ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ અને સંત વેલનાથ જયંતિ ઉત્સવ સમિતીનું આયોજન: આયોજકો ‘અબતક’ની મુલાકાતે

રાજકોટ જીલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ અને સંત વેલનાથ જયંતિ ઉત્સવ સમીતી દ્વારા વેલનાથબાપુની જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ભવ્ય શોભાયાત્રાનું તા. ૩૧-૩ ને શનિવારના રોજ કિશાનપરા ચોકથી પ્રસ્થાન કરીને જીલ્લા પંચાયત ચોક, બહુમાળી ભવન, ધરમ ટોકીઝ, હોસ્પિટલ ચોક, કેશરીપુલ પારેવડી ચોક, બેડીપરા પાંજરાપોળ થઇને કોર્પોરેશન ઓફીસ સામેના પ્લોટમાં વિરામ લેશે. જયાં સમાજના લોકો દ્વારા સંતો મહંતોના સ્વાગત અને પ્રસાદ આપવામાં આવશે. આ અંગેની વિસ્તૃત વિગતો આપવા આયોજકોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

શોભાયાત્રામાં આગળ હાથી, ઘોડા અને સંત વેલનાથબાપુનો ફલોટસ, હનુમાનજી મહારાજનો ફલોટસ તથા દેવ-દૈવીઓના આકષક ફલોટસથી સજજ વાહનો થશે.

શોભાયાત્રાના ઉદધાટન સંત રામદાસબાપુ મહંત અલીયાબાડા નકલંક રણુજા, પુ.મહંત મંગલગીરીબાપુ વેલાવડ જુનાગઢ પુ. મહંત સાઇનાથબાપુ ખડખડ વેલનાથ સમાધી પુ.મહંત માંઘાતા મંદીર તરણેતર, પૂ. સત્યમગીરીબાપૂ ગુરુપંચ જુના અખાડા હસનપુર ઘનશ્યામબાપુ આશ્રમ બોળકથંભા તેમજ અન્ય સંતો મહંતો ઉ૫સ્થિત રહેશે.

આ શોભાયાત્રામાં સાંસદ દેવજીભાઇ ફતેપર ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા, કુંવરજીભાઇ બાવળીયા તેમજ રોહિતજી ચંદુજી ઠાકોર ભરતસિંહ ડાભી સંસદીય સચિવ વીરજીભાઇ સનુરા વિગેરે મહાનુભાવો ઉ૫સ્થિત રહેશે.

શોભાયાત્રા પૂર્ણ થયે ભાવનગર રોડ કોર્પોરેશન સામેના મેદાનમાં ભોજન પ્રસાદની તથા છાશ પાણીની વ્યવસ્થા દાતાઓ તરફથી કરવામાં આવેલ છે.

શોભાયાત્રાને સફળ બનાવવા માટે સત વેલનાથ જયંતિ ઉત્સવ સમીતીના પ્રમુખ દિપકભાઇ બાબરીયા, મહામંત્રી સુભાષભાઇ અઘોલા, ખજાનચી રાજુભાઇ પંચાસરા, તથા શોભાયાત્રાના ઇન્ચાર્જ વિરજીભાઇ સનુરા, દિનેશભાઇ મકવાણા, તથા માર્ગદર્શક ધર્મેશભાઇ જંજવાડીયા, બાબુભાઇ ઉઘરેજા, વિજયભાઇ મેથાણીયા, મનુભાઇ આહુદરા, નટુભાઇ કુંવરીયા, ગંગારામભાઇ ડાભી, અરવિંવભાઇ સોલંકી વિનુભાઇ સોલંકી ગોરધનભાઇ ઝાંખેલીયા, ભરતભાઇ ડાભી, ભરતભાઇ બાળોદ્રા, લક્ષ્મણભાઇ વાવૈસા, ડો. જીતુભાઇ પરેશા, જેન્તીભાઇ વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.