• અમદાવાદની આસ્થા ઓન્કોલોજી એસોશિએટસ હેલ્થ ગ્લોબલના કેન્સર નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ
  • અસાઘ્ય ગણાતા કેન્સરના સમયસરના નિદાન-સારવાર થકી દર્દીનું જીવન બચી શકે: પુજીત ટ્રસ્ટની સેવાનો લાભ લેવા વિજયભાઇ-અંજલીબેન રૂપાણીની જાહેર અપીલ

કેન્સર એટલે કેન્સલ નહી જ, કેન્સરના વધતા જતા ઉપદ્રવ વચ્ચે સમાજને આ મહા ભયંકર ગણાતી બીમારીમાંથી સહજતાથી ઉગારવાના અભિયાન માટે સેવારત શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા કેન્સર નિદાન કેમ્પના માઘ્યમથી પ્રારંભીક તબકકાના કેન્સરના દર્દીઓને ઓળખી નિષ્ણાંક તબીબોના માર્ગદર્શન સારવાર થકી દર્દીઓને નવજીવન આપવાના અભિયાનના ખુબ જ સારા પરિણામ આવ્યા હતા.

શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના વિજયભાઇ રૂપાણી અને અંજલીબેનનો સેવાયજ્ઞ અનેક દર્દીઓ માટે આશિર્વાદરૂપ બન્યા છે.

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને અંજલીબેનએ જણાવેલ કે, કેન્સર અસાઘ્ય નથી 90 ટકા ઉપરના કેન્સરમાં પ્રારંભીક તબકકો નિદાન સારવાર થકી દર્દીનું જીવન બચી શકે તે માટે પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ તથા અમદાવાદની આસ્થા ઓન્કોલોજી એસોશિએટસ હેલ્થ કેર ગ્લોબલ ના સંયુકત ઉપક્રમે બીજા અને ચોથા શનિવારે નિ:શુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન કર્યુ છે.

શહેરના જરુરીયાત મંદ નાગરીકોના આરોગ્ય, શિક્ષણ તેમજ સામાજીક વિકાસ ક્ષેત્રે છેલ્લા ર4 વર્ષથી કાર્યરત શ્રી પુજીત રૂપાણી મેમો ટ્રસ્ટ રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન તથા અમદાવાદ સ્થિત ગુજરાતની નામાંકિત આસ્થા ઓન્કોલોજી એશોશિયેટસ હેલ્થ કેર ગ્લોબલ ના સંયુકત ઉપક્રમે છેલ્લા એકદસકાથી સમગ્ર વિશ્ર્વની ભરડામાં લઇ લેનાર રોગ કેન્સરને નાથવા દર મહિનાના બીજા તથા ચોથા શનિવારે ટ્રસ્ટના ભવન ખાતે કેન્સર અવેરનેસ તથા નિદાન પ્રોગ્રામ  હાથ ધરાયો છે.    પુજીત રૂપાણી ટ્રસ્ટના ઉપક્રમે આ નિદાનની સેવાનો રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર તથા કચ્છના પેશન્ટ પણ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લાભ લઈ શકશે. પરિણામે તેમનો અમદાવાદ જવા આવવાનો ખર્ચ તથા સમય બચી જશે.

તા.25/05/2024 શનિવારના રોજ કેન્સર નિષ્ણાંત ડો.દુષ્યંત માંડલીક  પુજીત રૂપાણી મેમો. ટ્સ્ટ” 1-મયુરનગર, રાજકોટ મહાનગરપાલિકા પૂર્વ ઝોન કચેરી સામે, ભાવનગર રોડ, રાજકોટ (ફોનનં.2704545) ખાતે નિ:શુલ્ક કેન્સર નિદાન કરી અપાશે. જેનો સમય સવારે 9 થી 10 વાગ્યા સુધીનો રહેશે. રજિસ્ટ્રેશન રૂબરૂ અથવા ફોનથી પણ કરાવી શકાશે.

આ કેમ્પમાં ગુજરાતના સુપ્રતિષ્ઠિ તતબીબ ડો.દુષ્યંત માંડલીક સેવાઓ આપશે. જે અંતર્ગતમોં, ગળું, જડબાંના કેન્સરનું નિદાન કરી અપાશે. જેનો વિનામૂલ્યે લાભ લેવા ટ્સ્ટના ચેરમેન વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટી અંજલિબેન રૂપાણીએ અનુરોધ કર્યો છે.

આરોગ્ય ક્ષેત્રે જરૂરિયાત મંદ પ્રજાજનોની સેવાઓ માટે  પુજીત રૂપાણી ટ્રસ્ટના મુખ્ય બિલ્ડીંગમાં ઓપીડી સેન્ટર પણ કાર્યરત છે. જેમાં માત્ર દસ રૂપિયામાં નિદાન તથા સારવારનો લાભ મેળવી શકાયછે તથા શહેરના નિષ્ણાંત તબીબોની સેવાઓ પણ મેળવી શકાય છે. દર બુધવારે સવારે 9 થી 12 વિનામૂલ્યે નિદાન તથા સારવાર મેળવી શકાય છે. આ ઉપરાંત ટ્રસ્ટમાં રાહત દરે લેબોરેટરી, એકસ-રે તથા ફિઝીયોથેરાપીની સુવિધાઓ ઉપલબ્ધ છે.

ટ્રસ્ટના મેડિકલ સેન્ટરમાં ચેરમેન  વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટીઓ પ્રવિણભાઈ રૂપાણી,   અંજલિબેન રૂપાણી,  રંજનબેન રૂપાણી,   મહેશભાઈ ભટ,   મેહલભાઈ રૂપાણી,   રાજેશભાઈ રૂપાણી તથા  અમીનેશભાઈ રૂપાણી સહિતનાઓના માર્ગદર્શન હેઠળ ચાલતા આ પ્રોજેકટમાં સેવાઓ આપવા માટે ટ્રસ્ટની મેડીકલ કમિટીના મેમર્બ્સ  અંજલિબેન રૂપાણી,  મહેશભાઈ ભટુ, ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડો.નયનભાઈ શાહ, ડો.વિભાકરભાઈ વચ્છરાજાની, દિવ્યેશભાઈ પટેલ તથા  બિપીનભાઈ વસા કાર્યરત છે.

વિશેષ માહિતી માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઈટ્ટનો પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ ખાતે રૂબરૂ અથવા ફોન નં.0281-2704545/2701098 દ્વારા સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.

* લાંબા સમયથી ન રૂઝાતું ચાંદુ

* લાંબો સમય અવાજ બેસી જવો

* ખોરાક – પાણી ગળવામાં પડતી તકલીફ

* ગળામાં સતત દુખાવો ચાલુ રહેવો.

વર્તમાન સમયમાં ખોટા પ્રકારની લાઈફ સ્ટાઈલ તથા અતિ ખર્ચાળ મેડીકલ ટ્રીટમેન્ટ વચ્ચે કઈ કઈ સાવચેતી રાખીને કેન્સરથી બચી શકાય અને થયું હોય તો વિનામુલ્યે નિદાન કરાવી મહામૂલી જીદગી બચાવી શકાય તે માટે હવે શહેરમાં શરૂ થનારી ઝુંબેશનો લાભ એક્સપર્ટ ઓપીનીયન દ્રારા દર મહિને બે વાર મેળવી રાજકોટ, સૌરાષ્ટ્ર તથા કચ્છના પ્રજાજનો નિશ્ચિંત બની શકશે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.