દેશભરના ૫૦૦ વધુ તબીબો કોન્ફરન્સમાં ભાગ લેશે: પેટ,આંતરડા, લીવર, સ્વાદુપીંડની તકલીફોના વિષયોની ઉંડાણથી ચર્ચા થશે
સૌરાષ્ટ્ર-કચ્છના ગેસ્ટ્રો-એન્ટ્રોલોજીસ્ટ તબીબોના સંગઠન એન્ડોસ્કોપી એન્ડ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સોસાયટી ઓફ રાજકોટ દ્વારા આગામી તા.૨૯ થી બે દિવસ માટે રાજકોટમાં પેટ અને આંતરડાના રોગના નિષ્ણાત તબીબોની રાષ્ટીય કોન્ફરન્સ મીડ ટર્મ આઈએસજીકોન-૨૦૨૦નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં બીજી વખત પણ રાજકોટમાં જ યોજાનારી આ મીડટર્મ કોન્ફરન્સમાં દેશભરનાં ૫૦૦થી વધું તબીબો ભાગ લેશે એેમ કોન્ફરન્સના ઓર્ગેનાઈઝીંગ ચેરમેન ડો. કે.કે. રાવલ, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી ડો. પ્રફુલકમાણી તથા જોઈન્ટ સેક્રેટરી ડો. ગુંજર જોષીની એક સયુંકત યાદીમાં જણાવાયું છે.કોન્ફરન્સમાં વિશ્ર્વ વિખ્યાત તબીબો દ્વારા પેટ, આતંરડા, લીવરને લગતા રોગની સારવારમાં થયેલ વિવિધ નવિનતમ શોધ, પદ્ધતિ વિશે માર્ગદર્શન આપવામાં આવશે.
કોન્ફરન્સના ઓર્ગેનાઈઝીંગ સેકેટરી ડો.પ્રફુલ કમાણીએ જણાવ્યું છે કે,પેટ આંતરડાના સુપર સ્પેશ્યાલીસ્ટ તબીબોના સંગઠન ઈન્ડીયન સોસાયટી ઓફ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના નેજા તળે આગામી તા.૨૯ ફેબ્રુ અને તા.૨ જી માર્ચ એમ બે દિવસ (શનિ-રવિ) રીજન્સી લગુન રીસોર્ટ, રાજકોટ ખાતે પેટ-આંતરડાના સુપરસ્પેશ્યાલીસ્ટ તબીબોની મીડટર્મ કોન્ફરન્સ યોજાઈ રહી છે.દર વરસે દેશમાં બે સ્થળે આ પ્રકારની મીડટર્મ કોન્ફરન્સ યોજાતી હોય છે, ગુજરાતમાં આ પ્રકારે બીજી વખત મીડટર્મ કોન્ફરન્સ યોજાઈ રહી છે. સદ્દનસીબે આ બીજી વખતની કોન્ફરન્સ પણ રાજકોટમાં જ યોજાઈ રહી છે.આ પહેલાં ૨૦૧૭માં રાજકોટમાં સુપરસ્પેશ્યાલીસ્ટ તબીબોની મીડટર્મ કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં પેટ આતરડા, લીવર, સ્વાદુપીંડુ વગેરેને જામી જવી (ફેટી લીવર) આઈ.સી.યુના દાખલ દર્દીને લીવરની તકલીફ થવી, પાંચન તંત્રના રોગની એન્ડોસ્કોપિ વગેરે વિષયો પર નિષ્ણાંત તબીબો માર્ગદર્શન આપશે.વિશ્ર્વકક્ષાએ મેડિકલ સાયન્સમાં દિન-પ્રતિદિન નવી નવી શોધ થતી હોય છે ત્યારે આ પ્રકારની કોન્ફરન્સ દ્વારા વિશ્ર્વમાં થતી નવિનતમ શોધ વિશે તબીબો માહિતગાર બને અને તેમના જ્ઞાનનો લોકોને સારામાં સારો લાભ મળી રહે એ હેતુથી આ પ્રકારની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવતું હોય છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં આ કોન્ફરન્સ યોજાઈ રહી છે. ત્યારે સૌરાષ્ટ્રના ગેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટ તબીબો ઉપરાંત સર્જન અને ફિઝીશ્યન પણ મોટી સંખ્યામાં કોન્ફરન્સમાં ભાગ લેશે જેનો લાભ સૌરાષ્ટ્રના લોકો ને મળશે.
કોન્ફરન્સની ઓર્ગેનાઝીંક કમીટીના ડો.પારસડી. શાહે કોન્ફરન્સ વિશે માહિતી આપતાં જણાવ્યું છે કે કોન્ફરન્સમાં પેટ-આંતરડા લીવરને લગતા રોગની સારવારમાં દેશની સર્વોેચ્ચ ગણી શકાય એવી દિલ્હીની હોસ્પીટલ આઈ.એલ.બી.એસ.(ઈન્સ્ટીટયુટ ઓફ લીવર એન્ડ બિલીયરી સાયન્સ )ના ડાયરેકટર પ્રહ્મભૂષણ ડો.શિવકુમાર સરીસન આ કોન્ફરન્સમાં લીવરના વિવિધ રોગનું નિદાન સારવાર વિશે વિસ્તુત માર્ગદર્શન આપશે. ડો.સરીન એમ.સી. આઈના ભૂતપૂર્વ વડા છે.તેમના આર્ટીકલ,વિવિધ શોધ નિંબંધો દેશભરનાં ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના વિદ્યાર્થીઓના અભ્યાસકમમાં સામેલ છે. લીવરની સારવારમાં વિશ્ર્વનાં ટોચના નામાંકિત તબીબો પૈકી એમની ગણના થાય છે વિશ્ર્વ કક્ષાએ નામાકિત અન્ય એક તબીબ પહ્મશ્રી ડો.અમિત માયદેવ કે જેઓ પાચનતંત્રની એન્ડોસ્કોપી એડવાન્સ એન્ડોસ્કોપીના નિષ્ણાત છે તેઓ પાંચનતંત્રની એન્ડોસ્કોપીની વર્તમાન અદ્યતન પધ્ધતિ વિશે માર્ગદર્શન આપશે.પહ્મ ડો.અમીત માયદેવ મુંબઈની ગ્લોબલ હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટ્રોલોજી વિભાગ બી.આઈ.ડી.એસ.ના ડાયરેકટર છે. રાજકોટમા બીજી વખત યોજાઈ રહેલી આ મીડટર્મ કોન્ફરન્સમાં ચંદિગઢની પી.જી.આઈ હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટ્રોલોજી વિભાગના હેડ ડો.રાકેશ કોચન દ્વારા પેટનાં વિવિધ રોગ અને તેની સારવાર અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે.સી.એમ.સી.વેલ્લોરના ડો.બી.એસ.રામાકિષ્નન ઝાડા -ઉલ્ટીના દર્દીઓ યોગ્ય ઝઢપી સારવાર વિશે માહિતગાર કરશે.ઈન્ડીયન સોસાયટી ઓફ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના સેકેટરી ડો.ગોવિંદ મખારીયા આંતરડાના ચાંદાની બિમારી અને તેની સારવાર વિશે વિસ્તુત માર્ગદર્શન આપશે ડો. મખારીયા એઈમ્સ હોસ્પિટલ નવી દિલ્હીના ગેસ્ટ્રોએન્ટ્રોલોજી વિભાગના પ્રાધ્યાપક છે.મુંબઈના ડો.સમીર શાહ લીવરના રોગ અને તેની સારવાર અંગે તથા ડો. દેવેન્દ્ર દેસાઈ અલ્સની તકલીફ અને તેની સારવાર વિશે માર્ગદર્શન આપશે જયપુરની એસ.એમ.એસ મેડિકલ કોલેજના ગેસ્ટ્રોએન્ટ્રોલોજી વિભાગના વડા ડો.સંદિપ નિઝાવન વ્યસનના કારણે થતા કમળા વગેરેની સારવાર વિશે માર્ગદર્શન આપશે.
સૌરાષ્ટ્ર-કચ્છના ગેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટ તબીબોના સંગઠન એન્ડોસ્કોપી એન્ડ ગેસ્ટોએન્ટ્રોલોજી સોસાયટી ઓફ રાજકોટ દ્વારા ઈન્ડીયન સોસાયટી ઓફ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના નેજા તળે યોજાનારી મીડટર્મ રાષ્ટ્રીય કોન્ફરન્સ મીડટર્મ આઈએસજીકોન-૨૦૨૦ના પેટ્રન તરીકે સૌરાષ્ટ્ર કચ્છના જાણીતા ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ ડો. અરવિંદ વિકાણી જો, ચેતનમ મહેતા ડો.સુભાષ પટેલ અને ડો.હિમાંશુ પટવારી છે.કોન્ફરન્સમાં ઈન્ડીયન મેડિકલ એસોસીએશનના રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો.ચેતનલાલસેતા, સેકેટરી ડો. તેજસ લાલસેતા, સેક્રેટરી ડો.સંજયભટ્ટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ ફેકલ્ટીના નામાંકિત તબીબો ઉપસ્થિત રહેશે.
કોન્ફરન્સના ઓર્ગેએન્ટ્રોલોજીસ્ટ ડો.પારસ ડી.શાહ, ડો.ગુંજન જોષી, ડો.વિમલ સરડવા, ડો.ગજેન્દ્ર ઓડેદરા, ડો.રિશીકેશ કાલરીયા, ડો.ચિંતન મોરી, ડો.નિરવ પીપળીયા, ડો.ચિંતન કણસાગરા, ડો.દેવાગ ટાંક ,ડો. ભાવિન બેરા, ડો.રિશીકેશ કાલરીયા, ડો.અંકિત માકડીયા, જામનગરના ડો.જયભટ્ટ અને ડો.વિરલ વ્યાસ,ભાવનગરના ડો,વેન્કટકિષ્નન કો.ઓર્ડિેનેટ તરીકે વૈભવ વિજ્ઞાનપના વિજયમહેતા સેવા આપે છે.