પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટના સથવારે ઝુંપડપટ્ટીના બાળકોએ ટોરાટોરા, મેરી ગો રાઉન્ડ, રોપ-વે જેવી 18 રાઈડ્સની મોજ માણી
પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ શહેરનાં ગરીબ બાળકો અને બહેનોનાં ઉત્થાન માટે છેલ્લા 27 વર્ષથી વિવિધ સેવાકીય પ્રકલ્પો ચલાવે છે. જે અંતર્ગત દર વર્ષે સ્વ. પુજીતનાં જન્મદિન-(8, ઓક્ટોબર) નિમિતે શહેરનાં ચોમેર દિશામાં વસતા ઝુંપડપટ્ટી વિસ્તારનાં કચરો વીણતા બાળકો 1 દિવસ માટે પણ ખરા અર્થનું બાળપણ માણી શકે, બાળપણ કેવું હોય તેનો અહેસાસ કરી શકે અને એક સામાન્ય બાળકની માફક ભરપૂર આનંદ કિલ્લોલ માણી શકે તેવા શુભ હેતુસર બાળસંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને પૂર્વ મુખ્યમંત્રી અને ટ્રસ્ટનાં ચેરમેન આ વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા જ્યારે કાર્યક્રમમાં ઉદઘાટક તરીકે નેહાબેન મહેતા (તારક મહેતા કા ઉલ્ટા ચશમા ફેમ- અંજલી ભાભી તથા ખ્યાતનામ ટીવી આર્ટિસ્ટ) ઉપરાંત જાણીતા પત્રકાર, લેખક, ક્રિએટિવ પ્રોડયૂસર તથા એડવાઇઝર આશુભાઈ પટેલ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઈ સાગઠિયા, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરી છે યુનિવર્સિટિનાં વાઇસ ચાન્સેલર નીતિનકુમાર પેથાણી, રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેન અતુલભાઈ પંડિત, ડી. કે. સખીયા, ફનવર્લ્ડનાં મેનેજિંગ ડાયરેક્ટર હિતેન્દ્રસિંહ જાડેજા, ફનવર્લ્ડના મેનેજર પ્રદીપસિંહ ઝાલા ઉપરાંત મેનેજિંગ ટ્રસ્ટી પ્રવીણભાઈ રૂપાણી, ટ્રસ્ટી અંજલિબેન રૂપાણી તથા મહેશભાઇ ભટ્ટ ઉપસ્થિત રહ્યાં હતા. અધ્યક્ષ સ્થાનેથી બોલતા વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, સમાજનું કોઈપણ બાળક ભૂખ્યું, તરસ્યું કે નિરાશ હશે તો તેનું બાળપણ અંધકારમય બની રહેશે. બાળક એ આ દેશનું ભવિષ્ય છે. બાળકની તૃષ્ણા સંતોષાશે નહી તો દેશના ઉજ્જવળ ભવિષ્યને નુકશાન થશે માટે સમાજનાં દરેક બાળકની તૃષ્ણા સંતોષવી તે સમાજની ફરજ બની રહે છે. વિશેષમાં જણાવેલ કે મેં એક પુજીત ગુમાવી અનેક પુજીત મેળવ્યા છે. અહી ઉપસ્થિત તમામ બાળકમાં મને પુજીતનાં દર્શન થાય છે. અલ્પ સમય માટે આવેલ પુજીત ફરિસ્તાની માફક સેકડો બાળકોનો ઉધ્ધાર કરવામાં નિમિત બન્યો છે. તેનો મને આનંદ છે તેમ કહી કાર્યક્રમમાં સહભાગી થયેલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં ઉદઘાટક તરીકે પધારેલ ટીવી આર્ટિસ્ટ નેહાબેન મહેતાએ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે, રૂપાણી દંપતી અને તેમના પરિવાર છેવાડાના માનવીનો વિચાર કરીને જે સેવાયજ્ઞનો પ્રારંભ કર્યો છે તે ખૂબ પ્રશંસનિય છે કોઈપણ કાર્યમાં સારો ભાવ, શ્રધ્ધા અને વિશ્વાસ રાખી કાર્ય કરવામાં આવે તો કોઈપણ કપરા કાર્યમાં અવશ્ય સફળતા મળે છે. કાર્યક્રમમાં અતિથિ તરીકે પધારેલ જાણીતા પત્રકાર, લેખક, ક્રિએટિવ પ્રોડ્યુસર તથા એડવાઇઝરથી આશુભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં શુભેચ્છા પાઠવતા જણાવેલ કે કચરો વીણતા બાળકોના ચહેરા ઉપર આટલો આનંદ અને ઉત્સાહ જોઈને મને એમ લાગે છે કે ખરેખર સુખનો પાસવર્ડ શું હોય શકે ? તે બાળકોના ચહેરા પર દેખાય છે પુજીત ટ્રસ્ટ આ કાર્ય છેલ્લા 30 વર્ષથી અવિરતપણે આ રીતે બાળકોને આનંદ પુલકિત કરે છે. આ અંગે મને એ એક લેખ લખવાની પ્રેરણા મળેલ છે તેમ કહી ટ્રસ્ટની પ્રવૃતિઓને બિરદાવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટિનાં વાઇસ ચાન્સેલર નીતિનકુમાર પેથણીએ જણાવ્યું હતું કે, ટ્રસ્ટની ખૂબ સારી પ્રવૃતિઓ કરે છે. યુનિવર્સિટિનું એન. એસ. એસ. યુનિટ હંમેશા ટ્રસ્ટની પ્રવૃતિઓ માટે જરૂરી તમામ સહકાર આપવાની ખાતરી આપી હતી.
આ તકે ડાયસ ઉપરનાં મહેમાનોનું ટ્રસ્ટનાં કાર્યકર્તાઓ સર્વ ની વિક્રમભાઈ પાઠક, પ્રફુલભાઈ સંઘાણી, સરોજબેન આચાર્ય, ગીતાબેન તન્ના, જયસુખભાઈ ડાભી, નિરદભાઈ ભટ્ટ, રાજુભાઇ શેઠ, જિગ્નેશભાઈ રત્નોતર, રમેશભાઈ જોટાંગીયા, મહેશભાઇ પરમાર, કે. બી. ગજેરા તથા હરેશભાઈ ચાંચિયા, પ્રવીણભાઈ ખોખર, કિશોરભાઇ ગમારા, કિરીટભાઈ પરમાર, દેવજીભાઈ વાઘેલા, દિલીપભાઇ મીરાણી, કેતનભાઈ મેસવાણી, એન. જી. પરમાર, ઉમેશભાઈ કુંડલીયા તથા અનુપભાઈ રાવલ અને વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ દ્વારા બુકેથી સ્વાગત કરવામાં આવેલ. આભાર વિધિ ટ્રસ્ટના મુકેશભાઇ મહેતાએ કરી હતી જ્યારે સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન, જી. હસુભાઈ ગણાત્રાએ કર્યું હતું.
શુભેચ્છા સમારોહ બાદ મનન ચાવડા અને ભાર્ગવ મહેતાની ટીમે સારી ઈવેન્ટ, જીમનેશયમ ટાઇપ સ્ટંટ ડાંસ કરી બાળકો અને મહેમાનોનાં મન મોહી લીધા હતા. આ તકે અત્રે પધારેલ લલીત પ્રજાપતિ (જુનિયર નરેશ કનોડિયા) ગુજરાતી ગીત ફિલ્મ કલાકારની અદામાં રજૂ કરી વાહ વાહ મેળવી હતી. ત્યારબાદ બાળકોએ ફનવર્લ્ડની 18 જેટલી રાઇડસનો આનંદ લૂટયો હતો અને છેલ્લે આ બાળકોએ મનભાવન ભાવતા ભોજન લીધા બાદ આઇસક્રીમ અને દરેકને પસંદ પડે તેવી ભેટ આપવામાં આવેલ. બાળકોને તેડવા મૂકવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવેલ હતી.
આજના કાર્યક્રમને સફળ બનાવવામાં ટ્રસ્ટી અંજલિબેન રૂપાણી, મહેશભાઇ ભટ્ટ, ડો. મેહુલભાઈ રૂપાણી અને અમીનેશભાઈ રૂપાણીનાં માર્ગદર્શન હેઠળ કાર્યકર્તાઓની વિક્રમભાઈ પાઠક, પ્રફુલભાઈ સંઘાણી, જયપ્રકાશભાઈ આચાર્ય, સરોજબેન આચાર્ય, ગીતાબેન તન્ના, જયસુખભાઈ ડાભી, રાજુભાઇ શેઠ, કે. બી. ગજેરા, રમેશભાઈ જોટંગિયા, મહેશભાઇ પરમાર, દેવજીભાઈ વાઘેલા, કિરીટભાઈ પરમાર, હરેશભાઈ ચાંચિયા, ગૌતમભાઈ ચાંચિયા, કિશોરભાઇ ગમારા, દિલીપભાઇ મીરાણી, કેતનભાઈ મેસવાણિ, એન. જી. પરમાર, ઉમેશભાઈ કુંડલીયા, નરેન્દ્રભાઇ વાઘેલા, મોહિતભાઈ કાટોળિયા, જગદીશભાઇ પંડયા, છગનભાઇ ચૌહાણ, વિલાસગીરી ગોસ્વામી, હર્ષદભાઈ પરમાર, જયેશભાઈ ભટ્ટ, મિતસુબેન વ્યાસ, જયેશભાઈ ઉપાધ્યાય, ડો. નયનભાઈ શાહ, બીપીનભાઈ વસા, ગીતાબેન વસા, અનિલભાઈ ટોળિયા, કનુભાઈ હિંડોચા, મુકેશભાઇ મહેતા, અંબેશભાઈ દવે, રમેશભાઈ ભારદ્વાજ, દિવ્યેશભાઈ અઘેરા તથા વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ, કો-ઓર્ડિનેટર્સ નિરદભાઈ ભટ્ટ સહિત સર્વે કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.