નિજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભૂતપૂર્વ સ્ટે.ચેરમેન રાજભા ઝાલા પરિવારના સંયુકત ઉપક્રમે  આયોજન: પ્રણામી સંપ્રદાયના સુધાકરજી મહારાજ કથાનું રસપાન કરાવશે

નિજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન રાજભા ઝાલા પરિવારના યજમાન પદે રાજકોટમાં તા.૭-૧૨- શનિવારથી ભાગવત સપ્તાહનો પ્રારંભ થશે.શહેરના નાનામવા સર્કલ,બીઆરટીએસ સ્થિર મેદાનમાં ભવ્ય આયોજનને હાલમાં આખરી ઓપ અપાઈ રહ્યો છે જયારે આ ભવ્ય આયોજનને સફળ બનાવવા નિજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ,છત્રશાલ યુવક મંડળ તેમજ પ્રણામી મહિલા મંડળ ઉપરાંત ઝાલા પરિવારના શુભેચ્છકો આયોજનને સફળ બનાવવા દિવસ રાત જહેમત ઉઠાવી રહ્યા છે.

સપ્તાહ દરમિયાન વિવિધ પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરવા માટે અલગ અલગ વ્યકિતઓને જવાબદારી સુપરત કરવામાં આવી છે.સપ્તાહ દરમિયાન કૃષ્ણજન્મોત્સવ તેમજ રૂકમણી વિવાહ જેવા પ્રસંગોને ધામધૂમથી ઉજવવા માટે આયોજન થઈ ગયેલ છે.કૃષ્ણજન્મોત્સવના દિવસે પ્રત્યક્ષ વૃંદાવન અને ગોકુલના દ્રશ્યો તાદ્રશ્યો થશે તેવી જ રીતે રૂક્મણી વિવાહમાં પણ રંગેચંગે સાજન માજન સાથે ભવ્ય લગ્નોત્સવની  ઉજવણી કરવામાં આવશે.

આગામી ૭ ડિસેમ્બરે કથાના પ્રારંભ પૂર્વે બાલાજી હોલ ૧૫૦ ફુટ રીંગ રોડથી કથા સ્થળ નાનામવા બી.આર.ટી.એસ.સર્કલ સુધી ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.જે બપોરે ૧.૩૦ વાગ્યાથી પ્રસ્થાન થશે.જેમા રથ,બગી તેમજ ઘોડેસવારો, ડી.જે.ના તાલ સાથે રાસ ગરબાની રમઝટ સાથે પોથી યાત્રા કથા સ્થળે પહોંચશે.

આ ભગવાન સપ્તાહની વિશેષતા એ રહેશે કે દેશમાં પ્રણામી ગ્રંથ તારતમ સાગરનો અભ્યાસ કરેલ અને સાથે ભાગવદનો પણ અભ્યાસ કરેલ.વકતાઓ આંગણીના વેઢે ગણાય તેટલા જ છે જેમાં પૂ.પ્રમોદ સુધારકજીનો સમાવેશ થાય છે.જે વ્યકિતએ કે કથાકારે તારતમ સાગર ગ્રંથનું જ્ઞાન મેળવ્યું હોય તે વ્યકિત ભાગવતના ગૂઢ રહસ્યો સુપેરે રજુ કરી શકે છે તે આ કથાની મુખ્ય વિશેષતા રહેશે.

સપ્તાહ દરમિયાન રોજ રાત્રે ૯.૦૦ વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે.જેમાં તા.૯-૧૨-૨૦૧૯ના લોક ડાયરો રાખવામાં આવેલ છે જેમાં કવિદાદના સુપુત્ર જીતુદાદા તેમજ શંકરદાન ગઢવી વગેરે કલાકારો ધાર્મિક શૈલીમાં શોર્યરસ પીરસશે તેમજ તા.૧૦-૧૨ના મહારાજા છત્રશાલના જીવન પરથી રૂપાંતરિત કરેલ લીલાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.મહારાજા છત્રશાલ મહામતી પ્રાણનાથજીના અનન્ય શિષ્ય હતા. જેઓ બુંદેલ ખંડના મહારાજા હતા. હાલમાં મધ્યપ્રદેશમાં પન્નામાં પ્રાણનાથજી મંદિર છે તે છત્રશાલજી મહારાજે બંધાવેલ છે.તા.૧૧-૧૨-૨૦૧૯ના મહારાજશ્રીના ભજન સંધ્યા તેમજ રાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.