- ગુજરાત બહાર 1280 અને ગુજરાતના શહેરો, ગામડાઓ તથા આદિવાસી વિસ્તારોમાં 23480 પધરામણીઓ
- વિદ્યાર્થી સંમેલન, વૃક્ષારોપણ,વ્યસન મુક્તિ,રક્તદાન શિબિર સહિતના કાર્યકર્મોની શૃંખલા.
- 3500 જેટલા લોકોને વ્યસન છોડાવ્યા. આદર્શ જીવન જીવવાનો મંત્ર આપતા સંતો
સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની સ્થાપનાને 75 વર્ષે પૂરા થઈ રહ્યા હોવાથી તારીખ 22 થી 26 ડિસેમ્બર સુધી રાજકોટના આંગણે મવડી કણકોટ રોડ પર દિવ્ય અને ભવ્ય અમૃત મહોત્સવ યોજનાર છે. સ્થળ પર આલીશાન સમિયાણો અને મંચ તૈયાર કરવા સહિતની કામગીરી વેગમાં છે. મહોત્સવના પ્રચારાર્થે કેટલાય મહિનાઓથી સંતો, હરિભક્તો અને સ્વયંસેવકો કાર્યરત છે. ગુજરાત અને દેશમાં તેમજ સાત સીમાડા પાર વિદેશોની ધરતી પર પણ અમૃત મહોત્સવના નેહ નીતરતા નિમંત્રણ અપાઈ રહ્યા છ્ે. મહોત્સવનું હરિભક્તોને આમંત્રણ આપવાની સાથે સમાજ ઉપયોગી પ્રાસંગિક કાર્યક્રમો થઈ રહ્યા છે. સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના અમૃત મહોત્સવ ઉપક્રમે ગુરુવર્ય દેવ કૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ અને મહંત સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામી તથા સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર ગુરુકુલમાંથી ભણી ગયેલા વિદ્યાર્થીઓના સંમેલનો યોજાયા હતા.
રાજકોટ તેમજ તેની વિવિધ શાખાઓમાં છાત્રાલયમાં સેવા રથ રહેલા જ્ઞાનજીવનદાસજી સ્વામી, ભક્તિ તનયદાસજી સ્વામી જગત પ્રકાશ સ્વામી શ્રી શુકવલ્લભદાસજી સ્વામી નિર્ભય ચરણદાસજી સ્વામી વગેરે સંતોએ રાજકોટ જુનાગઢ અમદાવાદ સુરત વડોદરા સુરેન્દ્રનગર ધાંગધ્રા મોરબી જસદણ હૈદરાબાદ ડલાસ અમેરિકા , કેનેડા તેમજ લંડનમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલન યોજાયેલ, જેમાં સ્વામી ધર્મ વલ્લભદાસજીએ જે તે વર્ષની બેચવાઇઝના વિદ્યાર્થીઓને મળી ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે કરેલ સેવાઓની જેમ સેવાઓ કરવી જેવી કે રક્તદાન કેમ્પ યોજવા,આદિવાસીવિસ્તારોમાં બાળકોને પુસ્તકોની બેગ, મહિલાઓને સાડીઓ વગેરેનો વિતરણ તથા વૃક્ષારોપણ કરવાનો અને વ્યસન મુક્તિ કરાવવાનો આદેશ આપેલ તથા અમૃત મહોત્સવ પરવે ઉપસ્થિત રહેવા નિમંત્રણ આપેલ હતા.
રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુલનના એક સંત મંડળે મધ્યપ્રદેશ , રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગોવા, છત્તીસગઢ, ઝારખંડ,બિહાર, ઉત્તરપ્રદેશ, દિલ્લી ,કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક, તમિલનાડુ, પૌડીચેરી વગેર રાજ્યોના લ્પ નાના મોટા શહેરોમાં વસતા ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ હરિભક્તોને અમૃત મહોત્સવની જાણકારી આપવા સ્વામી કીર્તનપ્રિયદાસજી સ્વામી, અનંત સ્વરૂપદાસજી સ્વામી, આત્મીય સ્વરૂપદાસજી સ્વામી તથા નરેશ ભગત સોનાણી વગેરેએ વિચરણ કર્યું .
સંતોએ અમૃત મહોત્સવના ઉપક્રમે ગુજરાત બહારના 15 રાજ્યોના લ્પ નાના મોટા શહેરો તથા ગામડાઓમાં 1280 પધરામણીઓ કરી. તેમજ ગુજરાતના રાજકોટ, જુનાગઢ, ઉના, ભાવનગર, જસદણ, મોરબી, પાટડી, સુરેન્દ્રનગર, જામનગર, અમદાવાદ, હિમતનગર, આણંદ, વડોદરા, રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર, કીમ,સુરત, નવસારી, વલસાડ, વાપી, દહાણું, મુંબઇ, પૂના, તેમજ આદિવાસી વિદ્યાર્થીઓના ઘરે 23,480 પધરામણીઓ સંતોએ કરેલી. આ દરમિયાન સંતો તથા યુવકોએ 33495 ઉપરાંત લોકોને વ્યસનમુક્ત કર્યા હતા.