સમગ્ર વિશ્ર્વને શાંતિ અને અહિંસાનો પાઠ ભણાવનાર ગૌતમ બુધ્ધની જયંતિને બુધ્ધપૂર્ણિમા તરીકે મનાવાય છે. તા.26મી મેંના બુધવારે બુધ્ધ જયંતિની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવશે. ભગવાન બુધ્ધને બૌધ્ધ ધર્મના સંસ્થાપક માનવામાં આવે છે.

આજે આપણે ભગવાન બુધ્ધના કેટલાંક અનમોલ વિચારો પર પ્રકાશ પાડીશું, જીવન જીવવાનો પદ પ્રદર્શિત કરતા આ વિચારો અત્યંત પ્રેરણાદાયી છે.

ભગવાન બુધ્ધના અણમોલ વિચારો

(1) ભૂતકાળ પર ધ્યાન ન આપવું, ભવિષ્ય વિશે પણ ન વિચારવું, મનને વર્તમાન ક્ષણ પર કેન્દ્રીત કરવું.

(2) જે વ્યક્તિ જાણી જોઇને જુઠ્ઠુ બોલે છે અને શરમ નથી અનુભવતુ તે કોઇપણ પાપ કરી શકે છે તેથી મજાકમાં પણ જુઠ્ઠુ ન બોલાય જાય તેવો નિર્ધાર કરવો જોઇએ.

(3) સત્યવાણી જ અમૃતવાણી છે અને સત્ય જ સનાતન ધર્મ છે.

(4) જીવનમાં હજારો લડાઇઓ જીતવા કરતા સ્વયં પર વિજય મેળવવોએ સૌથી મોટી જીત છે.

(5) સભામાં પરિષદમાં અથવા એકાંતમાં પણ કોઇ સાથે અસત્યનો પ્રયોગ ન કરવો અથવા કોઇને અસત્ય બોલવા માટે પ્રેરિત ન કરવા તથા પ્રોત્સાહિત પણ ન આપવું.

(6) અનેક વ્યર્થ શબ્દોનો પ્રયોગ કરવા કરતા એક જ શબ્દ એવો બોલવો જોઇએ જે શાંતિ પ્રદાન કરે.

(7) સંતોષ સૌથી મોટુ ધન છે. વફાદારી સૌથી મોટો સંબંધ અને સ્વાસ્થ્ય સૌથી મોટો ઉપહાર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.