- મીન રાશિ અનુસાર ગોચરના શનિનું રાશ્યાદિ ફળ
પોરબંદરના પ્રખ્યાત જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ ડો. હિતેષ મોઢા જણાવે છે કે જેનું નામ સાંભળતા ભલ ભલા ખડતલ બાંધાના જાતકો પણ થરથર કાંપી ઉઠે તે ગ્રહ શનિ દિનાંક 29 માર્ચ 2025ના દિને શનિ મહારાજ પૂર્વ ભાદ્રપદ નક્ષત્રના ચોથા ચરણે, જલ તત્વની રાશિ મીનમાં પ્રવેશ કરશે ભ્રમણ અને પ્રવેશ રાશિનું તત્વ જલ હોતા, આ તત્વને લઈને અનેક વિધ બદલાવ એવમ રાજકીય પરિવર્તન, નવાજૂની, ઉથલપાથલ કે દરિયાઈ/જલીય તોફાન લાવે. સ્થિત/સ્થિર થયેલી ઘણી બધી બાબતોમાં વેગ લાવી શકે છે.
પન્નોતિ વિશે; 1 મેષ રાશિનો પ્રથમ તબક્કો 2 મીન રાશિનો દ્વિતિય તબક્કો 3 કુંભ રાશિનો તૃતિય ને અંતિમ તબક્કો,
જયોતિષ શાસ્ત્ર અનુસાર તમામ પન્નોતિઓને ધાતુની હાર્ડનેસ, વાહકતા તથા સંવેદનશીલતાના આધારે અગ્રતા આપી વર્ગીકૃત કરવામાં આવી છે.
હિંદુ એવમ વૈદિક જ્યોતિષ અનુસાર જાતક કષ્ટથી ઘેરાયેલા હોય, તેમાંથી નીકળવાનો કોઈ માર્ગ દેખાતો ન હોય ત્યારે શનિ તેના ગોચર ભ્રમણ અનુસાર ઉચ્ચસ્થ કે નિચ્ચસ્થ કે મૂળ ત્રિકોણના દ્રષ્ટિ સંબંધે, પોતાના કાર્યક્ષેત્રમાં સંચિત કર્મને આધારિત ન્યાયિક ભૂમિકામાં રહીને ફળ આપે છે.શનિ કોઈ પણ જાતકને પાયાકીય જરૂરિયાતથી વંચિત નથી રાખતો. આ એમનો ગુણધર્મ છે. પરંતુ અથાક પુરુષાર્થ કરાવે છે.
વૈદિક જ્યોતિષ અનુસાર મીન રાશિનું એક આગવું મહત્વ છે. તે દ્વિસ્વભાવ રાશિ છે. નૈસર્ગિક કુંડલી અનુસાર કાળપુરુષની પગના સ્થાને છે. જાતકની ગોઠણ થી પગના પંજા સુધી તેનું કાર્યક્ષેત્ર રહેલું છે, તેને સંબંધિત કોઈ તકલીફ/ ફાયદો થવા સંભવ. યોગીક દેહ પર આંશિક રીતે મૂળાધાર ચક્ર તેમજ સ્વાધિષ્ઠાન ચક્ર પર કાર્યરત હોય છે. ઉત્તર એવમ દક્ષિણ દિશા સ્થિત વાસ્તુદોષની પણ કારક છે આ રાશિ.
મીન રાશિ, બહિર્મુખી, બહુશ્રુત છે. સ્વભાવે અલ્પ શરમાળ, સ્પષ્ટ વક્તા, મધુરભાષી, ધૈર્યવાન ધીરજવાન, વિચારક સુધારક, નિષ્ઠાવાન હોય છે. અને સતત વિચાર કરતી કે તેમાં ખોવાયેલ હોય છે. તથા અતિ બૌદ્ધિક હોય છે. ગોચર ભ્રમણમાં જેની કુંડલીમાં વક્રી-માર્ગી કે ઉચ્ચસ્થ હોય તેવા જાતકો પુષ્કળ ફાયદો આ અઢી વર્ષ દરમિયાન થશે. દૈવવ્યપાશ્રય (મેડિકલ એસ્ટ્રોલોજી) પ્રમાણે જલ મહાભૂતનું દ્વિતિય પ્રબળ વાયુ મહાભૂત સાથે સંયોજન થતા કફ પ્રકોપમાં રાહત રહેશે. જ્યારે વાત પ્રકૃતિમાં હળવો ઉછાળો રહેવા સંભવ. મેષ રાશિના જાતકમાં પ્રથમ 120 દિવસ સુધીમાં અગ્નિ તત્વ દૂષિત થવાની સંભાવના તો ઉપાય રૂપે રોજ શિક્ષિત આયુર્વેદાચાર્યની પરામર્શ અંતર્ગત ઔષધિનુ સેવન કરવું. તેમજ વક્રી-માર્ગી શનિ વાળા જાતકોએ આરોગ્ય પ્રત્યે વિશેષ સંભાળ રાખવી.
મીન રાશિમાં શનિના ભ્રમણથી વિધ-વિવિધ ક્ષેત્રો તથા ભૌગોલિક સ્થાન/સ્થળ પર કેવા પ્રકારની અસર થશે તે અંગે પં. ડો. હિતેષ મોઢા જણાવે છે,
દરિયાઈ વિસ્તાર ધરાવતા, કેનેડા, ઞજઅ, દક્ષિણ અમેરિકા તથા ઓસ્ટ્રેલિયા પશ્ચિમ વિસ્તાર, ચાઈના, ભૂમધ્યના, પશ્ચિમ પ્રદેશ તથા અગ્નિ એશિયાઈ દેશમાં જલ સંબંધિત મોટા તોફાન કે તેના જેવી અન્ય સમસ્યા આવવાની પૂર્ણ સંભાવના. આ દેશમાં રાજકીય, સામાજિક કે આર્થિક નીતિમાં કોઈ પરિવર્તન આવવાની પૂર્ણ રૂપે સંભાવના વ્યક્ત કરી શકાય છે.
લેંડલોક્ડ દેશ, રણ પ્રદેશમાં, સીમા સરહદ, ધાર્મિક સ્થળે કે ધાર્મિક સ્થાનને લઈને કોઈ બાબત સામે આવે. તેમ ત્યાં અકલ્પિત સમસ્યા, કે સંકટ જોવા મળી શકે છે. તેમ આ દેશમાં મોટા આર્થિક સંકટ પણ જોવા મળશે.
દેશમાં, શાસક પક્ષને અનેક પ્રકારે લાભ થવાની સંભાવના, વિપક્ષ માટે પ્રારંભનો કપરો સમય ગાળો. તેમજ નકારાત્મક નીતિઓ ધરાવતા પક્ષ માટે પણ હળવો કપરો સમય. પડોશી દેશ સાથે સંબંધો સુધરી શકે તેવી સંભાવના.
જમીન, મકાન અને સ્થાપત્ય બાંધકામ ક્ષેત્રે થોડા સમય માટે એક મોટી તેજી આવશે. લાંબા ગાળાના રોકાણકારો માટે લાભના દિવસો. બાકી ગત પન્નોતિ માફક જ, નવા ઉદ્યોગ, વ્યાપાર, વિદેશ વ્યાપારમાં વધારો, ધાતુ બજાર, ઔધોગિક, મશીનરીઝ ક્ષેત્રે તેજી. શેરબજાર ચડ ઉતર થયા કરશે. થોડી ઉપર રહેશે. વિદેશની અમુક કંપનીઓ ભારતમાંથી પલાયન કરશે. કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ ક્ષેત્રે ભારત વધુ ને વધુ સ્વાયત બનશે. ભારતની આર્થિક વ્યવસ્થા વધારે ને વધારે સુદ્રઢ બનશે. સિસ્મિક ઝોન પર ધરતીકંપ તથા અનેક વિધ કુદરતી વિપદાની સંભાવના. વાહન અકસ્માતમાં વધારો થવાની વકી.
શનિ પ્રધાન તથા ગુરુ પ્રધાન કોઈ નેતા-મહંત કે સંતનું અકાળે અવસાન થવા સંભાવના. મીનમાં આ શનિનું ભ્રમણ વર્તમાન શાસક પક્ષ માટે બહુ લાભદાયક નીવડશે. એવમ પ્રાચીન હિંદુ સભ્યતા અને તેના પ્રાચીન એવમ પ્રાકૃત વિજ્ઞાનને વિશ્વમાં મૂળ રૂપે ઉજાગર થવાને વેગ પણ મળશે.
મીન રાશિ અનુસાર ગોચરના શનિનું રાશ્યાદિ ફળ
મેષ :- દસમા અને અગિયારમા ભવનનો સ્વામી છે અને હવે બારમા ભવનમાં ભ્રમણ કરશે, આથી, વિદેશ યાત્રા, એકાંત, આધ્યાત્મિકતા અને પારાવાર અને મોટી આવકની સંભાવના. દ્રષ્ટિ સંબંધ બીજા, છઠ્ઠા અને ભાગ્ય ભાવ પર રહેશે. મેષ રાશિના લોકો માટે કેટલાક પ્રતિકૂળ પરિણામ લાવી શકે છે. પારિવારિક વાદ વિવાદ થવાની શક્યતા. ભાગ્ય મેષના પક્ષમાં રહેશે. પન્નોતિનો પ્રથમ તબક્કો લાભદાયક નીવડશે.
વૃષભ :- વૃષભ રાશિના લોકો માટે શનિનું આ ભ્રમણ કોઈ રાજયોગથી ઓછું નથી. આ સમયે, તમને તમારા કાર્યસ્થળ પર જ ઉતુંગ સફળતા મળશે. બાકી તથા અધૂરા રહેલા કામ પૂર્ણ થશે. વારંવાર બીમાર રહેતા જાતકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે. શેરબજાર, સટ્ટાબાજી, જુગાર અને લોટરીથી નફો થશે. કોઈપણ ક્રોનિક/જીર્ણ રોગ મટવાની પૂર્ણ સંભાવના, વારસામાં મિલકત મળવાની સંભાવના. વિદેશગમન થવાની પૂર્ણ સંભાવના.
મિથુન :- મિથુન રાશિના લોકો માટે શનિદેવનું આ ભ્રમણ ખૂબ જ સારું રહેવાનું છે. કાર્યસ્થળ પર જે યોગ્ય પરિણામો અથવા અનુકૂળ પરિણામો ન મળતા હતા તે હવે લાભદાયક અને સાનુકૂળ નીવડશે. આ ઉપરાંત, વિદેશ યાત્રા કરવાની તક મળે તેવી સંભાવના. નવી સ્થાવર જંગમ મિલકત ખરીદવાના સંયોગો. ભાગીદારીમાં કોઈ પણ નવા કામના પ્રારંભ કરી શકાશે. દામ્પત્ય જીવનમાં પ્રગાઢતા સંવાદિતામાં વધારો થશે. એકંદરે, શનિનું આ ગોચર તમારા માટે સારું રહેશે.
કર્ક :- કર્ક રાશિના લોકો માટે શનિનું ભ્રમણ લાભદાયક રહેવાનું છે. નવમા ભવન પરથી આ ભ્રમણ પૈતૃક સંપતિનો વારસો વૈધકિય પ્રાપ્ત કરાવે તેવી સંભાવના. ભાઈ-બહેનો સાથે હળવો વાદ વિવાદ થવા સંભવ. જોકે, કર્ક રાશિના જાતકોની ઇચ્છાઓ તો પૂર્ણ જ થશે. યાત્રા પ્રવાસના પારાવાર શુભ સંયોગો અને અવસરો. કોમ્યુનિકેશન/સંદેશાવ્યવહાર/માર્કેટિંગ પ્રબળ હોતાં ધંધો વ્યવસાય, નોકરી ક્ષેત્રે, બહુ ધનલાભ સાથે અનેક નવી તકો મળશે. આ ભ્રમણ દરમિયાન જૂના રોગનો કાયમી ઉપાય થઈ જવા પૂર્ણ સંભાવના. સાથે કરજ, શત્રુઓથી પણ મુક્તિ મળશે.
સિંહ :- શનિદેવનું આ ગોચર તમને કૌટુંબિક બાબતોમાં થોડી નિષ્ફળતા આપી શકે છે. આ સમયે તમારો ગુસ્સો વધી શકે તેવી સંભાવના. પૂર્વ આયોજન વિનાના કોઈ પણ કાર્ય કરવાથી દેવું થઈ શકે તેવી સંભાવના. સાથો સાથ રોગ અને શત્રુ અંગે પણ તકેદારી રાખવી. આ ઉપરાંત, તમારે નાણાકીય વ્યવહારમાં પણ સાવધાની રાખવી. કાર્યસ્થળ પર ખૂબ કાળજીપૂર્વક કામ કરવું પડશે. નવા વાહન માટે ઉત્તમ યોગ. પારિવારિક સંબંધોમાં ખાસ સાચવવું, દૂષિત યોગ વાળા જાતકો માટે લાભદાયક ભ્રમણ. વ્યવસાયના જાતકો, વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી માટે આ શનિ ભ્રમણ લાભદાયી ફળ આપશે.
કન્યા :- જેના લગ્ન નથી થયા તેના માટે આ શનિ દેવનું આ ભ્રમણ લગ્નયોગ આપશે, અને દામ્પત્ય જીવનનો શુભ પ્રારંભ પણ. લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ થઈ જવાની સંભાવના. જોકે, આ માટે આળસ છોડવી પડશે. આ ઉપરાંત, કોઈ નવું કાર્ય પણ શરૂ કરી શકાશે. પરિવારને લઈ કોઈ વ્યાધિ ચિંતા જેવું જણાય નિષ્ણાતની પરામર્શ લેવી હિતાવહ રહેશે. આ ભ્રમણ દરમિયાન અનેક નવા અવસરો, દિશા પ્રાપ્ત થવાની સંભાવના. વક્ર તર્ક, કુતર્ક, અને આળસ ત્યાગ હશે તો આ શનિ ભ્રમણ અતિ લાભદાયક નીવડશે.
તુલા :- તુલા રાશિના લોકો માટે, શનિદેવનું આ ગોચર કેટલીક માનસિક સમસ્યાનું કારણ બની શકે છે. પરંતુ પૂર્વ કાળજી લેતા આ સમસ્યા દૂર થઈ જશે. પરિવારને લઈને મનમાં માનસિક ચિત્ર હશે તેમાં પૂર્ણ રૂપે સફળતા મળવાની સંભાવના. નવી નવી નોકરી અવસરો મળવાની સંભાવના. વિદેશ સંબંધિત બાબતોમાં સફળતા અને ધનલાભ થવાની સંભાવના. મિકેનિકલ ટેકનોલોજી કે તેના જેવા ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે આ ભ્રમણ અતિ લાભકર્તા નીવડશે.વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી માટે આ ભ્રમણ સાનુકૂળ જણાશે.
વૃશ્ચિક :- વૃશ્ચિક રાશિના ભાવકો માટે, આ શનિ ભ્રમણ શૈક્ષણિક ક્ષેત્ર એવમ બૌદ્ધિક ક્ષેત્રમાં સફળતા પ્રદાન કરશે. આ બન્ને સંબંધિત કોઈ પણ કેટલા પણ જૂના બાકી રહેલા કામ હશે તે બધા પૂર્ણ થઈ જવાની સંભાવના. મોટી એવમ યુનિવર્સિટીમાં પ્રવેશ + સફળતા મળવાના સંયોગો. સ્થાવર સંપત્તિથી લાભ થવાની સંભાવના. તમે લગ્ન એવમ ગર્ભાધાન માટે આ શનિ ભ્રમણ શ્રેષ્ઠ નીવડશે. ધાર્મિક યાત્રા, અને લાંબા પ્રવાસ થવાની સંભાવના. વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી માટે આ શનિ ભ્રમણ લાભકર્તા રહેશે.
ધન :- ધન રાશિના જાતકો માટે, નાની પન્નોતિ શરૂ થશે. ધન રાશિમાં જન્મેલા લોકોને શનિદેવના આ ભ્રમણ/પન્નોતિથી મિલકતનો લાભ મળવાની સંભાવના. સાથે વિદેશમાં જઈને પણ મિલકત ખરીદવાના સંયોગો. કાર્યક્ષેત્ર પર તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી સંભાવના. વરિષ્ઠ અધિકારીઓ સાથે યોગ્ય તાલમેલ જાળવવો જરૂરી બનશે એવમ આળસને છોડવી પડશે. જૂના રોગમાંથી મુક્તિ નો સમયગાળો. ઉદ્યોગ, ધંધા, વ્યવસાયના જાતકો તથા વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી માટે આ શનિ ભ્રમણ લાભદાયક નીવડશે.
મકર :- મકર રાશિના લોકો માટે સાડાસાતી/પન્નોતિનો તૃતિય તબક્કો પૂર્ણ થતાં, ચારે બાજુથી લાભ અને સાનુકૂળ સમય, અવસર એવમ સુખ અને દૈવિક શાંતિ, સંતોષનો પુન: પ્રારંભ થઈ જશે. આ કારણે સાર્વજનિક જીવનમાં માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. કાર્યક્ષેત્રમાં હવે અચૂક સફળતા મળશે સાથે બહુ મોટા આર્થિક લાભ થશે. ધંધા, વ્યવસાયના જાતકો તથા વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી માટે આ શનિ ભ્રમણ બહુ બહુ લાભદાયક નીવડશે.
કુંભ :- પન્નોતિનો અંતિમ તબક્કો. આ સમયગાળામાં સંપત્તિ સંચય પર ભાર મૂકવો હિતાવહ સાબિત થશે. બચતનું પ્રબંધન કરવું આ ગાળામાં જરૂરી જણાશે. આ તબક્કામાં કઠોર પરિશ્રમ કરવો પડશે. વિદેશમાં નોકરી કરતા જાતકો એવમ બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતા કર્મીઓ અથવા આંતરરાષ્ટ્રીય વ્યાપાર સાથે જોડાયેલ જાતકો માટે આ શનિ ભ્રમણ નોંધપાત્ર સફળતા અપાવશે. પારિવારિક સંબંધોમાં ઉતાર-ચઢાવ આવવાની સંભાવના. શકે સ્થાવર સંપતિના લે વેચ થી લાભ થવાની સંભાવના. આરોગ્ય બાબતે વાત અને કફ ના પ્રકોપ/વિકૃતિનું ધ્યાન રાખવું, અને કઠોર વાણી ટાળવી, ધંધા, વ્યવસાયના જાતકો તથા વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી માટે આ શનિ ભ્રમણ સાનુકૂળ નીવડશે.
મીન :- ભાઈ-બહેનના સંબંધમાં પ્રગાઢતા એવમ સંવાદિત આવે તેવી સંભાવના. વિવાહિત જીવનમાં હળવા ઉતાર-ચઢાવ જણાશે. ધંધા વ્યવસાયિક સંબંધો માટે આ ભ્રમણ ખૂબ જ સારું અને સાનુકૂળ જણાશે. સાથે સાથે ધંધા વ્યવસાયિકના નવા સંબંધ માટે સાનુકૂળ ભ્રમણ, આ કારણે ધંધા વ્યવસાયને પારાવાર લાભ થશે. ધંધા વ્યવસાય માટે લાંબા ગાળાની યોજના બનાવવી કઠોર પરિશ્રમ લાભદાયી નીવડશે. સપ્ટેમ્બર થી ડિસેમ્બર વચ્ચે, માનસિક તણાવની સાથે શારીરિક સમસ્યાઓ પણ વધી શકે છે તથા વૈવાહિક સંબંધોમાં ઉતાર-ચઢાવ આવે તેવી સંભાવના. આ સમયે વિશેષ કાળજી લેવી. સરકારી, ખાનગી કર્મીઓ તથા ધંધા, વ્યવસાયના જાતકો તથા વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી માટે આ શનિ ભ્રમણ સાનુકૂળ નીવડશે.
ઉપરોક્ત ફળકથન ચંદ્ર કુંડલી આધારિત હોતા અંતિમ ન માનવુ સાથે જન્મ કુંડલીનો અભ્યાસ પણ એટલો જરુરી હોય છે. ય અસ્તુ ય