ભુપગઢની ગોપીનાથજી ગૌશાળાનું સતત પાંચમાં વર્ષે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન: ટુર્નામેન્ટ દરમીયાન બચેલી રકમ ગૌશાળાની ૨૦૦ થી વધુ નિરાધાર ગાયોના નિભાવ અને ઘાસચારા
ભપગઢ ગામે ગોપીનાથજી ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત ગોપીનાથજી ગૌશાળાના લાભાર્થે આગામી રરમીને શનિવારથી રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. આ ટુર્નામેન્ટ દરમીયાન જે બચત રકમ રહેશે તે દર વર્ષની જેમ ગોપીનાથજી ગૌશાળાની નિરાધાર ગાયોની સેવામા ઉપયોગ કરવામાં આવશે.
ગોપીનાથજી ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત ગૌશાળામાં ૨૧૦ અંધ, અપંથ અને નિરાધાર ગાયોની સેવા અવિરત પણે થઇ રહી છે. અને ટુર્નામેન્ટ દરમીયાન બચેલી રકમ પણ ગૌશાળાની ગાયોના નિભાવ અને ઘાસચારા માટે ઉપયોગ કરવામાં આવશે. ગૌશાળાના લાભાર્થે
સતત ચાર વર્ષ સુધી રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યાબાદ આગામી રરમીએ શનિવારથી પાંચમી વખત આ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરાયું છે.
ટુર્નામેન્ટમાં દરેક ટીમને ગોપીનાથજી ગૌશાળા તરફથી મોમેન્ટો આપવામાં આવશે., ટુર્નામેન્ટ ટેનીસ બોલથી રમાડવામાં આવશે., સેમી ફાઇનલ અને ફાઇનલ સિવાયની દરેક મેચ ૧ર ઓવરની રમાડવામાં આવશે., મેચની પ્રથમ ૪ ઓવર બન્ને ઇનીંગ્સમાં પાવર પ્લેમાં ર (બે) ફિલ્ડર જ સર્કલ બહાર રહેશે., આ ટુર્નામેન્ટમાં ભાગ લેવનાર દરેક ટીમે એલ.બી.ડબલ્યુ સિવાયના બધા આતંરરાષ્ટ્રીય ક્રિકેટના નિયમોથી રમવાનું રહેશે.: આ ટુર્નામેન્ટમાં એન્ટ્રી ફી ‚ા ૪૦૦૦ રાખેલ છે, ફાઇનલ વિજેતા ટીમને ‚ા ૨૧૧૨૧ અને ટ્રોફી ઇજનમ તેમજ રનરર્સ અપ ટીમને ‚ા ૧૧૧૧૧ અને ટ્રોફી ઇનામ સ્વ‚પે આપવામાં આવશે.
]