તૃપ્તિ ડિમરીએ તાજેતરમાં સત્તાવાર Instagram એકાઉન્ટ પર નવી તસવીરો પોસ્ટ કરી છે, જે સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહી છે. નવા ફોટામાં તૃપ્તિ ડિમરીએ વ્હાઇટ કલરનો બોડીકોન ડ્રેસમાં પરફેક્ટ બોડી ટોન બતાવે છે. તૃપ્તિ ડિમરીના સફેદ બોડીકોન ડ્રેસને ફ્રન્ટમાં કટ કરીને સ્ટાઇલિશ લુક આપવામાં આવ્યો છે. અભિનેત્રીએ હાથમાં ગોલ્ડન બ્રેસલેટ અને કાનમાં ગોલ્ડન ઈયરિંગ્સ સાથે સફેદ ડ્રેસ પહેર્યો છે. આ સિવાય અભિનેત્રીએ કોઈપણ પ્રકારની જ્વેલરી પહેરી નથી. તૃપ્તિ ડિમરીના લુક વિશે વાત કરીએ તો, અભિનેત્રીએ બ્રાઉન શેડના લો-ટોન મેકઅપ સાથે હળવા રંગના લિપ શેડ કર્યો છે. તૃપ્તીએ તેના વાળને વેવી લુકમાં સ્ટાઈલ કર્યા છે અને તેને ખુલ્લા છોડી દીધા છે.