોશ્યલ ગ્રુપ રાજકોટ આગામી તા.૧૨.૧૨.૧૮ના બુધવારના રોજ સાત ગરીબ આર્થિક રીતે નબળા પરિવારની દિકરીઓનાં સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા વર પક્ષ કે કન્યા પક્ષ એક પણ પક્ષ પાસેથી એક પણ રૂપીયો ફી લીધા વગર નિ:શુલ્ક સમૂહ લગ્ન કરવામાં આવે છે.
સમાજની દરેક જ્ઞાતિઓમાં એકતા વધે સમગ્રસમાજ સંપ સેવા સહકારથી હળીમળીને રહે તે હેતુથી સર્વ જ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે., સંવેદના યુવા સોશ્યલ ગ્રુપનો ઉદેશ જ સંપ સેવા અને સહકારની ભાવના છે. આ સમુહલગ્નમાં વધુમાં વધુ લોકો ભાગ લઈ શકે તે હેતુથી ૧૪૦૦ વ્યંકિતઓને આમંત્રીત કરાવામાં આવ્યા છે.
દરેક દિકરીઓને કુલ ૧૫૦ વસ્તુઓની ભેટ કરીયાવર રૂપે આપવામાં આવશે. આ ઉપરાંતમેરેજ સર્ટીફીકેટ પણ ગ્રુપ દ્વારા જ અપાવવામાં આવશે. છેલ્લા છ માસથી ગ્રુપની ટીમ જહેમત ઉઠાવી રહી છે. આ સાથે રકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રાજકોટ વોલેન્ટરી બ્લડ બેંકની ટીમ કાર્યરત રહેશે. આ રકત થેલેસેમીયા ગ્રસ્ત બાળકોને નિ:શુલ્ક આપવામાં આવશે.
વી.ડી. બાલાના માર્ગદર્શન અને પ્રેરણાથી આ સમૂહ લગ્નોત્સવમાં સંવેદના યુવા સોશ્યલ ગ્રુપ દ્વારા મહેમાન-સગા-સંબંધીઓને ચકલીના માળા વિતરણ કરી આજન સમયમાં નાશ પ્રાય થતી ચકલીઓને બચાવવાનો સંદેશ પણ આપવામાંઆવશે.
લોકોના સહકારથી કાયમી ધોરણે ગ્રુપદ્વારા સ્વચ્છ્તા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આજના સમયમાં વ્યસન એમાનવનો મહાશત્રુ હોઈ… આજના યુવાનો તેમજ વડીલોને વ્યસન મૂકિતના સંદેશ આપવામાં આવશે. લગ્નોત્સવને સફળ બનાવવા સંવેદના યુવા સોશ્યલ ગ્રુપના આગેવાનો વી.ડી.બાલા, ધવલ સારણીયા, જયદીપ હિંગુ, અશોક વડગામા, મનિષ સંચાણીયા અને મનિષ પંડયાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
સંવેદના યુવા સોશ્યલ ગ્રુપ દ્વારા અન્યવિવિધ પ્રવૃત્તિઓ જેવી કે,સમુહ લગ્નોત્સવ, જન્માષ્ટમી નિમિતે મીઠા, ફરસાણ વિતરણ, ગરીબ બાળકો માટે શિક્ષણ વ્યવસ્થા, શેરી રમતો હોળી, ધૂળેટી, જન્માષ્ટમી ક્રિશ્ર્ના મહોત્સવ, ગણેશોત્સવ ગરબી જેવા ઉત્સવો પણઉજવવામાં આવે છે.