સરાયાના યુવાન ખેડૂત રંજનીકાંત પટેલનું સાતી 135 કૃત્તિઓ ટોપ-25માં પસંદ થઇ બન્યું ગુજરાતનું ગૌરવ

ટંકારા તાલુકાના સરાયા ગામના ખેડૂતે બનાવેલ સાતીને દિલ્હી ખાતે રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મુર્મુની અધ્યક્ષતામાં યોજાયેલી 11 મી રાષ્ટ્રીય તૃણમુલ નવપ્રવર્તન તથા વિશિષ્ટ પારંપરિક જ્ઞાન પુરસ્કાર સમારોહમાં પંસદગી પામી કોઠાહુઝની કમાલે દેશ ભરમાંથી 130 ક્રુતીઓ માંથી 25 ક્રુતીમા સ્થાન મેળવનાર ગુજરાત રાજયમાં એક માત્ર રજનીકાંત ઢેઢી રહા ટંકારા તાલુકા તથા સરાયા ગામનું ઢેઢી પરીવારનું ગૌરવ વધાર્યું છે.

ટંકારા તાલુકાના સરાયા ગામના યુવા ખેડૂત રજનીકાંત રધુભાઈ પટેલે પોતાના કોઠાસુઝથી ખાસ પ્રકારનું ખેડ માટે સાંતી બનાવ્યુ છે. આ સાંતીથી એક સાથે બે કામ થાય છે તેમજ રાંપ અને દાંતા બદલવાની માથાકૂટથી ખેડૂતોને રાહત મળે છે. આમ, આ સાંતી દ્વારા ડિઝલ, સમય અને શ્રમની મહામુલી બચત થાય છે. સામાન્ય રીતે ખેડૂતોએ સાંતીમાં દાંતા લગાવ્યા હોય અને એનું કામ પુરૂ થાય ત્યારે રોપ લગાવવી હોય તો સૌ પ્રથમ દાંતાને ખોલવા પડે છે અને પછી રાપ લાગે છે. જ્યારે રજમીકાંતભાઇએ બનાવેલ સાતીમા એક સાથે રાંપ અને દાંતા લાગી જાય છે. જેમાં ખેડૂતો ગણતરીની સેક્ધડોમાં જ રાપ અને દાંતા બદલી શકે છે.

આ ઉપરાંત  ઢેફા ભાંગવાનો પાટો પણ સાથે લાગી જાય છે. આ કારણે એક સાથે બે કામ થાય છે અને ડિઝલ અને સમયની બચત થાય છે. પોતાના વતન સરાયા ખાતે રજનીકાંત પટેલ 10 વીઘા જમીનમાં ખેતી કરે છે. આ સાથે મારૂતી ફેબ્રીકેશન એન્ડ એગ્રીકલ્ચરના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓ લોખંડના ખાટલા, ઘોડીયા તેમજ ખેતીના વિવિધ ઓજારો બનાવવાનું કામ પણ કરે છે.

રજનીકાંતભાઈ સાથે વાત કરતા જણાવ્યું કે નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશનના રીતુલ અને રાકેશ મને દિલ્હી સુધી પહોંચાડવામાં મદદ કરી ગુજરાતનું ગાંધીનગરનુ ભવન ન જોનારનુ દિલ્હી ખાતે રાષ્ટ્રપતિશ્રી સમક્ષ મારી ક્રુતી અને કામની નોંધ માટે મુકાવી ઉપરાંત અહીથી લઈ જવા સુધીની તસ્દી લીધી  એ ખુબ આનંદની અનુભૂતિ થઈ છે. હું ગુજરાત માથી એક માત્ર પસંદગી પામનાર વ્યક્તિ હતો જેનો પણ ગૌરવ અનુભવ્યો હતો.

દિલ્હી રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા એવોર્ડ ફંક્શનમાં બોલતા, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ જણાવ્યું હતું કે પાયાના સ્તરના નાગરિકો પાસે વિજ્ઞાન અને ટેક્નોલોજી આધારિત નવીન ઉકેલો લાવવાની અને તેમની શ્રેષ્ઠ ક્ષમતાઓ અનુસાર દેશની સેવા કરવાની ક્ષમતા છે. નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન આવા ઈનોવેટર્સને પ્રોત્સાહિત કરવામાં અને ટેકો આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વધુમાં નોંધ્યું હતું કે એનઆઇએફએ દેશના 625 થી વધુ જિલ્લાઓમાંથી 325000 થી વધુ તકનીકી વિચારો, નવીનતાઓ અને પરંપરાગત જ્ઞાન પદ્ધતિઓનો ડેટાબેઝ એકત્રિત કર્યો છે. એનઆઇએફએ તેના વિવિધ એવોર્ડ કાર્યોમાં રાષ્ટ્રીય સ્તરે 1093 ગ્રાસરૂટ ઈનોવેટર્સ અને શાળાના વિદ્યાર્થીઓને પહેલેથી જ માન્યતા આપી છે.

રંજનીકાંત પટેલના સાતીની ખૂબી

સામાન્ય રીતે સાતીમાં નિંદામણ માટે રાપ હોય છે. નવા બનાવેલ સાતીમાં રાપ સાથે દાતા પણ હોય ખેડૂતોને ખેતી માટે રાપ બદલવાની જરૂર ન રહે અને સમયનો બચાવ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.