પરિણીતા સાથે મારકૂટ કરતા પતિ,સાસુ – સસરા,દિયર અને નણંદ સામે નોંધાતો ગુનો
પતિ ધરમાં પત્નીના કપડાં પહેરી ઘરમાં આટા ફેરા કરી સ્ત્રી બનવાની વાત કરતો હોવાનો ફરિયાદમાં આક્ષેપ
રાજકોટની પરિણીતાને ગાંધીનગરના સાસરિયાઓ દારૂ – ગાંજો પીવા બાબતે ત્રાસ આપી મારકૂટ કરતા હોવાની ફરિયાદ તેને મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા મહિલા પોલીસ દ્વારા તેના પતિ,સાસુ – સસરા, દિયર અને નણંદ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિગતો અનુસાર રાજકોટના પુષ્કરધામની બાજુમાં આલાપ એવન્યૂમાં પિતાની ઘરે રહેતી દેવ્યાનીબેન કાપડિયાએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગાંધીનગર રહેતા તેના પતિ જતિન કાપડિયા, સસરા અનંત કાપડિયા, સાસુ ઇન્દુ કાપડિયા, દિયર યતિન અને નણંદ પલક કાપડિયાના નામ આપ્યા હતા, દેવ્યાનીબેનએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 10 વર્ષ પૂર્વે તેના લગ્ન જતિન સાથે થયા હતા, લગ્નના બે મહિના બાદ પતિ, સસરા, નણંદ અને દિયર સાથે બેસીને દારૂ, ગાંજો અને સિગારેટ પીતા હતા અને દેવ્યાનીબેનએ આ બાબતનો વિરોધ કરતા તેણી સાથે મારકૂટ કરવામાં આવતી હતી, દેવ્યાનીબેનએ સીએનો અભ્યાસ પૂરો કરવાની ઇચ્છા વ્યક્ત કરતા પતિએ ફીની રકમ આપવાનો ઇનકાર કરી દીધો હતો, અને દહેજ બાબતે સાસુ તથા નણંદ મેણાં મારતા હતા.
દેવ્યાનીબેનએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, પતિને શારીરિક ખામી હોવાથી તે શરીરસુખ મેળવી શકતો નહોતો અને તે કારણે ગુસ્સો થઇ હેવાનિયત આચરતો હતો, પતિ જતિન પત્ની દેવ્યાનીબેનએ કપડાં પહેરીને ઘરમાં આંટા મારતો હતો અને કહેતો કે મારે ઓપરેશન કરીને સ્ત્રી થઇ જવું છે, 2017માં પતિ પત્નીના રિપોર્ટ કરાવ્યા ત્યારે પતિનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને 2020માં આઇવીએફ ટ્રીટમેન્ટ કરતાં દિવ્યાને સંતાનમાં પુત્રની પ્રાપ્તિ થઇ હતી.જોકે બાળકના જન્મ પછી પણ સાસરિયાઓનો ત્રાસ યથાવત્ રહ્યો હતો, એક વખત સસરા અનંત કાપડિયાએ શરબતમાં ભાંગ મિક્સ કરીને દિવ્યાને પીવડાવી દીધી હતી અને ત્યારબાદ નણંદ અને દિયર કહેતા હતા કે ” અમારા ઘરમાં રહેવું હોય તો આ બધું કરવું પડશે તારે પણ ગાંજો અને સિગારેટ પીવા પડશે ” તેમ કહી નશો કરવા દબાણ કરતા હોવાથી તેને તમામ વિરૂદ્ધ મહિલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.