પ્રમુખ ઉપપ્રમુખ સત્તા પરથી ફેંકાતા કોંગ્રેસનું શાસન: વ્હીપના અનાદર બદલ ભાજપના આઠ સભ્યો પક્ષમાંથી સસ્પેન્ડ
ભાણવડ પાલિકામાં ભાજપ અસંતુષ્ઠો ટેકાથી કોંગ્રેસનો અવિશ્ર્વાસ પ્રસ્તાવ પસાર થયો છે અને ભાજપ પ્રમુખ ઉપપ્રમુખ હોદાપરથી દૂર થઇ જતા સતા ઝુંટવાઇ ગઇ છે. ભાણાવડ પંથકમાં ભાજપના આઠ સભ્યોએ કોંગ્રેસને ટેકો આપતા પલટાઇ ગયો છે અને કોંગ્રેસનું શાસન આવ્યા છે ભાજપના આઠ સભ્યોને સરપેન્ડ કરાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં સંપન્ન થયેલ ચાર તાલુકા પંચાયત બે નગર પાલિકા તથા જિલ્લા પંચાયતમાં મોટાભણે ભાજપના તથા બીજા ક્રમે કોંગ્રેસના ઉમેદવારો વિજેતા થયા છે અને જિલ્લામાં મોટાભાગે પંચાયતોમાં ભાજપે સતા કબ્જે કરી છે. ભાણવાડ નગરપાલિકાના રાજકારણે એકાએક કરવા બદલના ભાણવડ નગરપાલિકામાં ભાજપને પલ્ટામરાવી કોંગ્રેસ સુકાન સંભાળતા સોંપો પડી ગયે છે. ભાજપ સભ્યોએ કોંગ્રેસને સમર્થન આપતા આઠ સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. જિલ્લાના ચાર તાલુકા પૈકી ભાણવડની તાલુકા પંચાયત તથા નગર પાલિકા કોંગ્રેસે કબ્જો કરી છે.
ભાણવડ નગરપાલિકાનાં રાજકારણે એકાએક કરવા બદલના ભાણવડ નગરપાલિકામાં ભાજપને પલ્ટા મરાવી કોંગ્રેસે સુકાન સંભાળતા સોંપો પડી ગયો છે. ભાજપ સભ્યોએ કોંગ્રેસને સમર્થન આપતા આઠ સભયોને પક્ષ માંથી સસ્પેન્ડ કર્યો છે. જિલ્લાના ચાર તાલુકા પૈકી ભાણવડની તાલુકા પંચાયત તથા નગર પાલિકા કોંગ્રેસે કબ્જે કરી છે. ભાણવડ નગર પાલિકામાં કુલ ચોવીસ સભ્યો પૈકી ભાજપના સોળ તથા કોંગ્રેસના આઠ સભ્યો હતા. દમિયાન ભાજપ ભાલચંદ્ર ભટ્ટની કારોબારી અધ્યક્ષ તરીકે નિમણૂંક કરતા સતાધારી જૂથમાં ભડકો થયો હતો. આ મોકકાનો લાભ લઇ વિપક્ષ કોંગ્રેસ દ્વારા અવિશ્ર્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી. જેમાં થયેલા મતદાનમાં ભાજપ સંકલિત પ્રમુખ ગોદાવરીબેન કણજારીયા તથા નરેન્દ્રસિંહ ભાયાણીને માત્ર આઠ મત મળ્યા હતા એ સામે ભાજપના આઠ સભ્યો કોંગ્રેસ તરફો રહેવાથી. 16 મત અવિશ્ર્વાસના થતા ભાજપે સતા ગુમાવી હતી. રાજકીય કારણે ભાજપ માંથી પક્ષ પલ્ટો કરનાર આઠેય સભ્યો મધુબેન વાઘેલા, હર્ષિદાબેન રાઠોડ, હિનાબેન કણઝાટિયા, જીજ્ઞાબેન જોષી, કિશોરભાઇ ખાણધર, અલ્તાફ બ્લોચ, મંજુલા જાડેજા, સરોજબેન ચાંગેલાને પક્ષ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ ખીમાભાઇ જોગલે જણાવ્યુ હતું. ભાજપ શક્ષિત પાલિકાના સોળ સભ્યોના અંહમના ટકરાવમાં ભાજપની બહુમતિ છતા કોંગ્રેસે સતા મેળવવાના સમગ્ર પ્રકરણમાં ભાજપ શાક્ષિત સભ્યોની નાસજદારી જ જવાબદાર માનતામાં આવે છે.