આયોજકો ‘અબતક’ની મુલાકાતે
સમાજ સેવા કેન્દ્ર છેલ્લા ઘણા વર્ષોથી સામાજીક પ્રવૃતિ જેવી કે વિધવા સહાય, અન્નક્ષેત્ર, કુદરતી આફતોમાં સહાય, બિનવારસી લાશના અંતિમ સંસ્કાર, ફ્રી એમ્બ્યુલન્સ સેવા, ગરીબ દર્દીઓને હોસ્પિટલ સહાય, વૃદ્ધાશ્રમ, સ્ત્રી સલામતી એવી અનેક સામાજીક સેવાઓ નિર્સ્વાથ ભાવે કરવામાં આવે છે.
રાજકોટ તેમજ આસપાસના વિસ્તારમાં આવી અનેક સામાજીક સેવા સંસ્થાઓ, મંડળો અને ટ્રસ્ટો હાલ કાર્યરત છે. આવી તમામ સામાજીક સંસ્થા અને વ્યક્તિઓનું સન્માન કરી તેઓને વધુને વધુ પ્રોત્સાહન પૂરું પાડવાના શુભ આશયી શનિવારના રોજ બપોરે ૩ થી ૭માં અરવિંદભાઈ મણીયાર હોલ, જયુબીલી ગાર્ડન, રાજકોટ ખાતે સમાજ સેવા કેન્દ્ર દ્વારા આયોજીત “સંગીત સંગ સન્માન સમારોહ અંતર્ગત સમાજમાં નિર્સ્વાથ ભાવે સેવા આપતી સંસ્થાઓ તેમજ સમાજ સેવી વ્યક્તિઓનો સન્માન સમારોહનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં રાજકોટ તેમજ રાજકોટ આસપાસના તમામ સામાજીક સંસઓને તેમજ સમાજ સેવી વ્યક્તિઓને પધારવા જણાવાયું છે. રાજકોટની ૧૦૦થી વધુ સંસ્થા અને વ્યક્તિનું સન્માન ‘ભારતીય સંવિધાન’ તેમજ સાલ ઓઢાડીને કરવામાં આવશે. તેવું આયોજક રવિરાજ નિરંજની (૮૦૦૦૭ ૪૪૯૯૯) તેમજ સોનલ ડાંગરીયા (૯૨૬૫૫૯૬૬૧૨) દ્વારા જણાવ્યું છે. આ માટે આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.