રાજકોટ મહાનગરપાલિકા પોતાની પ્રાથમિક ફરજો તેમજ વિકાસ કામોની સાથો-સાથ જુદા-જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો, આતશબાજી, રમતોત્સવ, હરિફાઈઓ યોજવામાં આવે છે. તે રીતે આગામી તા.૧૧ને શનિવારના રોજ કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ખાતે પર્વની ઉજવણીના ભાગરૂપે હિન્દી હાસ્ય કવિ સંમેલન હોલી કે રંગ યોજાશે. જેનું ઉદઘાટન ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાનાણીના વરદ હસ્તે શે. કાર્યક્રમના અધ્યક્ષ સને મેયર ડો. જૈમન ઉપાધ્યાય ઉપસ્તિ રહેશે. આ પ્રસંગે પ્રેરણાદાયી ઉપસ્થિતિ તરીકે પૂર્વ કૃષિ મંત્રી મોહનભાઈ કુંડારિયા, પૂર્વ ઉર્જા મંત્રી ગોવિંદભાઈ પટેલ, દુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી ઉપસ્તિ રહેશે. જ્યારે મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ સ્ટે. કમિટી ચેરમેન નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોત, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, અગ્રવાલ સમાજ વાઈસ પ્રેસિડેન્ટ પ્રેમચંદ અગ્રવાલ ઉપસ્તિ રહેશે. તેમજ અતિથિ વિશેષ તરીકે શાસક પક્ષ નેતા અરવિંદભાઈ રૈયાણી, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, દંડક રાજુભાઈ અઘેરા વિગેરે ઉપસ્તિ રહેશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાનાર હોલી કે રંગ કાર્યક્રમમાં અનામિકા અમ્બર,સૌરભ સુમન, સબરસ મુરસાની ,દિપક પારીક,લક્ષ્મણ નેપાલી ,નિશામુનિ ગૌડ હાસ્યરસ પિરસશે .આ કાર્યક્રમ માણવા શહેરીજનોને સ્ટે. કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર બંછાનિધી પાની, સમાજ-ક્લ્યાણ સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર હાર્દિક નિમંત્રણ પાઠવ્યુ છે.