જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમએ જોડીયા પંથકમાં જોડીયા સહિત અતિવૃષ્ટીગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.
જામનગર જિલ્લામાં થયેલ ભારે વરસાદના કારણે ઉંડ-૨ ડેમમાં વિપુલ માત્રામાં પાણી આવવાથી ડેમ ઓવરફ્લો થતા અને ઉંડ-૨ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામો આણંદા, ભાદરા, કુનડ, બાદનપર,જોડીયા ગામના ખેડૂતોની જમીનના થયેલ ધોવાણ અને વાવેલ પાકને થયેલ નુકસાન અંગે સંસદસભ્ય પૂનમબેન માડમએ નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી આ મુલાકાત વખતે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, જોડીયા તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઇ દલસાણીયા, ધરમશીભાઇ ચનિયારા, ચિરાગભાઇ વાંક, ભરતભાઇ ઠક્કર સહિતના આગેવાનો સાંસદ સાથે રહ્યા હતા