દુનિયાની બીજા નંબરની વિશાળકાય માછલી ૩૫ ફુટની ઓબેસિંગ શાર્કની ભાળ મેળવવા હવે સેટેલાઇટનો સહારો
સામાન્ય રીતે સેટેલાઇટનો ઉપયોગ આપણે પૃથ્વી પર રહેલી કેટલીક સુક્ષ્મ વસ્તુઓને શોધવામાં થાય છે. પરંતુ હવે સેટેલાઇટ દરિયાના પેટાળમાં રહેલા જળચર શોધવામાં પણ મદદરૂપ થશે. પશ્ચિમની ફ્રાન્સના દરિયામાં ગ્લાઇડિંગ કરતા એક બેસિંગ શાર્કના બ્રુડિંગ સિલ્ટુટ મળી આવ્યા. આ શોધ વૈજ્ઞાનિકો માટે એક વરદાન સમાન છે.
આ બેસિંગ શાર્ક દુનિયાની બીજી સૌથી મોટી માછલી છે જે ૧૦ મીટર એટલે કે ૩૫ ફુટથી પણ વધારે લાંબી છે. બેસિંગ શાર્ક કે સેટરિનસ મેકિસમસ વૈજ્ઞાનિકો માટે એક પહેલી સમાન છે જે સેંકડો ઓવરફિશિંગ બાદ પ્લેકટન ખાનાર વિશાળકાયને બચાવવામાં મદદ કરે છે.
સામાન્ય રીતે માછલીનો ખાવામાં ઉપયોગ થાય છે પરંતુ આવી મહાકાય માછલીનો ઉપયોગ ચીનમાં માછલીઓમાંથી મેસિવફિન શૂપ બનાવવામાં આવે છે. આ ઉપરાંત માછલીનું તેલ પણ ઉપયોગમાં લેવાય છે. માછલીનું માસ અને તેનું લીવર ચીની લોકોનું મનપસંદ ભાણું છે. એક અભ્યાસ પ્રમાણે ૨૦મી સદી દરમિયાન બેસિંગ શાર્કની આબાદી ઘટવા લાગી કેમ કે તેનો ઉપયોગ ખાવામાં થવા લાગ્યો હતો અને તેની ઉંચી કિંમતે ખરીદ- વેચાણ થતું હતું.
જો કે હવે સેટેલાઇટની મદદ દ્વારા દરિયાના પેટાળમાં રહેલા જળચળ જીવોને શોધવાનું શરૂ કરવામાં આવશે. દરિયાના પેટાળમાં ખુબજ મોટા પ્રમાણમાં વિવિધ નાના મોટા જીવો રહેલા છે. જેમાં ખાસ કરીને શાર્ક બહુમુલ્યવાન જીવન છે. અગાઉ શાર્ક વિશે ભય ફેલાવવામાં આવ્યો હતો અને નાવિકો તેનાથી ડરતા હતા. જો કે હવે તેવું નથી.
આ અંગે વધુ જણાવતા ઈપીઇસીએસ રિસર્ચ ગ્રુપના અલેકઝેડા રોકરે કહ્યું કે આ ૩૫ ફુટની માછલી એક શાર્ક છે. જે ખુબ જ રહસ્યમય રીતે રહે છે. આ શાર્ક બ્રેટની શહેરના બ્રેસ્ટમાં જોવા મળી. જો કે તેની આબાદીનું અનુમાન યૌન પરિપકવતાની ઉંમર અને શાર્ક પુન:ઉત્પાદન સમયેકયાં અને કેવી રીતે જાય છે તે નિશ્ચિત રૂપી નક્કી નથી.
ગરમીના મહીનાઓ દરમિયાન તેને વધારે જોવામાં આવે છે. જયારે સર્દીની મોસમમાં તે દેખાતી નથી. જેથી તે ગરમ ક્ષેત્રમાં માઇગ્રેટ થતી હોય તેવું પણ શકય છે અવા સમુદ્રની ખુબજ અંદર જતી રહેતી હોય તેવું પણ બની શકે છે.
સેટેલાઇટની નવી ટ્રેકિંગ ટેકનીકનો ઉપયોગ કરતા એપીઇસીએસ સંશોધનકર્તાઓએ પાણીની સપાટી પર શાર્કની દેખરેખ રાખવાનું શરૂ કર્યું છે. જે અંતર્ગત અમુક મહિનાઓમાં શાર્ક કયાં ગાયબ થઇ જાય છે તેની શોધ કરવામાં મદદરૂપ થશે.
૨૦ સપ્ટેમ્બર ૨૦૧૬માં ઉતરી સ્કોટલેન્ડના તટ પર એક ટેંગ કરાયેલી માદાને ટ્રેક કરવામાં આવી અને ચાર મહીના બાદ આ માદા શાર્કનું કૈનરી દ્વીપના દક્ષિણમાં પુનઉતન કરાયું. મે ૨૦૧૭ સુધી શાર્ક બ્રિટનના દક્ષિણમાં બ્રિસ્કેની ખાડીમાં પરત ફરી.
અલેને કમેરેએ માછલી પકડવાની એક દરિયાઇ યાત્રા દરમિયાન તેને થયેલા અનુભવ જણાવતું કહ્યું કે હું જયારે સમુદ્રમાં માછલી પકડી રહ્યો હતો ત્યારે અચાનક મારી નૌકા નજીક એક મોટી શાર્ક આવી ગઇ પહેલા તો તેને જોઇને હું ગભરાઇ ગયો તે મારી નૌકાની લંબાઇથી પણ વધારે મોટી હતી મારી નૌકા સાડા પાંચ મીટરની હતી ત્યારે શાર્ક આઠ મીટરની હતી.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૬માં ત્રણ નવા ઉપકરણોની મદદથી અત્યાર સુધીમાં ચાર શાર્કને ટેગ કરાઇ છે. ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર ૨૦૧૭ સુધીમાં કુલ ૭૭ બેસિંગ શાર્ક દેખાઇ છે. જયારે ભુમધ્ય સમુદ્રના વિસ્તારમાં લગભગ ૨૪ શાર્ક દેખાઇ છે. દુનિયાની સૌથી મોટી માછલી વ્હેલ શાર્ક અને નાની મેગા સાઉથ પાર્કની જેમ જ બેસિંગ શાર્ક પણ એક શિકારી નથી.
૨૦૧૩ના એક અધ્યયન પ્રમાણે કુલ મળીને લગભગ ૧૦૦ મિલિયન શાર્ક દર વર્ષે મૃત્યુ પામે છે. સંશોધનકર્તાઓના કહેવા પ્રમાણે કેટલીક શાર્ક પ્રજાતિયોનું તો અસ્તિત્વ પણ ખતરામાં છે. જો કે આ શાર્ક કે અન્ય જળચર જીવોને શેના કારણે નુકસાન થાય છે તે અંગે હવે સેટેલાઇટ મદદરૂપ થશે તેવું અનુમાન છે.