યુએઈમાં રમાનાર આઈપીએલ માટે મહામારીથી બચવા સુરક્ષાનું ખાસ રખાશે ધ્યાન
ઈન્ડિયન પ્રિમીયર લીગની સંચાલન કાઉન્સીલ દ્વારા તાજેતરમાં આઈપીએલ અંતર્ગત સુરક્ષાના કારણોને ધ્યાને રાખી ખાસ જોગવાઈઓની જાહેરાત કરી હતી. આઈપીએલની ૧૩મી સીઝન રમાશે કે કેમ તે અંગે અગાઉ પ્રશ્ર્નો ઉભા થયા હતા. પરંતુ આઈપીએલ અર્થ વ્યવસ્થા માટે પણ મહત્વનો ભાગ ભજવે છે. જે તે દેશમાં આઈપીએલ રમાય ત્યારે ત્યાં પ્રવાસીઓ સંખ્યા વધતી હોય છે. આ ઉપરાંત ઘણા પ્રકારે આઈપીએલના કારણે આર્થિક ઉપાર્જન થતું હોય છે. જેથી ચાલુ વર્ષે તો આઈપીએલ રમાશે તે વાત નિશ્ર્ચિત હતી. એવામાં આઈપીએલ દ્વારા છેલ્લો પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે.
બાયો-સિક્યોર આવરણ રચાશે!
આઈપીએલ રમાતી વખતે ખાસ ધારા-ધોરણોનું પાલન કરાવવામાં આવશે. આ માટે બાયો-સિક્યોર બબલ રચાશે. જેમાં દરેક ફેન્ચાઈઝીઝ માત્ર પોતાના ખેલાડીઓ સાથે સંપર્ક રાખી શકશે. ખુબ જુજ લોકો જ તેમના સંપર્કમાં રહેશે. આ માટે બીસીસીઆઈ દ્વારા એક ખાસ ટુકડી પણ ફાળવાશે. આવી જ રીતે બીસીસીઆઈ અને આઈએમજીના સ્ટાફને પણ બાયો-સિક્યોર આવરણમાં રખાશે. એકબીજાથી સુરક્ષીત અંતર રાખવાનું રહેશે.
આવકમાં કોઈ ઘટાડો નહીં!
૫૧ દિવસમાં ૬૦ મેચ રમાશે, મહામારી વચ્ચે પણ બીસીસીઆઈની આવકમાં કોઈ ગાબડુ નથી. ઉપરાંત જે રકમ ઈનામમાં આપવાની થાય છે તે પણ નક્કી થયેલી જ છે. જો આઈપીએલ ના રમાઈ હોત તો ફેન્ચાઈઝીને કોઈપણ જાતની આવક થાય નહીં. દરેક ફેન્ચાઈઝીએ પોતાની મેડિકલ ટીમ રાખવી પડશે. આ બધાની ઉપર બીસીસીઆઈની મેડિકલ ટીમ નિયંત્રણ કરશે. જેવા પ્લેયર કે સ્ટાફ યુએઈમાં પ્રવેશે તેવા જ તેમનું ટેસ્ટીંગ થશે. બીસીસીઆઈની મેડિકલ ટીમ ૨૪ કલાક કાર્યરત રહેશે.