મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ખાસ ઉપસ્થિતિ, ૨૦ હાજર થી વધુ લોકો લઇ રહ્યા છે કથાનો લાભ.
SAT રાજકોટ સત્સંગ સમાજ આયોજિત શિક્ષાપત્રી કથા નું તા -૧ થી ૭ મેં ના રોજ સાંજે ૯ થી ૧૧.૩૦ ના સોરઠીયા પરિવાર ગ્રાઉન્ડ, ગ્રીન પાર્ક પાસે.બાપા સીતારામ ચોક, મવડી ગામ માં ભવ્યતા થી ભવ્ય આયોજન થયું છે જેમના મુખ્ય યજમાન અકબરી પરિવાર તથા ત્રિવેદી પરિવાર છે તો ઉપ યજમાન વેકરીયા પરિવાર અને પટોરિયા પરિવાર છે કથા ના વ્યશાશને (વક્તા પદે) ભક્તિ અને વિરક્તિ એ આનંદ નું મૂળ છે સુત્ર ના રચિયતા અને સુરત ના સુપ્રસિધ,સાધુ ગુણે સમ્પન એવા પ.પુ, સત્ત્ શ્રી (સસ્કૃતાચાર્ય) બિરાજી પોતાની સુમધુર શેલી માં પ્રવીણ ભાઈ અને સાથી સંગીત સુરાવલી તેમંજ વિડીયો પ્રેઝન્ટેશન સાથે કથા અમૃત નું રસપાન કરાવી રહ્યા છે કથા ના છઠા દિવસે ૨૦ હજાર થી વધુ લોકો સત શ્રી ની વાણી થી મંત્ર મુગ્ધ થયા હતા.
શિક્ષા પત્રી ની કથા સ્વામી ના સ્વ મુખે થી સંભાળવી જીવન માં લાહવો છે ત્યારે શિક્ષાપત્રી કથા નું પ્રથમ વખત રાજકોટ ના આંગણે આયોજન થયું છે એ આપના માટે ગર્વ ની વાત છે. છે જે ભૂમિ પર સ્વયમ ભગવાને આ શિક્ષાપત્રી સર માલકમ ને આપી એવી રાજકોટ ની ભૂમિ, કથા ની શરૂઆત સ્વામી એ સુંદર મજાના રસ મારા મહારાજા રાજા ધીરાજ છે તેવા ગીત થી કરી હતી આ ગીત સંગીતા ના સથવારે પ્રવીણભાઈ ઉપાધ્યાય, અક્ષરેશ સ્વામી તથા ભાવેશભાઈ કથીરિયા નો સુર મળ્યો હતો તો વરી ગીટાર ના સાથે અરવિંદભાઈ નાદારીયા અને તબલા ના સાથે સકીર્તન સ્વામી નો સાથ મળ્યુઓ હતો ને જાણે વૃંદાવન ના દ્રશ્યો માવડી ગામ માં ત્રાદ્રશ થયા હતા.
સ્વામી એ સવિશેષ વિશ્વાસ પર ભાર મુક્યું હતો. શ્વાસ અને વિશ્વાસ એક જ વાર તૂટે છે શ્વાસ તુટવા થી જિંદગી ખતમ અને વિશ્વાસ ખૂટે તો જીવન ખતમ. જીવન માં તમને જે મદદ કરે એમને ક્યારેય ભૂલશો નહિ . તમારા પર કોઈ આંધળો વિશ્વાસ મુકે તો એમ ને આંધળો નહિ સમજતા. સ્વામી એ કીધું કે વિશ્વાસ કાગળ જેવો હોઈ છે એકવાર કરચલી પડ્યા પછી ક્યારેય બરાબર થતો નથી. જીવન માં ક્યારેય સારા માનશ સાથે વિશ્વાસ ઘાત ના કરવો. શિક્ષાપત્રી કથા એ જીવન જીવવાનો માર્ગ બતાવે છે. સ્વામી એ સુંદર મજાનો શેર કહ્યો કે પથિક તું ચેતજે અહી પથ ના સહારા જ તુને દગો દેવાના.
ગીતા નો બીજો અધ્યાય આત્મજ્ઞાન દેનારો છે., જીવન માં એક લક્ષ્ય રાખવું કે જીવન માં કોઈ સગો હોઈ તો એ પરમાત્મા છે. આ શરીર તો બદલ્યા કરે પણ આત્મા અજર અમર છે. આત્મા ની મંજિલ પરમાત્મા છે. રાજા હરિશ્ચન્દ્ર જેવા ભક્ત ને આત્મ્નીવેદી કહેવાય. સ્વામી એ કહ્યું કે આપને મકાન બનાવીએ એમાં ઇષ્ટદેવ નું સ્થાન વ્યવસ્થિત રહે તે ખાસ જોવું. આત્મ્નીવેદી ભકતે કોઈ પણ ખોરાક ઈશ્વર ને ધરી ને જ આરોગવો. બધા અર્થ ને દેનારો ધર્મ જ છે ધર્મ નું જે સારી પાલન કરે એમના પાસે સંપતિ સામે થી આવે, કુવા ને દેડકા પાસે જવું ના પડે દેડકા કુવા પાસે સામે થી જ આવે એવા રૂપક થી સ્વામી એ સમજાયું હતું.
સ્વામી એ બીજી વાત કરી કે દેશ ને અખંડ રાખવો એ ભારત ના સંવિધાન નો પાયો છે. દેશ ની એકતા જાળવી દેશ ની એકતા ના તૂટે તેની જાળવણી કરવી દરેક નાગરિક ની ફરજ છે. ભારત ના ભાગલા ના પડે એની જવાબદારી આપની છે કોઈ દેવી દેવતા ની નિંદા ક્યારેય ના કરવી બધા ને આદર આપવા જીવન માં એક સુત્ર દ્રઢ કરવું આદર બધા ને અનુસરણ કોઈ એક ને પરંતુ ધિક્કાર કોઈ ને નહિ.
સ્વામી એ કહ્યું કે જે નેતા પોતાની વોટ બેંક માટે જાતિવાદ ઉભો કરે, દેશ તોડવા માટે કાર્ય કરે એમને ક્યારેય મત નહિ આપવો. મનુ રાજા ના દીકરા થયા મનુ એટલે માનવ અર્થાત આપને બધા એક બાપ ના જ દીકરા છીએ. કોઈ જ્ઞાતિ નો તિરસ્કાર નહિ કરવો બધા ને આદર આપવા.આપણે આપણા ને સાચવતા શીખયે તો હિન્દુસ્તાન નો ડંકો વિશ્વ આખા માં વાગે.
દેશ ની સમ્પંતી નું પોષણ ન કરી એ તો કઈ નહિ પરંતુ શોષણ ક્યારેય નહિ કરવું. સત્યમેવ જયતે એ આપના ઉપનિષદ નો મંત્ર છે. વિશેષ સ્વામી ની કથા માં પાંચમાં દિવશે ગુજરાત રાજ્ય ના મહામહિમ મુખ્મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પધાર્યા હતા એમને વંથલી ગુરુકુળ ના પૂજ્ય દેવ પ્રકાશ દસ સ્વામીજી ઉદયનગર સ્થિત ગુરુકુળ ના સ્વામી વ્રજ્વલ્લભ સ્વામી એ હાર પેહરાવિ સ્વાગત કર્યું તો. નિખાલસ સ્વભાવ ને વરેલા નિસ્વાર્થ સેવા કરતા બધા ને આદર આપતા ખુબ જ માયાળુ સ્વભાવ ને વરેલા સભાતીપતી તરીકે સભા નું સંચાલન કરતા સ્વામી સર્વમંગલ સ્વામી એ મુખ્યમંત્રી ને સાફો પહેરાવ્યો હતો. સ્વામી સતશ્રી એ દેશ ના કલ્યાણ અર્થે પ્રતિજ્ઞા પણ કરાવી હતી આ ઉપરાંત અન્ય રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
સાથે સુરેશભાઈ વસાણી (રોટેક પંપ – મેટોડા) , રશિકભાઈ ઠેસિયા, અકબરી પરિવાર , ત્રિવેદી પરિવાર, તથા અન્ય ભાઈ ઓ ઓ જહેમત ઉઠાવી રહ્યા હતા તો ટીવી સ્ક્રીન ના માધ્યમ થી ચિરાગભાઈ અને એમની ટીમ દ્રષ્ટાંત ને અનુરૂપ ફોટો ની પ્રતીતિ સૌ કોઈ ને કરાવતા હતા. સાથે આ કથા નું લાઈવ ટેલી કાસ્ટ દરોરજ કથા ચેનલ જી ટી પી એલ ૫૫૫ પર આવે છે વિશેષ સંપર્ક માટે ૯૯૭૯૯ ૪૭૦૭૦ પર સંપર્ક કરી શકો છો
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com