સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ હાજરી આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો
ગુજરાત સહિત દેશભરમાં આજે ૬૯માં પ્રજાસત્તાક પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી થઈ રહી છે ત્યારે રાજકોટમાં આવેલી વિરાણી મૂક-બધીર શાળા ખાતે ‘અબતક’ના મેનેજીંગ એડિટર સતિષકુમાર મહેતાએ ધ્વજવંદન કર્યું હતું. ધ્વજવંદન બાદ તેઓએ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં હાજરી આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.
વિરાણી મૂક-બધીરની શાળા ખાતે ૨૬મી જાન્યુઆરીએ ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સંચાલકો દ્વારા ‘અબતક’ના મેનેજીંગ એડિટર સતિષકુમાર મહેતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. બાળકોનો ઉત્સાહ વધે તે માટે સતિષકુમાર મહેતાએ સંચાલકોનો આમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો હતો અને આજે સવારે તેઓ ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ તેઓએ હાજરી આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.