એકસ્ટ્રા બસો દોડાવતા મુસાફરોને સરળ સુવિધા મળશે: ઓનલાઈન બુકિંગની સંખ્યામાં પણ વધારો

સૌરાષ્ટ્રભરમાં એસ.ટી.ના મુસાફરો માટે દિન-પ્રતિદિન સેવામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સાતમ-આઠમના તહેવારો દરમિયાન બહારગામ જવા યાત્રિકોનો ભારે ધસારો દર વર્ષની જેમ રહેતો હોય છે. જેને ધ્યાનમાં રાખી રાજકોટ એસ.ટી. ડિવિઝન દ્વારા મુસાફરોના ધસારાને પહોંચી વળવા ૫૦થી વધુ એકસ્ટ્રા બસો દોડાવાનું આયોજન કરાયું છે અને આ વધારાની બસો દોડાવી એસ.ટી. તંત્રને એકસ્ટ્રા આવક પણ મળશે અને સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદથી થોડા દિવસો પહેલા એસ.ટી. તંત્રને નુકશાની આવી હતી. તેની પણ ભરપાઈ થશે તેવું એસ.ટી. તંત્ર વર્તુળમાંથી જાણવા મળી રહ્યું છે.રાજકોટ એસ.ટી. ડિવિઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તહેવાર દરમિયાન એસ.ટી.બસોમાં મુસાફરી કરતા યાત્રીકોની સંખ્યામાં દર વર્ષની જેમ આ વરસે પણ વધારો જોવા મળશે. જેને ધ્યાનમાં લઈ રાજકોટથી અમદાવાદ, મોરબી, જામનગર, જૂનાગઢ, સોમનાથ તેમજ વીરપુર સહિતના પર્યટન અને ધાર્મિક સ્થળોએ નિયમીત કરતા ૫૦થી વધુ એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત તહેવારો દરમિયાન જે ‚ટ પર મુસાફરોનો ટ્રાફિક વધુ હશે તે ‚ટ પર વધારાની બસો દોડાવાની તૈયારી પણ છે.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સામાન્ય દિવસોમાં એસ.ટી.ડીવીઝન રાજકોટની દૈનિક આવક ‚ા. ૪૨ થી ૪૫ લાખની આસપાસ રહે છે. પરંતુ તહેવાર દરમિયાન મુસાફરોનો ટ્રાફિક વધતા દૈનિક આવકમાં પણ વધારો થશે અને અંદાજે આ આવક ‚ા.૫૦ થી ૫૫ લાખની થશે.તેઓએ જણાવ્યું હતું કે, તહેવારો દરમિયાન ઓનલાઈન બુકિંગ કરાવનારની સંખ્યામાં પણ વધારો થયો છે. આગામી દિવસોમાં સાતમ-આઠમ, નવરાત્રી સહિતના અનેક તહેવારો આવે છે ત્યારે મુસાફરોએ ઓનલાઈન બુકિંગ કરાવવાનો આગ્રહ રાખ્યો છે.એકસ્ટ્રા બસો દોડાવાતા મુસાફરોને પણ સરળ સુવિધા મળશે અને તેનો સીધો લાભ એસ.ટી.ડિવિઝનને થશે. મુસાફરોને આવતા-જતા કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે અને મુસાફરોના ટ્રાફિકને પહોંચવા તંત્રએ અત્યારથી જ આયોજન શ‚ કરી દીધું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.