અબતક’ની મુલાકાત દરમિયાન આયોજકોએ આપી વિશેષ વિગતો
એફડીએસ દ્વારા આગામી તા.૨ જૂનને શનિવારના રોજ રૈયા રોડ ખાતે રજવાડી મેળામાં ડાન્સ કોમ્પિટીશન તેમજ ફેશન-શોનું આયોજન કરવામાં આવ્યું છે.
આજરોજ ‘અબતક’ની મુલાકાતે આવેલા આયોજકોએ કહ્યું હતું કે, શનિવારે રજવાડી મેળામાં ડાન્સ કોમ્પિટીશન તેમજ ફેશન-શો યોજાશો. સાંજે ૬:૩૦ કલાકે કાર્યક્રમનું આયોજન કરાશે. જેમાં દરેક સ્પર્ધકને ૫ થી ૭ મીનીટનો સમય પરર્ફોમ કરવા ફાળવવામાં આવશે.
વધુમાં જણાવાયું હતું કે, ડાન્સ કોમ્પિટશન માટે અત્યાર સુધીમાં ૨૫ સ્પર્ધકોની એન્ટ્રી આવી છે. જયારે ફેશન-શો માટે ૨૦ સ્પર્ધકોની એન્ટ્રી મળી છે. ફેશન-શોમાં અગાઉ મિસ બ્યુટી કવીનમાં મિસ રાજકોટ જજની નિર્ણાયક ભૂમિકા માટે હાજર રહેશે. આયોજન માટે આયોજકોમાં અનેરો નગનાટ જોવા મળી રહ્યો છે. શનિવારે કાર્યક્રમ માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કેટલાક સ્પર્ધકોને સ્ળ પર પણ એન્ટ્રી લેવામા આવશે તેવું જણાવવામાં આવ્યું છે.